બગડેલા સંબંધનું શું?


(પ્રેમના સાત રંગ…        …ભરતપુર, 4-12-2006)

*

બટકેલી ડાળ તમે તોડી શકો છો, દોસ્ત! બગડેલા સંબંધનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
રસ્તાને આવી ગઈ આંચ;
અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
સપનાને વાગી ગ્યો કાચ,
મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
હૈયાના મોલ કેમ ભારે?
અળગા થવાની કોઈ વેદના ન હોય તો
ઊઠે શીદ નેણ વારે-વારે?
દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
નફો નુક્શાન તો જોવાય નહીં;
આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

-વિવેક મનહર ટેલર

41 thoughts on “બગડેલા સંબંધનું શું?

  1. વિવેકભાઇ,
    ઘણા દિવસે તમે ગઝલને બદલે એક ગીત આપ્યું.
    મજા આવી….

    આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
    દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,

    સુંદર… !!

  2. જે બગડે છે એ કદાચ સંબંધ હતા જ નહીં
    .. માની લેવાની ભૂલ થઈ જતી હોય છે.

  3. વાહ મજા આવી ગઈ !! સુંદર …આવી રીતે ગીતની મજા માણી એ..

    “નદી મળે સાગર ને અમસ્તી અમસ્તી,
    થાઈ ખારી અમસ્તી અમસ્તી..
    મને મળે સંધ્યાં અમસ્તી અમસ્તી,
    રાત દોડે પાછળ અમસ્તી અમસ્તી!!!!!” ” deep”

  4. સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ
    ત્યાં તો રસ્તાને આવી ગઈ આંચ;
    અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
    સપનાને વાગી ગ્યો કાચ,

    દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?

    આ શબ્દો વધુ ગમ્યાં…

    આખું ગીત જ ‘મસ્ત’ છે…

    ગઝલની જેમ તમે ગીતોને પણ જરા વધુ પીરસતા રહો તો?!
    કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું!!!

  5. સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
    નફો નુક્શાન તો જોવાય નહીં;
    આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
    દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,

    વાહ! વિવેક્ભાઇ સુંદર રચના.

  6. આવા શબ્દો અને વિચાર ક્યાંથી ગોતી લાવે છે? અમને પણ શીખવ ને !
    આ તો અમથું જ કહું છું હોં! ગાતાં ગાતાં વાંચવાની બહુ જ મજા આવી.

  7. સાથે પગલાં માંડ ચાલ્યા’તા પાંચ ત્યાં તો
    રસ્તાને આવી ગઈ આંચ;
    અડવાનું ભોંયને શીખ્યા’તા માંડ એમાં
    સપનાને વાગી ગ્યો કાચ,

    Khub j saras. gGreat Song!!

  8. dear. sir

    please send as me more gazal and more poyam
    ok. so. please send as mail.

    thenks. (for advance.)
    from your freind
    nisarg patel

  9. આવું પણ તમારા ભાથામાંથી નીકળશે એવી કલ્પના ન હતી. તમે બહુ જલદી રમેશ પારેખવાળી પંગતે બેસી શકો એમ છો ! કદાચ બેસી ચૂકેલા પણ હોઈ શકો છો ! હું એવડો મોટો વિવેચક નથી નહીંતર અમરેલીના એ કવિની સાથે મૂકી જ દીધા હોત. હવે તમારા વાચકોએ નક્કી કરવાનું છે કે તમે વધુ શું છો ?! ગીતકાર કે ગઝલકાર ?
    અલબત્ત, મીડીયાવાળાની જેમ આપણે એસ.એમ.એસ. માટે વાચકોને અપીલ નહીં કરવી પડે…જુઓને કેટલી બધી કોમેંટું આવીને પડી છે ! છતાં સવાલ તો રહેવાનો જ, ‘તમે વધુ શું છો ?’ “કહેવું ન હોય તો ન કહેવાની છૂટ ( તમને ને તમારા વાચકોને) હું તો પૂછીશ ને, કહીશેય, ‘અસ્તુ’ !!

  10. Vivekbhai,
    Sambandho ni shrusti e kadi na samjaay evi che.
    Tutela sambandho ni vedna to je bhogave ej jaane.
    Mari vednao jo lakhi shaku to aavij hot.
    E ne tamari vacha mali gai!!
    Tame je gujarati kavita ne aapo cho te uttam che pan mitrabhave ek vaat kahu?
    E ne samay ma na bandho. je uge ene aavva do shani bhud evu nahi.
    Fari ek vaar tamam shubhechao sathe.
    vijay

  11. વિવેકભાઈ,

    આખું ગીત પેસ્ટ કરવું’તું ,પણ માંડિ વાળ્યું,
    બસ એજ કહેવાનું કે……

    ગીત -ગઝલ આટલાં સરસ, પણ વાંચકની તરસનું શું ?
    વેબ પર તો ભીંજાતા સૌ,હવે પુસ્તક રૂપે વરસ ને તું !

