August 2007

You are currently browsing the monthly archive for August 2007.


(શીશમહેલ, મહેરાનગઢ….         …જોધપુર, ૨૦૦૪)

હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?

સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.

બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.

આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.

ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…

વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)


(ધાર્યું નિશાન…                          …કાચિંડો, મે-૨૦૦૭)

છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

કોઈ વાત ગમે અને મિત્રો સાથે એને વહેંચીએ નહીં તો એ વાતમાં ગમવા જેવું વળી શું ? એક સર્જકની દૃષ્ટિએ છેલ્લા બે મહિના ઘણા સારા ગયા. અલગ-અલગ પાંચ સામયિકોમાં આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલી આઠ રચનાઓને પ્રતિદિન એકના ધોરણે છેલ્લા આઠ દિવસમાં આજ પૉસ્ટ પર એક પછી એક upload કરી છે. મારા આનંદના ઈન્દ્રધનુના આ આઠ અલગ-અલગ રંગો છે પણ આ તમામ રંગ આપની હાજરી વિના સાવ ફિક્કાફસ્સ્ છે. આ તમામ રંગોમાં આપ અગાઉ તરબોળ થઈ જ ચૂક્યા છો… છતાં આ એક અઠવાડિયા માટે આવો, મારા આ સ્વાનંદને વિશ્વાનંદ બનાવી દઈએ…..

(”ગઝલવિશ્વ” : જુન ‘૦૭.                તંત્રી: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કવિલોક” : મે-જુન ‘૦૭.                            તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                       તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કવિ” : જુન ‘૦૭.                               તંત્રી: શ્રી મનોજકુમાર શાહ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં તથા અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કવિલોક” : મે-જુન ‘૦૭.                                 તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

******

(”કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                          તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કવિલોક” : મે-જુન ‘૦૭.                              તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(”કવિતા”- જુન-જુલાઈ ‘૦૭.                             તંત્રી: સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

« Older entries