![]()
કવિતા ક્યાંથી આવે છે એ કોયડો તો સંસારની પહેલી કવિતા રચાઈ હશે ત્યારથી લગભગ વણઉકલ્યો જ રહ્યો છે… સામાન્યરીતે એક સવાલના ચાર વિકલ્પ અપાય અને એમાંથી કોઈ એક જ સાચો હોય, પણ કવિતાની સર્જનપ્રક્રિયાનો સવાલ ચાર વિકલ્પ સાથે પૂછી શકાય એમ નથી. આ સવાલનો જવાબ શોધવા માટે સો વિકલ્પ આપવા પડે અને બનવાજોગ છે કે આ સોએ સો વિકલ્પ સાચા હોય… કાવ્યસર્જનના રહસ્યસ્ફોટનું ઉખાણું મને પૂછવામાં આવે તો એના સો જવાબોમાંથી આગળા પડતો એક જવાબ છે – આપ સહુનો પ્રેમ… આપ સહુનો નિઃસ્વાર્થ અને નિર્વ્યાજ સ્નેહ મને સતત લખવા માટે પ્રેરતો આવ્યો છે… અને આ ઉષ્માના સહારે સહારે આજે આ વેબસાઇટના બે દાયકાની મજલ પૂરી થઈ…
આજથી વીસ વર્ષ પહેલાં આ સાઇટ શરૂ કરી ત્યારે અંદાજ નહોતો કે આ વેબસાઇટ સ્વરચિત ગુજરાતી કાવ્યોની સર્વપ્રથમ વેબસાઇટ બનશે…
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – એક એક વરસ કરતાં કરતાં આપના સ્નેહ અને આશિષના બે દાયકા વીતી ગયા..…
વિગત વીસ વરસોમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.
૨૦ વર્ષ..
૭૫૦ થી વધુ રચનાઓ..
૧૬૫૦૦ થી વધુ પ્રતિભાવો…
શબ્દોને શ્વાસના દોરમાં પરોવી કાવ્ય રચતા રહેવાનો આ સિલસિલો શ્વાસ ચલે ત્યાં સુધી ચાલતો રહે એ જ ઇચ્છા છે…
આપ પણ સાથ નિભાવશો ને?
આભાર…
![]()
આ વીસ વર્ષની કેડીએ ચાલતાં ચાલતાં વાચકગણ ઘણું પામ્યા… ઓલી કવિતાની જેમ- વીણ્યાં વીણાય નહીં ને છાબડીમાં માંય નહીં એ રીતે અઢળક કાવ્ય, ગીત, ગઝલ અને વિવિધ રચનાઓ સાથે પ્રયોગ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા… કઈ રચના વધુ ગમી એ કહેવું હોય તો કેટલીય આંગળીઓનાં વેઢા ગણીએ ભલા! ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ હજી આગળની કેડી માટે… !!!
@મીના છેડા:
ભાવક પાસેથી આ પ્રકારનો વિશદ અભિપ્રાય પ્રાપ્ત થાય ત્યારે સફર સફળ થઈ હોવાનું અનુભવાય…
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન…
@સુનિલ વ્યાસ:
ખૂબ ખૂબ આભાર
Khub khub abhinandan🙏
@અમી:
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન..
@વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ.
@કમલેશ શુક્લ:
ખૂબ ખૂબ આભાર
અભિનનન્દન્ા
@સીમા ગુપ્તા:
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન 😊
@રાજલ:
ખૂબ ખૂબ આભાર
અભિનંદન 😊
અભિનંદન 😊 ખૂબ સરસ
આ એક જોરદાર કામ. 20 વર્ષ ટકી રહેવું સહેલું નથી. ખૂબ આનંદ, અભિનંદન અને અનેકાનેક શુભેચ્છાઓ વિવેકભાઇ.
સરસ મજાના કાવ્યો લખતા રહો અને વહેંચતા રહો.
લતા હિરાણી
@લતા હિરાણી:
આપના પ્રતિભાવથી શેર લોહી બધી ગયું…
ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ,
ઘણીવાર તમારી વેબસાઈટ પરથી ગઝલો સારી એવી મળી આવે છે.
કોઈ કાર્યક્રમમાં કોઈક સારી ગઝલની જરૂર હોય સારા શેર ની જરૂર હોય ત્યારે આ વેબસાઈટ ઘણી કામ લાગે છે.
બબ્બે દાયકા સુધી ટકી રહેવું એ ખરેખર સાતત્ય માંગી લે એવું ભગીરથ કાર્ય છે. પરંતુ તમે એમાં ખરા ઉતર્યા છો એના માટે ખોબલો ભરી ભરીને અભિનંદન.
@દિલીપકુમાર ચાવડા:
સ-રસ મજાનો અભિપ્રાય આપવા બદલ દિલથી ખૂબ ખૂબ આભાર
ખૂબ ખૂબ અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ….💐💐💐
@રિયાઝ લાંગડા:
ખૂબ ખૂબ આભાર
Congrats ! Keep it up !!
@ધવલ:
ખૂબ ખૂબ આભાર
congratulations on reaching this incredible milestone of 20 years!
the tagline “shabdo che shwas mara “perfectly captures the essence of the website …. every poem feels like it has a heartbeat… looking forward to every first and third saturday
@જ્યોતિ પટેલઃ
એક પંજાબી છોકરી ગુજરાતી કવિતામાં આ પ્રકારે રસ લે એ કેવી મજાની અને ગૌરવની વાત કહેવાય્.. સરસ મજાની કમેન્ટ કરવા બદલ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…
સરસ, અભિનંદન.
બે રીતે મને આ વેબસાઇટ ગમી..
એક ,તો ગુજરાતી ભાષામાં આટલા વર્ષોથી ટકી રહેવું એ અઘરું છે
બીજું, કવિતા ગઝલક્ષેત્રે ઉમદા પીરસતું રહેવું.
તમે એમાં પાર ઉતર્યા છો, ટકી રહો એવી શુભેરછાઓ
@ભરત ભટ્ટઃ
સંતર્પક પ્રતિભાવ પાઠવી પ્રોત્સાહક બળ પૂરું પાડવા બદલ દિલથી આભારી છું…
અભિનંદન.શુભેચ્છાઓ.
@હરીશ દાસાણી:
ખૂબ ખૂબ આભાર