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  12. Vivekbhai, Aa git nathi, bhamara nu gunjan chhe. Usha ane sandhya tane thato kalshor chhe. Jivatar ne janava karta jivtar ne manava ma j maza chhe. Nabhi mathi Sargam nikale chhe. Ane Dil na Zanzavat mathi geet nikalae chhe.
    Zindagi na ajab ganit ma jyare hu mane dasato hato,
    pan maro photo hasto hato.

  13. આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?
    હૈયાના મોલ કેમ ભારે?
    અળગા થવાની કોઈ વેદના ન હોય તો
    ઊઠે શીદ નેણ વારે-વારે?
    દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?
    ekdm sachot shabdo che…
    …hruday ma raheli laagni ne kyarey mitavi shakati nathi…!

  14. Pingback: શબ્દો છે શ્વાસ મારા · કવિસંમેલન…

  15. thanx vivekbhai….
    ” Manavi Kyarey teno bhutkal bhuli nathi sakto,
    bhutakal na vadalo humesha dimagna smrutipat na bandh darwaja par takora marta rahe chhe”. nice….
    thanx a lot..

  16. બગડેલાં સંબધનું શુ?
    ફાટી ગયેલા દૂધનું શું?
    ટૂટી ગયેલા કાચનું શુ?
    છૂટી ગયેલા સાથ નું શું?
    આ તો પૂછું અમથુ અમસ્તુ.

  17. આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?

    ખૂબ સરસ.અભિનન્દન.
    હવે પ્રતીક્ષા પુસ્તકની.

    તબીબોનું કવિ સન્મેલન..

    અમે પણ માણ્યું આપ સંગાથે.
    આભાર

  18. વાહ્, dr. poet વાહ્, “મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?”
    “દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?” વાંચતા વાંચતા જ ગવાવા માંડે. ગઝલ વધુ સારી લખો છો કે ગીત તે નક્કી કરવું મુશ્કેલ છે.

  19. vaah અરે સાહેબ વાહ વાહ અરે વાહ (મને લાગે છે પુરતુ નથી)
    “દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?”

  20. hi,
    i dont know more abt u but excelant and i m also writer not famous but here just 2 lines to write u,

    sambandho na vamal ma fasayo chu,
    kem kahu ke azad desh no jhayo chu…….jal

  21. વિવેકભાઈ, હું પણ કેટલી પાગલ છું કે આજે જ તમારી સાઈટ જોવામાં આવી, પણ આભાર પ્રભુનો કે આજે જોવામાં આવી. તમારા શબ્દો સાચે જ તમારાં શ્વાસ લાગે છે, તે વિના તેમાં આટલી બધી સચ્ચાઈ અને આટલી સાહજકતા ક્યાંથી ભળે? તમારી રચનાઓ એક-મેકથી ચઢિયાતી છે, કહેવામાં અતિશયોક્તિ નથી લાગતી.

  22. સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
    સાથી ના સાથ છૂટી જાય છે,
    આંખ માંથી આંસુ વહી જાય છે,
    જીવન મા મળે છે ઘણા લોકો,
    યાદ બહુ થોડા રહી જાય છે !

  23. Pingback: બગડેલા સંબંધનું શું? « Bina ’s weblog / બીનાનો વેબ્લોગ

  24. બીજુઁ તો કાઁઇ નહીઁ પણ…..
    “તમે બહુ જ યાદ આવો છો ! “

  25. કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું….simply superb…. n true too.
    દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?..vahhh

    સહ-બંધ ગણો કે સમ્-બંધ કહો એમાં કંઈ
    નફો નુક્શાન તો જોવાય નહીં;
    આંખોના વાદળિયા ઘેરાશે કાલ કહી,
    દરિયા કંઈ કાળના ભૂંસાય નહીં,
    દિલનો સૂરજ તપે આજે તો આજે ને કાલે તપે તો કાલે ચોમાસું.
    કહેવું ન હોય તો ન કહેવાની છૂટ, હું તો પૂછું છું અમથું અમસ્તું.

    gamyu.. superb asuusal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *