ખેંચતાણ છે જ હજી…

(દીપમાળ….                           …ગોવા, ૨૦૧૮)

*

એનું ક્યાં કો’ પ્રમાણ છે જ હજી?
છે તો બસ, ખેંચતાણ છે જ હજી.

છે, હજી પણ સમય છે, આવી જા
ખોળિયામાં જો, પ્રાણ છે જ હજી.

એક સોરીથી પણ પતી ન શકે,
એવી મોટી ક્યાં તાણ છે જ હજી?

વાગું કે નહીં એ હાથમાં જ નથી
બાણ પર એ દબાણ છે જ હજી.

કાલની વાત પર તું ગેમ ન રમ,
કાલની કોને જાણ છે જ હજી?

સામા થઈ જઈએ તો હસી તો શકાય
એટલી ઓળખાણ છે જ હજી

પ્રાણ નામે હલેસાં છૂટ્યાં પણ
દેહ નામે તો વહાણ છે જ હજી.

-વિવેક મનહર ટેલર
(૨૩-૦૩-૨૦૧૮)


(પ્રતીક્ષા….                                                                …ગોવા, ૨૦૧૮)

17 thoughts on “ખેંચતાણ છે જ હજી…

  1. સરસ!

    તાણ કે ઓળખાણ કેટલી બાકી છે કોને ખબર;
    સોરી કે સ્મિત હેઠળ કેટલો ભ્રમ છે કોને ખબર

  2. વાહ ખૂબ સુંદર રચના

    સામા થઈ જઈએ તો
    હસી તો શકાય
    એટલી ઓળખાણ છે જ હજી

  3. વાગું કે નહીં એ હાથમાં જ નથી
    બાણ પર એ દબાણ છે જ હજી.
    Waah !

  4. Commendable and having good depth of thoughts. Some lines are appropriate for commonly mass and needs to analyse the depth of applicability.
    Wonderful

  5. પ્રાણ નામે હલેસાં છૂટ્યાં પણ
    દેહ નામે તો વહાણ છે જ હજી.

    વાહ.. સુંદર રચના

  6. કોલસો કેમ ચમકે કદી
    હીરો હોય તો સરાણ છે જ હજી

  7. ખુબ સરસ્.. ગેમ શ્બ્દ ને બદ્લે રમત વાપરિ શકાય ? અએક સુચ્ન્..

    • ” ગેમ શ્બ્દ ને બદ્લે રમત વાપરિ શકાય ? અએક સુચ્ન્..”
      એ જ રીતે સોરીને બદલે ક્ષમા ના ચાલે??

  8. સામા થઈ જઈએ તો હસી તો શકાય ,
    એટલી ઓળખાણ છે જ હજી…
    કયા બાત….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *