(આસમાં સે આગે… ….હટગઢ, ૨૦૧૯)
*
સામે જ પગથિયાં હતાં
પણ વાદળ નીચે ઉતરી આવ્યાં હતાં
એમાં એ અડધેથી જ ગરકાવ થઈ ગયાં હતાં
ચડું કે ન ચડુંનો સવાલ
બેકપેકનું વજન વધારી રહ્યો હતો.
વાદળની પેલે પાર
આ પગથિયાં નહીં હોય તો?
એ અડધે જ પતી ગયાં હોય તો?
શું હશે પગથિયાંના પેલા છેડે?
પર્વતનું શિખર?
કે ખીણ?
પગથિયાં મને ઉપર લઈ જશે
કે ખીણમાં પટકશે?
બંને પગ બેકપેકમાં પેક કરી દઈ
હું
વાદળ હટી જાય એની રાહમાં
ત્યાં જ ઊભો છું-
-સદીઓથી.
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૯-૧૯- ૫.૩૦ મળસ્કે)
Khub sundar
અદ્ભુત અછાંદસ! થોડાક જ શબ્દોમાં સમાઈ ગયેલું આ અછાંદસ વાંચતા જ વિચારોનાં ટોળાં આસપાસ ઘેરાઈ ગયા…
વાદળ હટી જાય એની રાહમાં
ત્યાં જ ઊભો છું- સદીઓથી.
અસમંજસમાં છું કે આ વાદળ હટી જશે તો પગથિયાં દેખાશે કે એની રાહ જોવા કરતાં આ વિચારોનાં સથવારે આગળ વધી જાઉં…
વાહ….
વાદળ હટી જાય એની રાહમાં
ત્યાં જ ઊભો છું-વાહ ખુબ સરસ
મોટા ભાગના લોકો આ જ અસમંજસમાં જિંદગી પૂરી કરી નાખે છે
ખુબ સરસ રચના
ખૂબ જ ચોટદાર
જીવનની અસમંજસને ખૂબ ઓછા શબ્દોમાં બખૂબી વર્ણવી છે. સુંદર કવિ કર્મ.. અભિનંદન
વાહ…ભીતરનું મનોમંથન..
વાદળ હટી જાય એની રાહમાં
ત્યાં જ ઊભો છું- Waah ! sir ji…
(Hu Pan…)
-સદીઓથી.
વાહ કવિ
શું હશે પગથિયાંના પેલા છેડે?
પર્વતનું શિખર?
કે ખીણ?
વાહ ખુબ જ સુંદર લાઈન સર
ખૂબ જ ગહન વાત
🌹👌
ખૂબ સરસ…
વાહ્ ! કંઈક આવુ આ કવિ પણ નીચેની પંક્તિઓમાં કહે છે
“ઉભો છે કાફલૉ એવા મકામ પર,
અહીંથી જવાય ક્ષણ તરફ કે સદી તરફ
અહીંથી જવાય રણ તરફ કે નદી તરફ”
વાહ … To be or Not to be
વાહ!!
જીવનમાં વિકલ્પોની ઉપલબ્ધતા સીમિત અને મૂંઝાવનારી રહેતી હોય છે…. અહીં કાંતો વાદળો હટવાની રાહ જુઓ અથવા વાદળીયા ધૂમમ્સમાં નિયંત્રીત ગતિથી આગળ વધતા રહો..
પ્રભુ, સરસ, આભાર, પ્રણામ, પ્રભુ, આપ જાણતા જ હશો, ગીતામાં ભગવાને સ્થિતપ્રજ્ઞ દર્શન નો મહિમા ગાયો છે, કદાચ તેમ પણ થયું હોય, આભાર, પ્રણામ.
સદીઓથી માનવમનને મુંજવતી અવઢવનું સુંદર શબ્દાંકન
વાહ વાહ
મોટા ભાગના લોકોની, મારા સહિત, જિંદગીમાં અનુભવાતી અવઢવ આલેખાયી છે..
જાણે કે કવિ કહી રહયા છે કે ઉદ્ધ ગતિ કરવા નજર પણ , મનોબળ પણ ઉચ્ચ રાખવું જ રહ્યું.. જોખમથી ડરી ખેડાણ નહિ કરીએ તો સદીઓ સુધી, જન્મો જન્મો તક ઇન્તજારની તૈયારી રાખવી!
વાહ
અદભૂત મનોમંથન કાવ્ય
ઊભો છું સદીઓથી ્..
પ્રતિભાવ આપનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….
ગજબ મસ્ત.