બંને તરફ

મૌન છો બોલ્યા કરે બંને તરફ,
આંખ કંઈ મૂંગી રહે બંને તરફ?

કંઈક છે જે સાંભરે બંને તરફ,
ચાદરો ચૂંથાય છે બંને તરફ,

આગ લાગી ગઈ છે ભીનામાંય જો,
પ્રેમ, તારા કારણે બંને તરફ.

ત્રાજવું આજે બડી ઉલઝનમાં છે-
કઈ રીતે સાથે નમે બંને તરફ?

‘રામ’, ‘અલ્લા’ -કંઈક તો લખ્યું હશે;
એમ કઈં પથરા તરે બંને તરફ ?

‘આપણે’ની કેક કાપે ‘હું’ ને ‘તું’,
કંઈ બચે શું આખરે બંને તરફ?

– વિવેક મનહર ટેલર
(૩૧-૧૨-૨૦૧૯)

16 thoughts on “બંને તરફ

  1. ત્રાજવું આજે બડી ઉલઝનમાં છે-
    કઈ રીતે સાથે નમે બંને તરફ?
    અદભૂત શેર
    આખી ગઝલ આહલાદક

  2. બંને તરફથી બંને તરફ બોલતી આંખો અને બેય બાજુ નમવાની ઈચ્છા કરતું ઈચ્છા-ત્રાજવું વાહ વાહ વાહ👌💐

  3. મૌન છો બોલ્યા કરે બંને તરફ,
    આંખ કંઈ મૂંગી રહે બંને તરફ?

    બહુ જ ઓછા શબ્દોમાં એક આખી જિંદગીનો ચિતાર ઊભો કરી દીધો અનુભવાય છે. આખી ગઝલ તારીફે કાબિલ!

  4. ત્રાજવું આજે બડી ઉલઝનમાં છે-
    કઈ રીતે સાથે નમે બંને તરફ?

    Mast 👌🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *