
બોલ્યું ચાલ્યું માફ કરજો…. ….યુટાહ, અમેરિકા, ૨૦૨૪
જે છે એ ગડમથલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
બસ, આખરી ગઝલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
કાલે કદાચ સૂર્ય ન ઊગે એ શક્ય છે, સાંજે એની પાસે જઈને
ફોકટ છે દડમજલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
કહેવાયું જે હજાર વખત, એ સિવાયનું લાવું તો પણ ક્યાંથી લાવું?
થોડું અદલબદલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
મંઝિલ મળી કે નહીં મને, હે સુજ્ઞ ભાવકો! આપ સૌ એ નક્કી કરજો;
કેવી રહી મજલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
ખાલીપો ખાલી થાય છે, સાચવજો દોસ્તો! અંતમાં જે હાથ આવ્યું-
બસ, એ જ દરઅસલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
અહીંયા વિવેક નામનો શાયર હતો કોઈ; શું હતો એ ને શું નહોતો?
એ વાત પલ દો પલ કહીને બેસી જઈશ હું, બોલ્યું ચાલ્યું માફ કરજો.
– વિવેક મનહર ટેલર
(૧૯/૧૦-૧૭/૧૨/૨૦૨૫)
![]()
વાહ.. પ્રયોગ ગૌણ બની જાય તેવી ઉત્તમ ગઝલ
@ વારિજ લુહાર:
સરસ પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર
વાહહહહ. સરસ ગઝલ 👌
@ યોગેશ સામાની:
ખુબ ખુબ આભાર
ખૂબ સરસ ગઝલ 👌
આભાર
brilliant! ગડમથલ ,દડમજલ,ખાલીપો ખાલી થાય ,
such complex philosophy explained so simply!
@ જ્યોતિ પટેલ:
રચનાના મૂળ સુધી પહોંચી સંતર્પક પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
કહેવાયુ જે હજાર વખત .. વાળો શેર મને પાછો સુરતની ગીત શિબિર માં લઈ ગયો!
આપની અને વિનોદ જોશી સાહેબની સુરત ની શિબિરમાં આ વાત થઈ હતી કે જે કાંઈ કહેવાનું છે તે તો મહર્ષિ વ્યાસ કહી ચૂક્યા છે ! આપણે તો માત્ર પુનરોક્તિજ કરી રહ્યા છીયે!
અને પાછો જુઓને મકતામાં પાછી એજ વાત કેવી સરસ રીતે સામે આવે છે ? સાહિર સાહેબની “ मैं पल दो पल का शायर हूँ “ આપને પણ લાગે કે જાણે મારીજ વાત છે અને ફરી કહેવાય છે!
પ્રણામ અને વંદન
@બારિન દીક્ષિત:
કેવો સરસ મજાનો અભિપ્રાય…
હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર
Super
@અમી:
ખૂબ ખૂબ આભાર
વાહ… ખાલીપાનૉ જવાબ નહી..
@વ્રજેશ:
ખૂબ ખૂબ આભાર
ખુબ સરસ ગઝલ
@ડો વ્રજલાલ સાવલિયા:
ખૂબ ખૂબ આભાર