પહેલવહેલીવાર માસિકમાં આવેલી દીકરીએમાને કરેલો સવાલ આપે ગઈ પોસ્ટમાં વાંચ્યો. હવે મા શું જવાબ આપે છે એ જોઈએ:
*
બેટા! તું થઈ હવે મોટી.
બીજું કશું જ નહીં, માસિક આવ્યું છે તને, ફિકર-ચિંતા ન કર ખોટી.
આજ કહું-કાલ કહું, શું કહું-કેમ કહું
હિંમત મારી જ પડી ટૂંકી,
આવી ગઈ આજે અચાનક તું ટાઇમમાં,
ને મા થઈ ટાઇમ હું ચૂકી;
મારી જ આળસ ને મારી જ અવઢવે
તને આજે આ હાલતમાં મૂકી,
તારો આ લાલ રંગ કંઈ નહીં, બસ, મારા માવતર પર પડેલી સોટી.
ભૂલ ગણી, પાપ ગણી, ચોરી-સજા કહી
ક્યાં લગી ખુદને સંતાપશે?
મનેય આવ્યું’તું, તનેય આવ્યું છે,
ને તારી બેટીને પણ આવશે;
કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
આ જ તને મા-પદે સ્થાપશે.
ભાઈઓથી જુદી નહીં, ઊંચી એ કહેવાને એણે લીધી આ કસોટી.
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૫-૨૦૧૯)
સરસ…….મજા આવી
ખુબ સરસ
કુદરતની દેણ, બસ, સ્ત્રીઓ પર મહેર છે,
આ જ તને મા-પદે સ્થાપશે.
Raday sparshi rachna Sir
સુંદર ગીત. અભિનંદન
સરસ
Very nice description in a simple language




I think to write on such topic the poet must have a depth and experienced otherwise it may be shallow
But u have presented the repentance of a mother nicely
Good job sir all mother not only read but also follow the poem
ગર્ભિત વાતની સરસ ગીતમય હ્રદયસ્પર્શી રજુઆત…….કવિશ્રીને અભિનદન…..
અતિસુંદર રચના
ગમ્યું.
વાહ.. સરસ..
આવા કાવ્યો લખાવા જોઈએ.. એમાં બે સરસ સંદેશ છે.
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…