હું છું crazy-fool!

હાથ ફેરવી દે તું માથે, મને કરી દે cool,
હું નાની છું, મારાથી તો થતી રહે છે ભૂલ,
હું છું crazy-fool!

ઘુવડ પેઠે રાત–રાતભર ક્યાં લગ જાગું, બોલ?
જામી ગયેલાં તાળાવાળી મનની પેટી ખોલ;
ઉધઈ-ખાધાં કાગળ- જે કંઈ તું કાઢે એ કબૂલ.
બધું કરી દે ડૂલ, એકમેકમાં થઈએ મશગૂલ.
હું છું crazy-fool!

સો વાતની એક વાત છે, ચણભણ થતી જ રહેશે,
વેલી નાજુક લાગે છો ને, લાખ તૂફાનો સહેશે;
તારો સાથ હશે તો એની ઉપર ખીલશે ફૂલ.
સાથના છે સૌ મૂલ, સાથમાં દુઃખ-દર્દ બધાં વસૂલ.
હું છું crazy-fool!

– વિવેક મનહર ટેલર
(૨૭-૦૪-૨૦૨૦)

*



(ગુપચુપ…. ઑસ્ટ્રેલિયા, ૨૦૧૯)

20 thoughts on “હું છું crazy-fool!

  1. વાહ કવિ… અંગ્રેજી પ્રાસનો સુંદર ઉપયોગ… મજાનું ગીત….

  2. સુંદર ગીત….
    આ લોકડાઉન માં તો, સાક્ષાત અનુભવ કર્યો છે…

  3. સુંદર… આ સંવેદના, વિટંબણા ક્યારેક ને ક્યારેક જીવનમાં અનુભવાતી હોય છે. એને મૂલવવી એ જ એનું સબળું પાસું છે.

  4. વાહહહ વાહહહ કેટલું સરસ મજાનું કલબલ કરતું ગીત
    તું કંઇ ના બોલે તો હાર મારી ને તું બોલે તો થાશે જીત
    હસતાને રોવડાવે ,રોતાને હસાવે આ કેવી દુનિયાની રીત!
    નફરતને શાબાશી દેશે ,પ્રેમી પંખીડા વચ્ચે ચણશે ભીંત
    શોધી શોધી થાકી ગઈ છું હું મારા મનનો મિત
    ભગવાન તને કહું બોલ જરા તે ક્યાં રાખ્યું મારું હિત
    કહેજો કોઈ આ વરસાદી ધારાને આવે આંગણ નીત
    તેની ટપ ટપ ટપ સાથે મારે વાતો કરવી છે અગણિત
    માંડ કરીને વાત જમી’તી ને ત્યાં થયું રે કંઈક અઘટિત
    મન મારું કોરું હતું ત્યાં આકાશે વરસાદનું વાળી લીધું ચિત્ત

    હાલ જ સ્ફૂરેલી પંક્તિઓ

  5. તારો સાથ હશે તો એની ઉપર ખીલશે ફૂલ.
    સાથના છે સૌ મૂલ, સાથમાં દુઃખ-દર્દ બધાં વસૂલ.
    હું છું crazy-fool! 🌸 (Wonderful)
    – વિવેક મનહર ટેલર

  6. પ્રસન્ન દાંપત્યની ગુરુ ચાવી બતાવતું સુંદર મજાનું ગીત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *