બે દિવસ પહેલાં જ બાળદિન ગયો… એના અનુસંધાનમાં આજે આપણે ચંપામાસીને મળવાનું રાખીએ તો? માસી કેવા લાગ્યા એ કહેવાનું ચૂકશો નહીં… નહિંતર માસીને પાછું માઠું લાગી આવશે, યાદ રહે…
*
માથામાં મણ-મણનું કોપરેલ નાંખ્યું ને ચોટલી બે બાંધી છે પાછી,
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!
મમ્મીના સેન્ડલ ચડાવીને ઘરમાં
હું ટપ્-ટપ્ ચાલું કેવી વટથી;
મોઢા પર લાલી-કાજળના લપેડા
આપણે તો કાયમની મસ્તી,
મમ્મીનો દુપટ્ટો ખોવાયો હોય તો સમજી લો, પહેરું છું સાડી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!
ચાંપલી-ચમેલી કહી પપ્પા ચિડાવે પણ
લાગે ન સ્હેજ મને ખોટું,
પપ્પાને એમ કે હું ભેંકડિયા તાણીશ
પણ ડેડી! આ બચ્ચુ છે મોટુ;
મમ્મી આ ખેલ જોઈ દૂરથીને દૂરથી આપે છે મને શાબ્બાશી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૩-૨૦૧૮)
સરસ,સરસ, ચંપામાસી………..અભિનદન…….આભાર…..
ચંપા માસી જેવું રમતિયાળ ગીત.
કેવી નિર્દોષ અનુભુતિ ! અભિનન્દન !
અદ્દલ ચમ્પા માસી જ્…….
મમ્મી આ ખેલ જોઈ દૂરથીને દૂરથી આપે છે મને શાબ્બાશી.
બોલો, લાગું ને સાવ ચંપામાસી?!
Mast…
બેહદ સુંદર ગીત
ટચુકડા ચંપામાસીને મારા જેસી કૃષ્ણ.
वाह
Innocence in Ur song as a child
Mast mazanu song sir 👌👌👌🌹🌹
સરસ ગીત
Wahhh champamasi
વાહ કયા બાત વાહ