(એક પગ…એક દિશા…એક નૃત્ય… …ભરતપુર, 04-12-2006)
તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
મળતાંની સાથે માર્ગ તેં બદલ્યો, મને તો એમ –
સઘળું પતી ગયું, હવે ખેંચાણ પણ નથી.
જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
-વિવેક મનહર ટેલર
બુધવારની સાંજની જૂની ગઝલનો વાયદો… મત્લો થોડો મઠાર્યો છે. બાકીના અશઆરમાં ક્યાંક એક તો ક્યાંક વધુ શબ્દો બદલ્યા છે, ઉમેર્યા છે. એક શેર સમૂળગો રદ્દ કર્યો છે. અને જે બન્યું છે, તે છે આ. ગમશે?
ચોક્કસ ગમશે. 🙂
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
આ સાથે મુકુલભાઇનો એક શેર યાદ આવી ગયો.
સામેનો રથ આ વાતથી અણજાણ પણ નથી;
કે મારી પાસે એક્કે ધનુષ-બાણ પણ નથી.
—
રમમાણ એટલે ?
રમમાણ એટલે લીન, મગ્ન, ઓતપ્રોત…
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
જીવન ની અચોકક્સ લડાઈ લડતા યોધ્ધાઓ નુ તાદ્શ ચિત્ર ઉભુ કર્યુ છે …
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
આ કયા વિશ્વાસની વાત છે?
જે યુદ્ધના મેદાને પથરાયેલો તો છે
પણ હાર-જીતથી પર છે
Excellent love you have made a good efforts to love and play with the words of love and love of words. You have narrated the truth of line opined by Lord Krishna in Holy Bhagwat Geeta.
mane to em,saghlu pati gayu
have khenchan pan nathi !!
nice one.
somehow cant write guj.dont know the reason.
જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
saras gazal
very nice…
greta wording dear excellent
very good
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
Its too Great
It’s very good. I had also wrote someone before 13 years ago. But !!!
Have tamari gazal vanchine mane pan phari pachhu lakhawanu man thay chhe.
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
its wonderful
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
may be this is yr best “sher” ever. dont even try beyond this
Dear Friend in poetry
Your poems are truly heartfelt, not just a magic of word craftmanship. Shelley would be proud of you, had he understood gujarati. Jai Sri Krsna. I wish, you also, had the words transliterated !
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
શબ્દોની અંતિમ ઘડીનાં સુંદર શ્બ્દો.
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.
Excellent…! Can’t say anything less than that…!
Very nice…
તુજમાં હું સરથી પગ સુધી રમમાણ પણ નથી,
ઊંડે ગયો છું કેટલે એ જાણ પણ નથી.
શ્વાસે વણીને શબ્દ રચી સાદડી … એ પણ છ ફુટ. બહુ જ સરસ.
good source of gazal if u r in abroad. here in london i have only one source for my guzal to read that is vm site he writes very wonderful i like line ho lakh pyaru
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.
this 2 ‘sher’….. excellent…
very nice. impressive. touch to heart.
Aisi hi gazalein likhe. Jo dil ko chhu jaye
Aisi hi gazalein likhe. Jo dil ko chhu jaye
Hum aise Dil ke maalik hai,
Jo aisi gazalon se khush ho jaye
Keep it up,
Its just Amazing
Touching
Impressive
Mind Blowing
What Else?????
Enough ???????
ખૂબ સરસ ગઝલ.
વિંધાયું નાજુક હૈયું તમારા શબ્દોના બાણથી
તલવાર કે બાણ નું હવે જરાપણ કામ નથી
” શ્વાસે વણીને શબ્દ રચી સાદડી છ ફૂટ,
તૂટ્યો જો તાર શબ્દનો તો પ્રાણ પણ નથી.”
DEAR વિવેક મનહર ટેલર,
KEEP YOUR SOUL ALIVE.
YOU ARE ONE WHO,PUTS FEELING AND HEART IN YOUR POEMS.
KEEP UP YOUR GOOD WORK AND LET SURFERS READ YOUR WORK.
અમ્રુત ઘયલ
આવી ઊભો છું યુ્દ્ધમાં વિશ્વાસ લઈને ફક્ત,
બખ્તર નથી શરીરે, શિરસ્ત્રાણ પણ નથી.
જ્યાં મૂક્યું સર ખભે કે ગ્રહી વાત દિલની લે,
સગપણમાં ક્યાંય એટલું ઊંડાણ પણ નથી.
હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી…
awesome……..