નજરને રોકે નહિ


હા, બિંબને કહી દો નજરને રોકે નહિ,
આભાસ થઈને સત્યને એ ટોકે નહિ.

‘તું બોલ, શું કરશે નજરને રોકીને?’:
-મેં બિંબને પૂછ્યું, ‘તું કહેશે?’ તો કે’, ‘નહિ!’

પોતે જ નહિ, બસ, એ જ એ નજરે ચડે,
તો આયના એવા તમે તોડો કે નહિ?

ભ્રમણાઓ સૌ તોડી તને મળવું જ છે,
તે પણ અહીં, આ જન્મમાં, પરલોકે નહિ.

મળવા છતાં જો મળવા જેવું થાય ના,
તો માન દઈ પૂછો કે સાથે છો કે નહિ?

સાથે રહી પણ સાથે ના રહેવાય તો,
ઉપચાર કરવાનો છે જાતે, કો’કે નહિ.

ખોલો જ નહિ મનમાં પડેલી ગાંઠ જો,
તો કામના એક્કેય સૉરી-ઓ.કે. નહિ.

આંખો કહે ‘સૉરી’ ને સાંભળશે નજર,
તો બિંબ પણ એને કોઈ દિ’ રોકે નહિ.

– વિવેક મનહર ટેલર
(૦૩-૧૦-૨૦૧૯)

22 thoughts on “નજરને રોકે નહિ

  1. જાત સાથે બિંબના માધ્યમ દ્વારા સંવાદની સુંદર રચના.

    • સાથે રહી પણ સાથે ના રહેવાય તો,
      ઉપચાર કરવાનો છે જાતે, કો’કે નહિ.

      વાહ
      સરસ રચના નાવીન્ય સહિત

  2. વાહહહહહ
    આભાસ અને સત્ય સાથેનો તાલમેલ સરસ જાળવ્યો છે.
    મસ્ત 👌👌💐

  3. આંખો કહે ‘સૉરી’ ને સાંભળશે નજર,
    તો બિંબ પણ એને કોઈ દિ’ રોકે નહિ.

    – વિવેક મનહર ટેલર Badhiya he…

  4. હા, બિંબને કહી દો નજરને રોકે નહિ,
    આભાસ થઈને સત્યને એ ટોકે નહિ. – વાહ!

    અને

    આંખો કહે ‘સૉરી’ ને સાંભળશે નજર,
    તો બિંબ પણ એને કોઈ દિ’ રોકે નહિ. – અદ્ભુત!

  5. નવતર સફળ પ્રયોગ Doc
    સરસ શેર નિપજ્યા છે અને ખૂબી એ રહી કે ગઝલમાંથી પસાર થતા જાણે સહજ વાર્તાલાપ ચાલી રહ્યો હોય એવું જ અનુભવાયું..
    કાંઈક સરસ નવું આપવા થનગનતા કવિની રચનાનું સ્વાગત છે.. 👌🏼

  6. વાહ! ખૂબ જ સરસ રચના…
    ભ્રમણાઓ સૌ તોડી તને મળવું જ છે,
    તે પણ અહીં, આ જન્મમાં, પરલોકે નહિ.

  7. ખૂબ સરસ ગઝલ….
    સોરી ઓકે નહીં વાળો શેર મસ્ત…

  8. સચોટ વાત!

    સાથે રહી પણ સાથે ના રહેવાય તો,
    ઉપચાર કરવાનો છે જાતે, કો’કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *