આપ આ કાવ્યની લાગણી સાથે એકરસ નથી થઈ શક્તાં એ આપની વ્યક્તિગત લાગણી છે અને હું એનો આદર કરું છું. સંસારમાં ઘણી એવી વસ્તુ છે જે આપણને ગમતી નથી હોતી પણ આપણે આંખ બંધ કરીને તો જીવી નથી જ શક્તાં ને! બેડરૂમમાં થતા બળાત્કાર સૃષ્ટિનું સૌથી જઘન્ય કૃત્ય છે પણ એ વાસ્તવિક્તા પણ છે જ ને! કવિનું કામ છે બને એટલી આંખ ખુલ્લી રાખી જે જોવા મળે અને જે વિચારવા મળે એનું નિરૂપણ કરવું, ભલે એ દ્રશ્યચિત્ર નગ્ન કેમ ન હોય!
કોઈપણ સંસ્કૃતિ કયા સમયે કેવી હતી એ જાણવું હોય તો એ સમયના સાહિત્ય પર નજર કરવાથી જાણી શકાય છે. આજના સમયમાં મારા સંપર્કમાં આવતા ઢગલાબંધ દંપતિઓ આ સમસ્યાથી પીડાય છે અને રાત્રે બંધ ઓરડાની દિવાલોની વચ્ચે થતા ઝઘડાનું સમાધાન ન થઈ શક્તાં બાળકને દિવાલ તરીકે વાપરે છે.
કોઈપણ બાળકનો ફોટોગ્રાફ મારે મૂકવાનો હોય તો મારા પોતાના પુત્રથી વધુ સુંદર મને કોઈ ફોટો લાગી શકે નહીં અને એટલા માટે આ ફોટો અહીં છે. મારા-અમારા માટે અમારો પુત્ર દિવાલ ઓછો અને સેતુ વધુ છે….
કવિતા વાંચી ત્યારે કંઇક ખ્યાલ આવ્યો ખરો, કે એ શેના વિષે હશે, પરંતુ વિવેકભાઇની વાતો પરથી વધારે ખબર પડી.
તમારી વાત સાચી વિવેકભાઇ, પરંતુ આ કવિતા એક બાળકની દ્રષ્ટિએ લખાયું છે. તો મને એ પ્રશ્ન થાય છે, કે જે ભાવ આ કવિતામાં વ્યક્ત થયો છે, શું એક બાળક એને સમજવા સક્ષમ હોય છે? એ એટલું સમઝી શકે ખરો, કે એ જો વચ્ચે સૂતો છે, તો એનો ઉપયોગ એક દિવાલ તરીકે થઇ રહ્યો છે ?
કવિતા ભલેને બાળકના શબ્દોમાં લખાઈ હોય, એને વાંચનાર બાળક નથી અને એ કવિ તરીકે હું અને વાંચક તરીકે આપ પણ જાણો છો. આ કવિતામાં બાળકના શબ્દોનો વાહન તરીકે ઉપયોગ કરીને મોટેરાઓના દામ્પત્યની વિડંબના જ રજૂ કરી છે…. શબ્દ બાળકના અને વાત મોટાની, એજ તો છે કવિતા!
મને તો ગમી વિવેકભાઇ! તમારી કવિતાનું જુદુ સ્વરૂપ પણ ઘણુ ગમ્યું.
તમારી વાત બિલકુલ સાચી છે… શબ્દો બાળકનાં હોય પરંતુ એ સરળ શબ્દોની પાછળ રહેલો ગૂઢ અર્થ સમજવાની જવાબદારી તો આપણી જ છે… આપણે જ (કોઇ પણ મા-બાપ) એમને આપણી માનસિક અનુકુળતા પ્રમાણે ક્યારેક દિવાલ તો ક્યારેક સેતુ બનાવી દઇએ છીએ… અને બાળક ‘આમ કેમ?’ ની અટકળો કરતું રહે છે!!
સત્ય ઘટનાને સત્ય સ્વરૂપે રજૂ કરવી એ કવિની
ઉદાર હકીકત છે.બાળકના સ્નાન અને સૂવામાં
અવરોધક બાબતને અહીં ચોક્ખી રજૂ કરી છે.એમાં
અન્યના ગમા-અણગમાનો કોઇ પ્રશ્ન જ ના હોય !
ભાઈશ્રી વિવેકભાઈ !મનદુ:ખ ના રાખશો.તમારી
નિખાલસતા સ્પૃહણીય છે.
બાળકના મન-સરવર માં અટકળોનાં પરપોટાં..
એનાં નાજુક હ્રદય પર પડતા જતાં પ્રશ્નોનાં સળ પર સળ…
કશુંક તાગવાનાં..કશુંક પામવાનાં એના પ્રાયાસો…
વિકસવાની..પ્રફુલ્લવાની દિશામાં એનાં તર્કો..વિતર્કો..
એનાં નિર્દોષ પ્રશ્નો ની દુનિયા નિરાળી હોય છે..
અને ક્યારેક વેધક…
લગભગ આપણે સૌએ બાળક તરીકે આવાં પ્રશ્નો પૂછ્યાં છે..
અને લગભગ આપણે સૌ બાળકોના આવાં પ્રશ્નોની સામે નિરુત્તર રહ્યાં છીએ…
ગળામાં શ્વાસને અવરોધે અને હૃદયને વલોવે/નીચોવે તેવી રચના. શબ્દાતીત.
કહેવાતાં મોટેરાંઓ કરતાં બાળકોમાં અગણિત વાર વધુ સમજ હોય છે, અને એમના પ્રશ્નોમાં મોટેરાંઓ/વડીલોના જવાબો હોય છે.
એમના અનેક પ્રશ્નો વણકહ્યાં હોય છે, અને તેથી વિવેકભાઇએ એ હૃદયને આત્મસાત કરીને રચેલી આ ‘કવિતા’ પોતાનામાં અનુપમ છે.
Thanks for reply.I know i cant beat you with words.As you said that your child is bridge in your life,but i think for most of couples their kids are bridge of their life,and not wall.so again question arises with the word “wall” in the writing.
શબ્દોથી હરાવવાનો મારો હેતુ ન્હોતો, નથી અને કદી હશે પણ નહીં. મને વિચારતો કરે એવો આપનો અભિપ્રાય મારે માટે ખૂબ જ અમૂલ્ય છે.
બાળકનો ઉપયોગ સેતુ યા દિવાલ-કોઈપણ કારણોસર ન જ થવો જોઈએ. બાળકને માત્ર બાળક રહેવા દઈએ એમાં જ આપણું પિતૃત્વ કે માતૃત્વ સાર્થક ગણાય. પણ દિલ પર હાથ રાખીને કહેજો કે આ શું સર્વથા સત્ય છે? સત્ય સનાતન હોય છે, પણ એ સર્વત્ર નથી હોતું. મારી પાસે આવનાર એકપણ…નોંધજો… એકપણ દંપતિ એવું નથી હોતું જે પોતાના જીવનસાથીથી સંતુષ્ટ છે…! આ પ્રવર્તમાન યુગની વરવી વાસ્તવિક્તા છે. કવિતા લખવામાં ક્યાંક હું કાચો પડ્યો હોઈશ, પણ જે વાત મારે કહેવી છે તે તો આજ છે.
આદર્શનો ઉપયોગ આપણે ફક્ત વાતચીતમાં જ કરીએ છીએ…. મહાત્મા કરોડોમાં એક જ જન્મે છે… અને આ મહાત્માની વાત નથી, આપણી વાત છે…. એક મિત્રએ મને આ પ્રમાણે પ્રતિભાવ મેઈલ દ્વારા મોકલ્યો છે, જે હું સૌ સાથે વહેંચવા ઈચ્છું છું:
I read the poem several times. But could not understand what you want to say. I finally read the comments and figured out what you meant to say. It just doesn’t work. It just fails to convey the meaning. There is no way a boy can talk like this or understand like this. So, when one tries to interpret the poem it falls apart. Try to show the poem to someone who has no idea of what it is supposed to mean and see if they can figure out the meaning. I have nothing against you writing about kids as walls or bedrooms as rape-centers… but the point should get across clearly. And, for such difficult issues the point should be made even more clearly because there is already so little understanding about the issue.
વિવેક,
તારી અભિવ્યક્તિને શત શત પ્રણામ. માત્ર ગાંધીજી જેવી વીરલા જ સત્યને ગોપીત ન રાખે. કવિનો એ અબાધિત અધિકાર છે કે ભાવની અભિવ્યક્તિના માધ્યમ માટે કોઇ પણ પ્રતીક વાપરી શકે. લગ્ન પછીના દામ્પત્ય સંબંધોની તિરાડોની આટલી સારી અભિવ્યક્તિ મારા વાંચવામાં આ પહેલી જ છે.
પ્લેટોનીક પ્રેમનાં ગાણાં તો ઘણાં ગવાયાં છે, પણ આ નાજૂક વિષયને બાળક્ની દ્રષ્ટિથી નીહાળતી તમારી આ રચના બેમિસાલ છે.
અને બાળક કદાચ સ્ત્રી – પુરુષ સંબંધોની જાતીયતાને સમજવા સક્ષમ ન હોય, પણ પ્રેમ, અણગમા, સંવાદ, વિસંવાદ અને કલહને સમજવા આપણા કરતાં ઘણું વધારે સમજદાર હોય છે. બાળકના ભાવ જગતને સમજવાની દ્રષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ.
આ મારા છેલ્લા પાંચ વર્ષના બાળકો સાથી ગાળેલા સમયના આધાર પરથી કહું છું.
બાળમાનસને સમજવું તે માત્ર માતા અથવા સાચા બાળ શિક્ષકની જ વિસાતમાં છે.
Vivekbhai, I am reading the your poems since couple of years. I really admire your creativity and beauty of words to express different feelings. This poem “DIWAL ” is the expression of present day relations with the least words..!
Dr. you are right… this is reality of present time…..But it may be not 100% right….However you agree with me due to children in the marriage life..breaking of relationship is very less in our country as compare to Western country….
શબ્દોની અખુટ તાકાત એક નાની અભિવ્યકિતમાં કહી છે સલામ વિવેકભાઇ…..
પપ્પા !
આજે
તમે હાથ ફેરવો છો
તો મને કેમ નવું નવું લાગે છે ?
આજે કેમ આવું ?
આજે
શા માટે
તમે
મને
તમારી અને મમ્મીની વચ્ચે સુવડાવ્યો છે ?!
In this writing with the help of son,what feeling is expressed doesnt feel to be healthy.
I think i didnt like this writing of yours.
પ્રિય મિત્ર સનાજી,
આપ આ કાવ્યની લાગણી સાથે એકરસ નથી થઈ શક્તાં એ આપની વ્યક્તિગત લાગણી છે અને હું એનો આદર કરું છું. સંસારમાં ઘણી એવી વસ્તુ છે જે આપણને ગમતી નથી હોતી પણ આપણે આંખ બંધ કરીને તો જીવી નથી જ શક્તાં ને! બેડરૂમમાં થતા બળાત્કાર સૃષ્ટિનું સૌથી જઘન્ય કૃત્ય છે પણ એ વાસ્તવિક્તા પણ છે જ ને! કવિનું કામ છે બને એટલી આંખ ખુલ્લી રાખી જે જોવા મળે અને જે વિચારવા મળે એનું નિરૂપણ કરવું, ભલે એ દ્રશ્યચિત્ર નગ્ન કેમ ન હોય!
કોઈપણ સંસ્કૃતિ કયા સમયે કેવી હતી એ જાણવું હોય તો એ સમયના સાહિત્ય પર નજર કરવાથી જાણી શકાય છે. આજના સમયમાં મારા સંપર્કમાં આવતા ઢગલાબંધ દંપતિઓ આ સમસ્યાથી પીડાય છે અને રાત્રે બંધ ઓરડાની દિવાલોની વચ્ચે થતા ઝઘડાનું સમાધાન ન થઈ શક્તાં બાળકને દિવાલ તરીકે વાપરે છે.
કોઈપણ બાળકનો ફોટોગ્રાફ મારે મૂકવાનો હોય તો મારા પોતાના પુત્રથી વધુ સુંદર મને કોઈ ફોટો લાગી શકે નહીં અને એટલા માટે આ ફોટો અહીં છે. મારા-અમારા માટે અમારો પુત્ર દિવાલ ઓછો અને સેતુ વધુ છે….
વિવેક
કવિતા વાંચી ત્યારે કંઇક ખ્યાલ આવ્યો ખરો, કે એ શેના વિષે હશે, પરંતુ વિવેકભાઇની વાતો પરથી વધારે ખબર પડી.
તમારી વાત સાચી વિવેકભાઇ, પરંતુ આ કવિતા એક બાળકની દ્રષ્ટિએ લખાયું છે. તો મને એ પ્રશ્ન થાય છે, કે જે ભાવ આ કવિતામાં વ્યક્ત થયો છે, શું એક બાળક એને સમજવા સક્ષમ હોય છે? એ એટલું સમઝી શકે ખરો, કે એ જો વચ્ચે સૂતો છે, તો એનો ઉપયોગ એક દિવાલ તરીકે થઇ રહ્યો છે ?
પ્રિય જયશ્રી,
કવિતા ભલેને બાળકના શબ્દોમાં લખાઈ હોય, એને વાંચનાર બાળક નથી અને એ કવિ તરીકે હું અને વાંચક તરીકે આપ પણ જાણો છો. આ કવિતામાં બાળકના શબ્દોનો વાહન તરીકે ઉપયોગ કરીને મોટેરાઓના દામ્પત્યની વિડંબના જ રજૂ કરી છે…. શબ્દ બાળકના અને વાત મોટાની, એજ તો છે કવિતા!
મને તો ગમી વિવેકભાઇ! તમારી કવિતાનું જુદુ સ્વરૂપ પણ ઘણુ ગમ્યું.
તમારી વાત બિલકુલ સાચી છે… શબ્દો બાળકનાં હોય પરંતુ એ સરળ શબ્દોની પાછળ રહેલો ગૂઢ અર્થ સમજવાની જવાબદારી તો આપણી જ છે… આપણે જ (કોઇ પણ મા-બાપ) એમને આપણી માનસિક અનુકુળતા પ્રમાણે ક્યારેક દિવાલ તો ક્યારેક સેતુ બનાવી દઇએ છીએ… અને બાળક ‘આમ કેમ?’ ની અટકળો કરતું રહે છે!!
સત્ય ઘટનાને સત્ય સ્વરૂપે રજૂ કરવી એ કવિની
ઉદાર હકીકત છે.બાળકના સ્નાન અને સૂવામાં
અવરોધક બાબતને અહીં ચોક્ખી રજૂ કરી છે.એમાં
અન્યના ગમા-અણગમાનો કોઇ પ્રશ્ન જ ના હોય !
ભાઈશ્રી વિવેકભાઈ !મનદુ:ખ ના રાખશો.તમારી
નિખાલસતા સ્પૃહણીય છે.
બાળકના મન-સરવર માં અટકળોનાં પરપોટાં..
એનાં નાજુક હ્રદય પર પડતા જતાં પ્રશ્નોનાં સળ પર સળ…
કશુંક તાગવાનાં..કશુંક પામવાનાં એના પ્રાયાસો…
વિકસવાની..પ્રફુલ્લવાની દિશામાં એનાં તર્કો..વિતર્કો..
એનાં નિર્દોષ પ્રશ્નો ની દુનિયા નિરાળી હોય છે..
અને ક્યારેક વેધક…
લગભગ આપણે સૌએ બાળક તરીકે આવાં પ્રશ્નો પૂછ્યાં છે..
અને લગભગ આપણે સૌ બાળકોના આવાં પ્રશ્નોની સામે નિરુત્તર રહ્યાં છીએ…
વિવેકભાઈ,તમારાં હાથ ચૂમી શકું?
ધર્મેશ
http://www.pkblogs.com/deegujju
http://deegujju.blogspot.com
ગળામાં શ્વાસને અવરોધે અને હૃદયને વલોવે/નીચોવે તેવી રચના. શબ્દાતીત.
કહેવાતાં મોટેરાંઓ કરતાં બાળકોમાં અગણિત વાર વધુ સમજ હોય છે, અને એમના પ્રશ્નોમાં મોટેરાંઓ/વડીલોના જવાબો હોય છે.
એમના અનેક પ્રશ્નો વણકહ્યાં હોય છે, અને તેથી વિવેકભાઇએ એ હૃદયને આત્મસાત કરીને રચેલી આ ‘કવિતા’ પોતાનામાં અનુપમ છે.
j.t.
Dr Vivek,
Thanks for reply.I know i cant beat you with words.As you said that your child is bridge in your life,but i think for most of couples their kids are bridge of their life,and not wall.so again question arises with the word “wall” in the writing.
પ્રિય મિત્ર સનાજી,
શબ્દોથી હરાવવાનો મારો હેતુ ન્હોતો, નથી અને કદી હશે પણ નહીં. મને વિચારતો કરે એવો આપનો અભિપ્રાય મારે માટે ખૂબ જ અમૂલ્ય છે.
બાળકનો ઉપયોગ સેતુ યા દિવાલ-કોઈપણ કારણોસર ન જ થવો જોઈએ. બાળકને માત્ર બાળક રહેવા દઈએ એમાં જ આપણું પિતૃત્વ કે માતૃત્વ સાર્થક ગણાય. પણ દિલ પર હાથ રાખીને કહેજો કે આ શું સર્વથા સત્ય છે? સત્ય સનાતન હોય છે, પણ એ સર્વત્ર નથી હોતું. મારી પાસે આવનાર એકપણ…નોંધજો… એકપણ દંપતિ એવું નથી હોતું જે પોતાના જીવનસાથીથી સંતુષ્ટ છે…! આ પ્રવર્તમાન યુગની વરવી વાસ્તવિક્તા છે. કવિતા લખવામાં ક્યાંક હું કાચો પડ્યો હોઈશ, પણ જે વાત મારે કહેવી છે તે તો આજ છે.
આદર્શનો ઉપયોગ આપણે ફક્ત વાતચીતમાં જ કરીએ છીએ…. મહાત્મા કરોડોમાં એક જ જન્મે છે… અને આ મહાત્માની વાત નથી, આપણી વાત છે…. એક મિત્રએ મને આ પ્રમાણે પ્રતિભાવ મેઈલ દ્વારા મોકલ્યો છે, જે હું સૌ સાથે વહેંચવા ઈચ્છું છું:
I read the poem several times. But could not understand what you want to say. I finally read the comments and figured out what you meant to say. It just doesn’t work. It just fails to convey the meaning. There is no way a boy can talk like this or understand like this. So, when one tries to interpret the poem it falls apart. Try to show the poem to someone who has no idea of what it is supposed to mean and see if they can figure out the meaning. I have nothing against you writing about kids as walls or bedrooms as rape-centers… but the point should get across clearly. And, for such difficult issues the point should be made even more clearly because there is already so little understanding about the issue.
” We make our world significant by the courage of our questions and by the depth of our answers. ” – Carl Sagan
All of you, PLEASE ponder over this, and please relieve Vivek from giving explanations to both who can and can not read a poet’s mind and words!!
Vivek, All the best. (PLEASE DO NOT EDIT THIS COMMENT EVENIF IT IS IN YOUR PERVIEW.)
Hope you wander more in your world than entertain the comments! My heart bleeds for you!!
Best wishes
I stand by Anonymous’s Comment..
વિવેક,
તારી અભિવ્યક્તિને શત શત પ્રણામ. માત્ર ગાંધીજી જેવી વીરલા જ સત્યને ગોપીત ન રાખે. કવિનો એ અબાધિત અધિકાર છે કે ભાવની અભિવ્યક્તિના માધ્યમ માટે કોઇ પણ પ્રતીક વાપરી શકે. લગ્ન પછીના દામ્પત્ય સંબંધોની તિરાડોની આટલી સારી અભિવ્યક્તિ મારા વાંચવામાં આ પહેલી જ છે.
પ્લેટોનીક પ્રેમનાં ગાણાં તો ઘણાં ગવાયાં છે, પણ આ નાજૂક વિષયને બાળક્ની દ્રષ્ટિથી નીહાળતી તમારી આ રચના બેમિસાલ છે.
અને બાળક કદાચ સ્ત્રી – પુરુષ સંબંધોની જાતીયતાને સમજવા સક્ષમ ન હોય, પણ પ્રેમ, અણગમા, સંવાદ, વિસંવાદ અને કલહને સમજવા આપણા કરતાં ઘણું વધારે સમજદાર હોય છે. બાળકના ભાવ જગતને સમજવાની દ્રષ્ટિ આપણે ગુમાવી બેઠા છીએ.
આ મારા છેલ્લા પાંચ વર્ષના બાળકો સાથી ગાળેલા સમયના આધાર પરથી કહું છું.
બાળમાનસને સમજવું તે માત્ર માતા અથવા સાચા બાળ શિક્ષકની જ વિસાતમાં છે.
i like this very much.nice.congrats as always
Vivekbhai, I am reading the your poems since couple of years. I really admire your creativity and beauty of words to express different feelings. This poem “DIWAL ” is the expression of present day relations with the least words..!
Keep on doing good work..!
Dr. you are right… this is reality of present time…..But it may be not 100% right….However you agree with me due to children in the marriage life..breaking of relationship is very less in our country as compare to Western country….
શબ્દોની અખુટ તાકાત એક નાની અભિવ્યકિતમાં કહી છે સલામ વિવેકભાઇ…..
પપ્પા !
આજે
તમે હાથ ફેરવો છો
તો મને કેમ નવું નવું લાગે છે ?
આજે કેમ આવું ?
આજે
શા માટે
તમે
મને
તમારી અને મમ્મીની વચ્ચે સુવડાવ્યો છે ?!
– વિવેક મનહર ટેલર
બહુ સરસ !
samajhanewale samajh gaye hain.