
પહેલી પીળી આંખડી….. ગરમાળો…
લીલા વીલા ચહેરે પહેલી પીળી આંખડી ખૂલી,
‘આવ ઉનાળા,’ કહી ગરમાળે લગરીક લીધું ઝૂલી.
ફરકી, ફરકી, ફરકી આજે પ્રથમ સેર જ્યાં ફરકી,
‘સૂર્યદેવનું પાવન પગલું,’ કહીને કોયલ મરકી;
ક્યાંક ભૂલથી તૂટી ન જાયે પીળું ફૂલ એકાદું
ખિસકોલી એ ધ્યાન રાખતી બીજી ડાળ પર સરકી;
દેવચકલી પણ બે પળ માટે ખાવું-ગાવું ભૂલી.
‘આવ ઉનાળા,’ કહી ગરમાળે લગરીક લીધું ઝૂલી.
હવે ભલેને ગ્રીષ્મના ડિલે ફૂટતી લૂની પાંખો,
હવે ભલેને સૂરજદાદો કાઢે કરડી આંખો;
હવે ભલેને તપતા રસ્તા બોલે, અમને સાંખો
હવે આ પીળો વાન થશે ન મોસમ સામે ઝાંખો,
ડગલે પગલે શહેરમાં ખૂલશે પીળી શીળી મઢૂલી.
‘આવ ઉનાળા,’ કહી ગરમાળે લગરીક લીધું ઝૂલી.
– વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૨૬)

શીળી મઢૂલિ….
વાહ વાહ.. ખૂબ સરસ ગીત
@દિના છેલાવડા:
ખૂબ ખૂબ આભાર
સરસ રચના
@ શ્યામ ઠાકોર
આાભાર
ખૂબ સરસ ગીત
@અમીન કંચન:
ખૂબ ખૂબ આભાર
વાહ ખુબસરસ ગીત
@ આસિફખાન આસિર:
ખૂબ ખૂબ આભાર
Vahh
@જિગીષા દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
Waah waah.. bahu j saras geet.
@ નેહા પુરોહિત:
ખૂબ ખૂબ આભાર
લગરિક લીધું…wah
@વ્રજેશ મિસ્ત્રી:
ખૂબ ખૂબ આભાર
Wah..!!
@રચના:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ ગીત રચના , ઉનાળામાં ગરમાળાનો વૈભવ તન મન હદયની ગરમીને ઓછી કરી એનાં વૈભવમાં આપણને રસતરબોળ કરે છે . એ જ તો ઉનાળાની મજા છે . ખુદ ગરમાળો પણ ઉનાળાની મજા માણે –વાહહહહહ.
ખૂબ સરસ રચના.વિવેકભાઈ.
@ પ્રજ્ઞા વશી:
સમય ફાળવીને સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર..
ખુબ જ સરસ!!
@મમતા પંડ્યાઃ
ખૂબ ખૂબ આભાર…
વિવેકભાઈ, મને પ્રકૃતિ વિશેના કાવ્ય ખૂબ જ ગમે છે, આ રચનામાં સહજ રીતે વહેતો લય, પ્રકૃતિ તત્વના રૂપક મનોહર અને મનભાવન છે. કાળજાળ આકારા ઉનાળામાં આવા ગુલમોર અને ગરમાળા વિશેના ગીતો હ્રદયમાં ભીનાશ પાથરી દે છે, મુખડું અને પ્રાસ તો ખુબ જ સુંદર છે, 🙏
@ભૂપેન્દ્ર કાંતિભાઈ રાઠોડ:
કેવો સરસ પ્રતિભાવ! ભાવક સમય ફાળવીને આવો પ્રતિભાવ આપે ત્યારે સર્જકને લખ્યું સાર્થક થયું અનુભવાય…
ખૂબ ખૂબ આભાર…
મિત્ર,
ગીત વાંચ્યું અને ફરી ફરી વાંચવું ગમતું રહ્યું… ઉનાળાની જે રાહ જુએ એ જ ગરમાળાની, પીળા રંગની કદર કરી જાણે… ફ્ક્ત આ જ રંગ નહીં પણ અસંખ્ય રંગોની બિછાત ઉનાળો પોતાની સાથે લઈ આવતો હોય છે… અને અહીં તો કવિએ આ ગીત દ્વારા ઉનાળાને જે રીતે આવકાર આપ્યો છે, ગરમાળાની લહેકને પણ શું શણગાર પહેરાવ્યા છે -ગરમાળે લગરીક લીધું ઝૂલી – વાહ!
વળી કોયલ, ખિસકોલી અને દેવચકલી પણ જે રીતે ‘આવ ઉનાળા’ કહી અહીં જે રીતે આમંત્રે છે..એ જોઈ વિચાર આવે છે, કવિની કલમ જ ઉનાળાને લઈ ન આવી હોય…
આ ગીત મને અને મારા જેવા ઘણાં વાચકોને દર ઉનાળે યાદ આવવાનું છે એ નક્કી… અને જો આ ગીત ગણગણતાં આવડી જશે તો રસ્તાને સાંખવો પડે છે એય વિસરાઈ જશે ને નજર ગરમાળે અને એવા કેટલાંય ઝાડ ને ફૂલો પર અટકી રહેશે… આભાર મિત્ર!
@મીના છેડા:
વાહ… આ જમાનામાં આટલો સમય કાઢીને મનોભાવ કોણ વ્યક્ત કરે જ છે? ખૂબ આનંદ થયો આ પ્રતિભાવ વાંચીને… ખૂબ ખૂબ આભાર
સરસ આલેખન. આભાર.
@ અપૂર્વ રુઘાણીઃ
ખૂબ ખૂબ આભાર
‘આવ ઉનાળા,’ કહી ગરમાળે લગરીક લીધું ઝૂલી. Aaha !
– વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૨૬)
Mastaan sir ji 😊
@ પૂનમ:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર ગીત વિવેકભાઈ, બે ત્રણવાર વાંચ્યું, મને બીજો બંધ વિશેષ ગમ્યો. અભિનંદન મિત્ર.
@ દિનેશ ડોંગરે:
મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ.🙏🙏
@ દેવેન્દ્ર શાહ:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ ગીત🌹👍
@ સુરેશ પરમાર:
ખૂબ ખૂબ આભાર
ઉનાળામાં ઠંડક આપતું ગીત બહુ સુંદર ગીત 👌
@ Kajal shah-
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર ગીત….મીઠડો લય અને ભાવ…વાહ ji વાહ..
@ Raksha Shukla
ખૂબ ખૂબ આભાર
સરસ રચના
@ શ્યામ ઠાકોર
ખૂબ ખૂબ આભાર
ઉનાળાનાં સુંદર શબ્દ ચિત્રો. 👌
@ કિશોર બારોટઃ
ખૂબ ખૂબ આભાર
સરસ રચના
ખૂબ સરસ ગીત માણવા મળ્યું 🙏 ફરી ફરીને ગાવાનું મન થાય. અભિનંદન 🎉🎉
@ જિજ્ઞા રાઠોડ:
સરસ પ્રતિભાવ બદલ દિલથી આભારી છું
What a gorgeous aagman of the ગરમાળો… your mastery of sensory details (especially the squirrel) brings out the visual and emotional feel of the season. The imagery of ‘પીળી શીળી મઢૂલી’ is so full of life, inspiring a deep layer of hope and strength.
@ Jyoti Patel: Your ability to traverse through deeper layers of a poem never stops amazing me… I’m deeply touched, indeed!
Thanks a lot
કલ્પનો,લય અને ધ્વનિ… બધું જ ગમ્યું કવિ અભિનંદન 💐
@ જિજ્ઞા વોરા:
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
આ કાવ્યમાં કવિએ ઉનાળાના આગમનને એક ઉત્સવની જેમ તર્યો છે. સામાન્ય રીતે ઉનાળો તાપ, લૂ અને અસહ્ય ગરમીનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ અહીં ગરમાળાનું પીળું પુષ્પિત વૃક્ષ ઉનાળાને હર્ષભેર આવકારે છે. તેની પહેલી પીળી કળી ખીલતાં જ સમગ્ર પ્રકૃતિમાં ચેતનાનો સંચાર થાય છે. કોયલ મરકી ઊઠે છે, ખિસકોલી સાવધ બની જાય છે અને દેવચકલી પણ ક્ષણભર માટે મંત્રમુગ્ધ થઈ જાય છે. કવિએ પીળા રંગને આશા, ઉત્સાહ અને જીવનશક્તિના પ્રતીક તરીકે રજૂ કર્યો છે.
કાવ્યના બીજા ભાગમાં ઉનાળાની કઠોરતા લૂ, તપતો સૂરજ અને દઝાડતા રસ્તાઓનો ઉલ્લેખ હોવા છતાં ગરમાળો નિર્ભયતાથી ખીલે છે. જાણે તે પ્રકૃતિનો સંદેશ આપે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પણ પોતાની ઓળખ અને સૌંદર્ય જાળવી રાખવું જોઈએ. ઉનાળાના મધ્યમાં ખીલતો ગરમાળો જીવનના સંઘર્ષ વચ્ચે ઝળહળતી આશા અને અડગ જીવંતતાનું સુંદર પ્રતીક બની રહે છે. ખૂબ સરસ રચના ….
@ પ્રીતિ પૂજારા:
વાહ! કેવું સ-રસ પૃથક્કરણ! એવું લાગ્યું જાણે આપે મારી સર્જનની પળોની સંવેદના ન સહિયારી હોય!
ખૂબ ખૂબ આભાર
પ્રકૃતિના ખોળે રમતું ગીત.
આ સાયુજ્ય અને સામીપ્ય
કાવ્યાનંદ પોષક છે.
@ હરીશ દાસાણી:
સરસ ટિપ્પણી કરવા બદલ દિલથી આભારી છું
સુંદર ગીત 👌🏻