મને જાણ છે કે તને પણ ખબર છે,
છે ચાહત અને જાણકારીસભર છે.
મને તેં ક્ષણેક્ષણ તરાસ્યો છે વરસો,
હું જે કંઈ છું આજે, એ એની અસર છે.
ત્યજી ‘આઇ’ની લાકડી જે ઘડીથી,
છે સંબંધ પગભર અને માતબર છે.
એ ચાલે છતાં રહે છે ત્યાંના ત્યાં કાયમ,
બધી વાત જેની હજી ‘કાશ’ પર છે.
કર્યો હોત દિલનોય કંઈ ખ્યાલ, જાલિમ!
ભલે ને, તને જોઈ, ખુશ આ નજર છે.
બલૂન, કૅક, કેન્ડલ – તૂ હિ તૂ છે સઘળે-
ભલે બર્થ ડે આજે તારા વગર છે.
સફર શબ્દ વિણ શક્ય નહોતી જરાપણ,
ભલે દમબદમ શ્વાસ પણ હમસફર છે.
– વિવેક મનહર ટેલર
(૨૪-૨૬/૦૧/૨૦૨૦)

સૂર્ય મંદિર મોઢેરા, ૨૦૨૦