એક જૂની ગઝલ… ખબર નહીં કેમ, પણ વેબસાઇટ ઉપર મૂકવાની જ રહી ગઈ હતી… આપને કેવી લાગી એ કહેજો..
*
નેજવા પર આંખના થીજ્યા સમયનો ભાર છે,
જે લખાવાનો નથી એ ખતનો ઈંતેજાર છે.
વૃક્ષ આખેઆખું જીવતરનું ધરાશાયી થયું,
એક શંકાની ઊધઈનો આટલો આભાર છે.
તુજ વિરહનો અગ્નિ વડવાનલ થયો ને કાંઠા પર-
શાંત જળને જોઈને રાજી થતો સંસાર છે!
શ્વાસની ધરતીમાં કૂંપળ લહલહે છે શબ્દની,
હું કે તું, કોને ખબર? પણ વરસ્યાં અનરાધાર છે…
– વિવેક મનહર ટેલર
(૦૨-૦૭-૨૦૦૫)
નેજવા પર આંખના થીજ્યા સમયનો ભાર છે,
જે લખાવાનો નથી એ ખતનો ઈંતેજાર છે.
સરસ !
કવિશ્રીને અભિનદન,સરસ મનભાવન ગઝલ મોડી મોડી પણ આપણા સુધી લઈ આવ્યા……ખુબ્,ખુબ આભાર …..
આભાર કે આ ભાર, સમાજતું નથી. સરસ છે!
જે લખાવાનો નથી…… વાહ…..
Waah
ખૂબ સરસ ગઝલ. એકે એક શેર મમળાવવા જેવો.
હા, હા, હું ગિરનાર હજી પણ ચડી શકું છું
દીકરાની સામે હું નીચો નમી શકું છું
ગયાં એટલાં નથી જવાનાં,
વાહ ખૂબ સરસ ગઝલ
વૃક્ષ આખેઆખું જીવતરનું ધરાશાયી થયું,
એક શંકાની ઊધઈનો આટલો આભાર છે.
સરસ
શુદ્ધ ગુજરાતીમાં જો કે ઈંતેજાર શબ્દ પ્રયોગ ખટકે છે
ભાષા કોઈ પણ હોય, વહેતી નદી સમાન હોય છે. એમાં સતત અલગ-અલગ નદી-નાળાં ઠલવાતાં જ રહે છે અને એ સહુને પંડમાં સમાવીને અને એ જ રીતે અન્ય નદી-નાળાંઓને પોતાનું પાણી પણ પૂરું પાડતી-પાડતી વહેતી રહે છે…
મેજ-બેઠકના સાથે આપણે ટેબલ-ખુરશી બોલીએ છીએ ત્યારે આપણને એ ખ્યાલ પણ નથી હોતો એક અંગ્રેજી અને અરબી ભાષાના બે અલગ-અલગ શબ્દો આપણી ભાષામાં આવીને કેવા લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે!
‘ઇંતેજારી’ શબ્દની જગ્યાએ અ શેરમાં પ્રયોજી શકાય એવો કોઈ વિકપ ખરો? તો જણાવશો જી…
Wah…. તુજ વિરહનો
સુંદર ગઝલ
મજાની ગઝલ
મનભાવક ગઝલ
સરસ ગઝલ
વૃક્ષ આખેઆખું..superb…!!
હું કે તું, કોને ખબર? પણ વરસ્યાં અનરાધાર છે…
Saras…
વાહ..સુંદર..!!
એક શંકા ની ઉધઈ…કયા..ખૂબ….!!
મેાજ કરાવી દીઘી.. 💐💐💐
સરસ ગઝલ.
વાહ.. કવિ
Wow nice one as usual sir
ઉધઈ નો આભાર👌👌👌
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો આભાર…