ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
વાણીનો ‘નહીં બનેલ’ સેતુ તારા-મારા કાંઠા વચ્ચે,
એક નજરથી એમ રચાયો, ના સાંધા-ના વાંધા વચ્ચે;
મોઘમના અંતરાયો ઠેકે એક નજર કેવી પળભરમાં!
નહીં લખેલાં વાંચ્યાં કાવ્યો, નહીં રચેલાં ગાયાં ગીત,
નહીં કરેલી થઈ ગઈ પ્રીત, ‘નથી’ હતાં એ ‘છે’ મનમીત;
એક નજરનો જાદુ છે કે પ્રેમ થયો પરગટ પથ્થરમાં.
એક નજરનું રેશમ ઝાલી કરાડ સૌ વિકરાળ ચડીશું,
સહિયારા શ્વાસોના સ્પર્શે સમજણને સંકાશ અડીશું;
ખાધું,પીધું ને રાજ મળે કે હોય ભલે કાંટા જીવતરમાં…
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં.
– વિવેક મનહર ટેલર
(૦૮-૦૭-૨૦૨૦)
(પુણ્યસ્મરણ: રમેશ પારેખ: ‘ફૂલ સમી હું દૃષ્ટિ ફેંકું, મને મળે ગજરો ઉત્તરમાં’)
અરે વાહ વાહ ને વાહ કવિ… ખૂબ સરસ પ્રણયરંગી ગીત… મજા આવે એવું 👌👍🌹
ખૂબ ખૂબ આભાર, ગૌરાંગભાઈ…
ગીત કરતાંય તસવીર પ્રભાવક
સરસ અભિવ્યક્તિ
આભાર…
ગીત ન ગમ્યું એ સમજાયું… વધુ સજ્જતા કેળવવી પડશે…
🙂
વાહ 👏👏👏
ખૂબ સુંદર, મધુર રચના, પ્રિય વૈશાલીને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ⚘⚘⚘
E kahe tane muk rahi mithi mithi vaat
Ne tu matra aankho thi sambhdi rahe evu bane…
Pranay ni vaat j nirali chhe…
E kahe Vivek ne tu sambhde Vaishali evu pan bane….
🤫🤫😁
વાહ તસવીર ને ગીત બંને બોલકણા
વાહ ખૂબ સરસ
વાહ..મજાનું ગીત
વૈશાલીબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ
વાહ.. ખૂબ સુંદર પ્રણય ગીત
ઓહો રસ તરબોળ કરતું ગીત 👌💐
વાહ…. સુંદર ગીત…..
ફૂલ સમી તું દૃષ્ટિ ફેંકે, તને મળે ગજરો ઉત્તરમાં*,
રગરગમાં કંઈ મઘમઘ મહેંકે, કહેવું કેમ કરી અક્ષરમાં?
Sugandhi…madh mati… Aaahaaa sir ji
ફૂલ જેમ જોતાંવેંત ગમી જાય એમ જ તરત ગમી જાય એવી રચના.
સરસ ભાવવાહી ગીત સાથે વૈશલીબેનને અનેક શુભ્કામનાઓ……
વાહ વાહ ..પ્રેમની પારખું નજરને સલામ
આંખ એ અંદરની ભાષા છે જ્યારે અક્ષર એ
બહારની… જોરદાર ગીત.