હવે ત્યજી દો આ આંબાઓ ગણવું

જે ધાર્યું એ નહીં, ના ધાર્યું એ બને છે અને
કદીમદી નહીં, કાયમ આ મારી સાથે બને.

નજૂમી છે તું કે બક્ષિસ આ કુદરતી છે તને?
તું રોજ શૅર કરે મારા દિલની વાત મને.

તું એ જ માંગ જે સૌથી વધુ છે પ્રિય મને,
નકારી દઈ શકું પણ દઈશ નહીં કશું કમને.

બલિની જેમ બલિ શું બન્યો છું તારી સમક્ષ?
તું ખુદ કહી દે, બચ્યું છે કશુંય મારી કને?

વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?

હવે પચાસ વટી આપ વનમાં આવ્યા છો,
હવે ત્યજી દો આ આંબાઓ ગણવું આમ્રવને.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૧૮)

17 thoughts on “હવે ત્યજી દો આ આંબાઓ ગણવું

  1. અતિ સુંદર….. નજૂમી…. મારવેલસ….. 😊👌👍🌹🌷🌺

  2. વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
    વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?
    Waah ! Sir ji 👌🏻

  3. વાહ..
    વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
    વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?

    આજે ક્યાં આપ્તજન મળે છે?

  4. વાહ, મને પણ આ જ ખૂબ ગમ્યું…

    વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
    વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?

    નથી મળતા હો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *