આ ફુલ્લકુસુમિત તેજ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ,
આ સ્મિત પણ એનું એ જ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
મદમસ્ત ગુલાબી સપનાંને એકેય કંટક ભોંકાય નહીં,
એ મખમલ મખમલ સેજ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.
સમજણ-વિશ્વાસનો મંદ પવન તડપનની આગ ન બુઝવા દે,
આંખેય થોડો ભેજ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.
લૈલા-મજનૂ, શીરી-ફરહાદ, રોમિયો-જુલિયેટઃ સહુ પ્રેમીમાં
અવ્વલ હું – તું બે જ રહો, યાવચ્ચંદ્રદિવાકરૌ.
સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
-વિવેક મનહર ટેલર
(૦૭-૧૧-૨૦૦૯/૩૧-૧૦-૨૦૧૮)
નવ વરસ પહેલાં એક મિત્રના લગ્નમાં શુભેચ્છા પાઠવવા માટે લખાયેલી આ રચના નવ વરસમાં નવ વાર હાથમાં લીધી હશે પણ કદી સુધારી ન શકાઈ… આજે નવ વર્ષ પછી આ રચના અચાનક સુધારી શકાઈ છે ત્યારે આપ સહુને હૃદયપૂર્વક ભેટ ધરું છું…
વાહ, સુંદર રચના!
અરે વાહ… ખૂબ જ મઝા પડી..!!
Waahhhh
આવી કવીતાઓ રચતા રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
તમારી રચના બહુ ગમી.
Wah…..
Wah…
આત્મા પ્રસન્ન થઈ જાય તેવી મધમીઠી શુભકામના
Wah !
વાહ.સુંદર ગઝલ
સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ.
-વિવેક મનહર ટેલર
Mast 👌🏻
વાહ…!
કદાચ, આ રદિફ ગઝલમાં પ્રથમ વખત પ્રયોજાયો હશે !
પણ જે ખૂબીપૂર્વક નિભાવાયો છે, એ કસબ કાબિલ-એ-દાદ
છે. – અભિનંદન, વિવેકભાઇ 👍🏽
સંગાથના સુખની બાબતમાં બીજું કશું ખપતું જ નથી-
‘હતું’-‘હશે’ નહીં, ‘છે જ’ રહો યાવચ્ચંદ્રદિવાકરૌ
વાહ!!!
Khubj Saras Rachna
વાહ વાહ યાવચ્ચંદ્રદિવાકરૌ
વાહ ગઝબ રદીફ કાફિયા સમન્વય કર્યો છે.