(ઇતિહાસ સૂઈ રહ્યો છે….. ભુજ, ૨૦૧૭)
હળવેથી અહીં પધારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે,
સૂતાનું તો વિચારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
કોઈ ફરી ન આવે, પણ આવશો તમે, હા
એવી છે આ મજારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે.
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
લઈ લઈને નામ જેનું ઘર સૌએ હચમચાવ્યું
ખૂણામાં એ બિચારો ઇતિહાસ સૂઈ રહ્યો છે.
જાગે તો ભોગ લાગે સૌના, શું એ વિચારે
સૌનું વિચારનારો ઇતિહાસ સૂઈ રહ્યો છે?
મહિના નહીં, છ જન્મે પણ આરો નહિ જ આવે,
આશા ત્યજો, સિધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે.
સદીઓનું જ્ઞાન છે પણ લેવાલ ક્યાં છે કોઈ?
કેવો પડ્યો છે ધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે!
પાછા કદી ન જાગી, એ આ જ કહી રહ્યો છે:
બસ, આજનું વિચારો, ઇતિહાસ સૂઈ રહ્યો છે.
– વિવેક મનહર ટેલર
(૧૩-૧૪/૦૩/૨૦૧૮)
ભડ ભડ બળી રહ્યો છે દેશ આખો વાતવાતે
બચવાનો ક્યાં છે આરો? ઇતિહાસ સૂઈ રહ્યો છે.
સદીઓનું જ્ઞાન છે પણ લેવાલ ક્યાં છે કોઈ?
કેવો પડ્યો છે ધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે!
Wahhhhh
સુંદર ગઝલ !
વાહ
Wah kavi adbhut
અહાહા…. ખૂબ સરસ…
ખુબ સરસ…
Very good
Suva daiye have aene shanti thi. Juo aa itihas sui rahyo chhe.
વાહહહહહ ખૂબ સુંદર ગઝલ
વાહ ખૂબ સરસ
4th 7 th sher ખૂબ મસ્ત
મજાની અર્થપૂર્ણ રદીફ સુપેરે નીભાવાઈ છે….સુંદર ગઝલ..
Wah Sir
Tamne me live pan sambhdela
AA gazal બોલતા
Jordar ironical gazal છે
Ama tame इतिहास sui rehyo છે એવું કહી rehya છે
But on the contrary
This should not be done
Evo bhav છે મારી સમજ મુજબ
Maza padi गयी sir વાંચીને 👏👏👏👏👏👏
Wah
વાહ વાહ.. સરસ ગઝલ 🌹🌹🌹
“ સદીઓનું જ્ઞાન છે પણ લેવાલ ક્યાં છે કોઈ?
કેવો પડ્યો છે ધારો! ઇતિહાસ સૂઈ રહ્યો છે ! ”
– વિવેક મનહર ટેલર –
Waah !
સુંદર ગઝલ
ખૂબસૂરત ગઝલ
Wahhh….
સરસ્ ગમિ
super