મને જાણ છે કે તને પણ ખબર છે

મને જાણ છે કે તને પણ ખબર છે,
છે ચાહત અને જાણકારીસભર છે.

મને તેં ક્ષણેક્ષણ તરાસ્યો છે વરસો,
હું જે કંઈ છું આજે, એ એની અસર છે.

ત્યજી ‘આઇ’ની લાકડી જે ઘડીથી,
છે સંબંધ પગભર અને માતબર છે.

એ ચાલે છતાં રહે છે ત્યાંના ત્યાં કાયમ,
બધી વાત જેની હજી ‘કાશ’ પર છે.

કર્યો હોત દિલનોય કંઈ ખ્યાલ, જાલિમ!
ભલે ને, તને જોઈ, ખુશ આ નજર છે.

બલૂન, કૅક, કેન્ડલ – તૂ હિ તૂ છે સઘળે-
ભલે બર્થ ડે આજે તારા વગર છે.

સફર શબ્દ વિણ શક્ય નહોતી જરાપણ,
ભલે દમબદમ શ્વાસ પણ હમસફર છે.

– વિવેક મનહર ટેલર
(૨૪-૨૬/૦૧/૨૦૨૦)

સૂર્ય મંદિર મોઢેરા, ૨૦૨૦

20 thoughts on “મને જાણ છે કે તને પણ ખબર છે

  1. બલૂન, કૅક, કેન્ડલ – તૂ હિ તૂ છે સઘળે-
    ભલે બર્થ ડે આજે તારા વગર છે.

    વાહ વાહ વાહ સર મોજ પડી હો બાકી

  2. સફર શબ્દ વિણ શક્ય નહોતી જરાપણ,
    ભલે દમબદમ શ્વાસ પણ હમસફર છે.

    વાહ કવિ… વાહ…!!!

  3. મને તેં ક્ષણેક્ષણ તરાસ્યો છે વરસો,
    હું જે કંઈ છું આજે, એ એની અસર છે.
    Kasar thi Asar sudhi… mast 👌🏻

  4. સરસ ગઝલ,
    ત્યજી ‘ આઈ ’ ની લાકડી જે ઘડીથી ,
    છે સંબંધ પગભર અને માતબર છે મને ગમ્યો આ શેર….
    બધા જ શેર અફલાતુન,
    કવિશ્રીને અભિનદન….
    આઅભાર…

  5. મને તેં ક્ષણેક્ષણ તરાસ્યો છે વરસો,
    હું જે કંઈ છું આજે, એ એની અસર છે.

    વાહ કવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *