ગુલમહોર અને ગીતકવિનો સંવાદ

ગુલમહોરની સાખે…. ….પૂણે, મે-૨૦૨૬

હાયે, આ તોર!
જોને! મોઢું ચડાવીને બેસી ગયો છે કેવો લાલઘૂમ થઈ ગુલમહોર!

બોલ્યો ગુલમ્હોર:
‘આ શું કે ગીતોમાં તારાં ખીલે છે બસ, ગરમાળા… ગરમાળા… ગરમાળા,
એકલપંડે જ જાણે સાહેબે જોયા કે વેઠ્યા ના હોય બધા ઉનાળા;
સૂરજ કે મોસમના નહીં, હોય જાણે સૌ તારી જ કલમના ઓશિયાળા,
એ રીતે ગીતોમાં એમને ન વાવ, મૂકી બાકી સૌ કોઈને રેઢિયાળાં,
અપાર આ કાવ્યસંસારે પ્રજાપતિ કવિ જ છે ને કે કોઈ ઓર?*
કરું શાને ન જોર?
કહે, મોઢું ફૂલાવીને બેસી ન જાય પછી શા માટે આ ગુલમહોર?’

‘ઓ રે ગુલમહોર,’
કહ્યું મેં: ‘ખીલ્યો છે તુંય કેવો સુંદર તો થાય શાને નાસીપાસ આમ? ’
પૂજે કોઈ શંકરને, દુર્ગાને કોઈ, તો કોઈને વહાલા ઘનશ્યામ;
હરકોઈના સધિયારા નોખા હોવાના, હોય નોખા હરએકના રામ,
તુંય હશે કોઈનો સધિયારો, કોઈનો પ્યારો, શીદ ખોય આમ હામ?
લે, આ કલમબાઈ હેઠે મૂક્યા ને હવે કહું છું, છે તુંય શિરમોર.
ઓછો કર શોર!
હવે એક આંખે આંજીશ હું ગરમાળો ને બીજી આંખે આંજીશ ગુલમહોર!!!’

– વિવેક મનહર ટેલર
(૦૪-૦૫-૨૦૨૬)
(* अपारे काव्यसंसारे कविरेव प्रजापतिः। यथा वै रोचते विश्वं तथेदं परिवर्तते॥ – અગ્નિપુરાણ ૩૩૯/૧૦)

ye lo… yellow… …શનિવારવાડા, પૂણે, મે-૨૦૨૬

52 thoughts on “ગુલમહોર અને ગીતકવિનો સંવાદ

  1. સંવાદ ગીત ગમ્યું
    બંનેની ખાસિયત સરસ રીતે પ્રગટી છે અને બોલચાલની લહેકાની ભાષા પણ ગમી
    જય હો

    • @ કુમાર જૈમિનિ શાસ્ત્રી:

      સજગ સર્જકનો પ્રતિભાવ એટલે સિરપાવ.
      ખૂબ ખૂબ આભાર

  2. હવે એક આંખે આંજીશ હું ગરમાળો ને બીજી આંખે આંજીશ ગુલમહોર!!!’
    શું કલ્પન છે કવિ ભાઈ વાહ મોજ જ મોજ

    • @ દિલીપકુમાર ચાવડા:

      સમય ફાળવીને પ્રતિક્રિયા આપવા બદલ હૃદયપૂર્વક આભારી છું

  3. કવિની સંવેદનશીલતા વાતાવરણ સાથે પણ વાતચીત કરી કેવું જીવંત ચિહ્નરૂપ પદ્ય સર્જી શકે! અદભૂત.

  4. વાહ, ગુલમહોરી ગુસ્સાનું ગીત, મોજ પડી ગઇ.
    કવિશ્રી વિવેક ટે લરની આ રચના ગુજરાતી ગીત-સાહિત્યનુંઅનોખુંરત્ન છે. આ આખુંગીત એક સંવાદ સ્વરૂપે
    છે. સંવાદ ગીતોની રંગત આપણેજૂના ફિલ્મી ગીતોમાંતોખૂબ માણી છે, તોઆ “વૃક્ષ-માનવી સંવાદ”ની
    પરંપરા ગુજરાતી કવિતામાંય જૂની છે. નરસિંહથી લઈનેઆધુનિક કવિઓસુધી સૌએવૃક્ષોનેબોલતા કર્યાછે.
    આ ગીતમાંપણ કવિ વિવેક ટે લરેગુલમહોરનેફરિયાદી તરીકેબોલતુંકર્યુંછે. એનુંદુઃખ એછેકેબીજાની
    સરખામણીમાંએઓછોદેખાય છે. આ ગીતમાંમાત્ર બેઝાડની વાત નથી. જીવનની મોટી વાત છે. માણસ
    જેવોતુલનાનોરોગ ગુલમહોરનેપણ લાગેએકે વું? આવો, નિરાંતેમાણીએઆ ગીત.
    કવિ અનેગુલમહોર વચ્ચેનોસંવાદ કેવોછે? ગુલમહોર “મોઢું ચડાવીનેલાલઘૂમ” બેઠોછે. કે મ? કારણ કેઆ
    કવિનાંગીતોમાંહંમેશા “ગરમાળા… ગરમાળા” જ ગવાય છે. ગુલમહોરનેમાઠું લાગેછેકેએની કોઈ કિંમત જ
    નથી. ગુલમહોરની ફરિયાદમાંદર્દપણ છેઅનેવ્યંગ પણ, અનેપક્ષપાતનોઆક્ષેપ પણ, કહેછેકે, “એકલપંડે
    જાણેસાહેબેજોયા કેવેઠ્યા ના હોય બધા ઉનાળા” કવિ તનેએવુંલાગેછેકેશુંગરમાળોજ એકલોઉનાળો
    વેઠેછે? શુંમારા જેવા બીજા કોઈ ઝાડનેતડકોલાગતોજ નથી? અનેઆ તારી કલમની તાનાશાહી પણ કે વી? “સૂરજ કેમોસમના નહીં, હોય જાણેસૌતારી જ કલમના ઓશિયાળા” શુંકવિની કલમ જેલખેએજ સત્ય?
    પ્રકૃતિનુંસત્ય ગૌણ? બાકીનાંસૌનેકે મ મૂકી દીધા રેઢિયાળાં? ગરમાળાનેવખાણીનેબાકી બધા વૃક્ષોનેતો
    કવિઓએઅનાથ કરી દીધા. “અપાર આ કાવ્યસંસારેપ્રજાપતિ કવિ જ છેનેકેકોઈ ઓર?” – આખા કાવ્ય-
    સંસારનોસર્જનહાર જોકવિ જ છેને, તોમારેશાનેન જોર કરવું?
    “મોઢું ફૂલાવીનેબેસી ન જાય પછી શા માટેઆ ગુલમહોર?” – આ પંક્તિમાંબાળસહજ ઠુમકોછે. ગુલમહોરનું
    રૂપ જ એવુંછે – લાલચટક, તેજસ્વી. જોએનેવખાણ ન મળેતોએમોઢું ફુલાવેજ ને!
    પણ કવિ ગુસ્સેથવાનેબદલેએનેપ્રેમથી ખૂબી પૂર્વક સમજાવેછે.
    ‘ઓરેગુલમહોર, કહ્યું મેં: ખીલ્યોછેતુંય કેવોસુંદર તોથાય શાનેનાસીપાસ આમ?’
    કવિ સીધોઉપદેશ ન આપતા વહાલથી “ઓરેગુલમહોર” કહીનેપહેલાંતોએની સાથેસંબંધ બાંધેછે. “તુંય
    કેવોસુંદર”. ગરમાળોસુંદર તોતુંય સુંદર. એમ ‘ તુંય’ કહી એકનેઉતાર્યાવગર બીજાનેઉપસાવેછે. તેનાં
    સૌંદર્યનેય સ્વીકૃતિ આપેછેકે, “ખીલ્યોછેતુંય કેવોસુંદર તોથાય શાનેનાસીપાસ આમ?”
    ત્યારબાદ વૈવિધ્યની વાત કરતાંકહેછેકેજેવી જેની આસ્થા. “પૂજેકોઈ શંકરને, દુર્ગાનેકોઈ, તોકોઈનેવહાલા
    ઘનશ્યામ” જગતમાંબધાની પસંદગી નોખી હોય. તારોરામ, મારોરામ એવી સરખામણી કરવાની હોય જ
    નહીં. અહીં કવિ દલીલ નથી કરતા, પણ દ્રષ્ટાંત આપેછેધર્મનું. જોભગવાનની પૂજામાંપણ બધાની પસંદગી
    અલગ હોય, તોફૂ
    લની પસંદગીમાંશું? કોઈનેગરમાળોવહાલોલાગેતોકોઈનેગુલમહોર. હા, સધિયારા
    નોખા, રામ પણ સૌના અલગ અલગ…જગતમાંદરેકનુંમહત્વ છે. “તુંય હશેકોઈનોસધિયારો, કોઈનોપ્યારો,
    શીદ ખોય આમ હામ?” કહીનેકવિ ગુલમહોરનેસાંત્વના સાથેહિંમત પણ આપેછે. “નિરાશ ન થા. તુંપણ
    કોઈક માટેખાસ છે”. આપણેબધાનેપણ આવોજ વિશ્વાસ જોઈએને?
    છેલ્લેતોકવિ કમાલ કરેછે: “લે, આ કલમબાઈ હેઠેમૂક્યા નેહવેકહુંછું, છેતુંય શિરમોર. ઓછોકર શોર!
    હવેએક આંખેઆંજીશ હુંગરમાળોનેબીજી આંખેઆંજીશ ગુલમહોર!!!”
    કવિના આ પ્રત્યુતરમાંગુસ્સોકેદલીલ નથી, માત્ર પ્રેમ છે. એટલેજ ગુલમહોરનુંમોઢું ખૂલી જાય છે.
    અહીં ‘કલમબાઈ હેઠેમૂક્યાં’ કહીનેપોતાની કલમની જ સાક્ષીએઆ મૂલ્ય નિષ્ઠ કવિ વચનબધ્ધ થાય છે, ને
    ‘છેતુંય શિરમોર’ કહી એનેય વધાવી લેછે. પાછોવહાલથી ઠપકોય આપેછેકે ‘ઓછોકર શોર!’ હવે
    ફરિયાદ બંધ કર. તનેઉકે લ મળી ગયો? કવિ કહેછેહુંતમનેબંનેનેમારા ગીતમાંપ્રેમથી શણગારીશ. વાહ,
    આ સાંભળીનેજ મન હળવુંથઈ જાય. ઝઘડાનોઅંત પ્રેમથી થાય એનાથી મોટી કવિતા કઈ? અનેગુલમહોરની
    ફરિયાદનોસૌથી સુંદર ઉકે લ. એકનેવખાણીનેબીજાનુંઅપમાન નહીં. કવિ માટેબેય સરખા. સાચોકલાકાર
    પક્ષપાતી ન હોય. એપોતાની કલમથી ધારેતેને “શિરમોર” બનાવે.
    પ્રસ્તુત ગીતમાંકવિએભાષા શૈલી દ્વારા અલંકારની પણ સરસ મજા કરાવી છે, ગુલમહોરનેલાલઘૂમ કહી તેનો
    રંગ અનેગુસ્સોબંનેએક શબ્દમાંસમાવી લીધો. કલમબાઈ કહી પોતાની કલમનેઅંગત સ્ત્રીપાત્ર બનાવીને
    ઘરોબોપણ બતાવ્યો. તોવળી રેઢિયાળાં, શિરમોર, ઓશિયાળા જેવા ઠે ઠ ગ્રામીણ લોકબોલીનાંશબ્દોદ્વારા
    ગીતને લોકપ્રિય બનાવી દીધું. સાથેગરમાળા… ગરમાળા… જેવા અનુપ્રાસ અનેપુનરુક્તિથી લયબદ્ધ સુરીલું
    સંગીત સર્જ્યું.
    આજેસોશિયલ મીડિયાથી લઈનેસંબંધોમાં, અંગત ઓરડાથી માંડીનેઓફિસ સુધી બધેજ ગરમાળા અને
    ગુલમહોર વચ્ચેસ્પર્ધાકેસરખામણી જ ચાલેછે. કોઈના લાઈક્સ વધુ, કોઈના ઓછા. કોઈનેપ્રમોશન, કોઈને
    નહીં. કોઈ સાથેગાઢ મિત્રતા, કોઈ સાથેસ્વાર્થપુરતા…એટલેતરત આપણેસૌમોઢું ફુ
    લાવીનેબેસી જઈએ.
    પછી સતત ફરિયાદો…આજનાં જમાનામાંઆપણેબધા પણ ક્યાંક નેક્યાંક ગુલમહોર જ છીએને? મનેએવું લાગેછેકેઆજના સમયમાંપણ આપણેસૌએઆવી કવિદ્રષ્ટી એટલેકેસમદૃષ્ટિ કેળવવાની જરૂર છે.
    કવિશ્રી વિવેક ટેલરનેઆ સુંદર ગીત સર્જનનાંખોબલેખોબલેઅભિનંદન.
    પીયૂષ ભટ્ટ
    (94272 07939)

    • @ પીયુષ ભટ્ટ:

      અરે વાહ! અ તો મારા માટે મસમોટું આશ્ચર્ય! કેવો અદભુત આસ્વાદ… ગીતની બારીકી એક-એક પંક્તિ હાથ ઝાલીને સ-રસ ઊઘાડી આપી… આપના આ પ્રેમ અને કાવુયપ્રીતિની પ્રતિક્રિયા આપવા માટે આભાર શબ્દ તો કેવો વામણો સિદ્ધ થાય!

      ઓશિંગણ છું….

  5. આપની ગીત રચના જ પ્રબળ હોવાથી લખવા પ્રેરાયો ..
    મને આ સંવાદ શૈલી ખૂબ ગમી.

  6. પૂજે કોઈ શંકરને, દુર્ગાને કોઈ, તો કોઈને વહાલા ઘનશ્યામ;
    હરકોઈના સધિયારા નોખા હોવાના, હોય નોખા હરએકના રામ,

    હવે એક આંખે આંજીશ હું ગરમાળો ને બીજી આંખે આંજીશ ગુલમહોર!!!’

    – વિવેક મનહર ટેલર (૦૪-૦૫-૨૦૨૬) Majja/ Maya ne Manmohak ! 😍

    Prakruti-Sarjanshilta-Astitva… Shrushti Karta ne Kala Surjan nu samnvaya, Sikka ni Triji baju joi shaknar nu sarjun vishesh ne sakaratmak hoy !
    Khoob sundar sir ji kavaya mano samvaad 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *