ક્યારેક જીતવા મળે, ક્યારેક શીખવા,
એવી રમત બની જ નથી જે દે હારવા.
जब से गए है छोड के साजन बिदेसवा*,
હું છું ને મારા વર્ચુઅલ આ વર્લ્ડની હવા
વોટ્સએપમાં રચ્યાં-પચ્યાં છે જેના ટેરવાં,
શાયર એ લખશે શી રીતે શેરો નવા નવા ?
મહિનામાં એક બંક તો ચાંદોય મારે છે,
માંડ્યો છે સૂર્ય પણ હવે આવું વિચારવા.
વાર્તાય એની એ જ છે, સસલાંય એનાં એ જ;
જીતવાના કૉન્ફિડન્સમાં માંડે છે ઘોરવા.
પ્રિ-પેઇડ બૉક્સ આવ્યું છે, ખોલ્યું તો તકલીફો,
किस की दया से हुई है यूँ हाजत मेरी रवा?
– વિવેક મનહર ટેલર
(૨-૫ ઑક્ટોબર, ૨૦૧૯)
(*સાભાર સ્મરણ: શ્રી ભગવતીકુમાર શર્મા)
Waaah…saras chhe
ખૂબ સરસ
બહોત અચ્છે ક્યા બાત
ખૂબ સરસ … અનોખી રચના.
Nice variation
And dhardar gazal sir
Nice variation
ખૂબ સરસ
વાહ..નવતર અભિગમ
પ્રિ-પેઇડ બૉક્સ આવ્યું છે, ખોલ્યું તો તકલીફો,
किस की दया से हुई है यूँ हाजत मेरी रवा? 👌🏻
Waah re prepaid ( Karma ) Box… ♻️
ક્યારેક જીતવા મળે, ક્યારેક શીખવા,
એવી રમત બની જ નથી જે દે હારવા.
બહુ જ ગમ્યુ.
વાહ ક્યાબાત વાહ
વાહ…. સૂરજ પણ બંક મારવાનું વિચારે…એ કલ્પના ગમી
“મહિનામાં એક બંક તો ચાંદોય મારે છે,
માંડ્યો છે સૂર્ય પણ હવે આવું વિચારવા. ”
વાહ! વાહ! અનેરી ક્લ્પના.અનોખી રચનાબહુ ગમી
વાહ
ચાંદા વાળો મસ્ત શેર મસ્ત
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…