આની છે તોફાની…

રમવા તો જવાની….. તોફાની આની @ Yellowstone National Park

ઠંડી છો ને મોટી છે ને હું છું છો ને નાની,
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

બારી-બારણાં-રસ્તા બધે જ બરફ બરફ બરફ છે,
ડેડી નીકળ્યા સાફ કરવા, કામ કેટલું ટફ છે!
ઘરની બહાર જવા ન દે તું, મમ્મી! કેટલી રફ છે!
ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

સ્વેટર ઉપર જેકેટ પહેર્યું, હાથમાં પહેર્યાં મોજાં,
મફલર નાંખ્યું, હૂડી પહેરી, થઈ ગ્યા ગોટમગોટા;
અમને જાવું રમવા ને મમ્મી! તું કહે છે: સો જા!
મમ્મી! તું જોયા કર, હું સરકી જઈશ છાનીમાની.
હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
મમ્મી! તારી આની છે તોફાની…

– વિવેક મનહર ટેલર
(૧૮-૦૧-૨૦૧૮)

ડેડી બનશે સ્નૉ-મેન ને હું સ્નૉ-એન્જલ બનવાની….. @ Yellowstone National Park

17 thoughts on “આની છે તોફાની…

  1. મમ્મી! તું જોયા કર, હું સરકી જઈશ છાનીમાની. Marmik…
    હૂ-હૂ-હૂ-હૂ થાય ભલે ને, રમવા તો જવાની.
    મમ્મી! તારી આની છે તોફાની…
    Waah ! Sir Ji 😊

  2. સુંદર ,વાંચવું ગમે તેવું, ફરી વાંચવાનું મન થાય એવું આ ‘નાની આની’ ગીત છે.
    ગીત ના શબ્દો ઠુઠવતી ઠંડી નો અને તોફાની આની ની મનોદશા ને આબેહૂબ ચિત્રાંક કરે છે

  3. Umar ni maja, dharyu karVA
    Ni ichha, mummy pase/same aavi mastiff
    Kari Sakai ane be dholeasier pade, pan mafia malva ni j che, e khatri-…..
    Maja aavi gai.

    Lekhak number dhanyavad.ii

  4. વાહ સરળ શબ્દ પ્રયોગ
    ઉમદા ગીત. . 👌👌👌
    ગમ્યું 👏👏👏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *