પહેલા વરસાદમાં…

પહેલા વરસાદમાં
તારા પર કવિતા લખીશ
એમ વિચાર્યું હતું.
માથે જેટલું વાદળ,
હૈયે એટલી જ કવિતા ગોરંભાઈ હતી.
વરસાદ આવ્યો.
ધોધમાર આવ્યો…
પણ
વરસાદમાં
નહાતા નહાતા
મારાં ટેરવાં
ક્યારે પાણીમાં પાણી થઈ ગયાં એ ખબર જ ના પડી.
પાણીમાં ધોવાઈને વહી ગયેલાં ટેરવાં
પાછા મળે તો
પેલી કવિતા ચોક્કસ કાગળ પર ઉતારી લઈશ
એમ વિચારીને મેં શરીર લૂછી નાંખ્યું.
આકાશ પણ સાફ થઈ ગયું.

– વિવેક મનહર ટેલર
(૨૨-૦૬-૨૦૨૦)

21 thoughts on “પહેલા વરસાદમાં…

  1. ખૂબ જ સુંદર અભિભૂત થવાય એવી લાગણી થઇ

  2. ટેરવા પાણીમાં પાણી થઈ ગયા
    क्या बात

  3. શરીર લૂછયું, આકાશ સાફ પણ મનમાં કવિતા, જે ઊગી નીકળી, ઊગી ગયેલાં ટેરવાં સાથે ફરીથી, એટલે જ આ પોસ્ટ 👌💐

  4. શરીર તો લૂછયું પણ મન તો ભીનાં વાદળ જેવું ભરેલું અને ટેરવાં તો આ ઊગ્યાં સમજો અને સમજો કવિતા જન્મી 👌💐

  5. Wah…પાણીમાં ધોવાઈને વહી ગયેલા ટેરવા પાછા મળે તો…

  6. વાહ
    સરળ ભાષા માં ગહન વાત, ભીંજાયો હું પણ સર 👌👌🌹🌹🌷🌷

  7. અતિ સુન્દર કવિતા વરસાદી મોહોલ અને ભિજાવાની અનુભુતિ…….
    આભિનદન અને આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *