(કવિસંમેલન…. ….અમદાવાદ : ૨૫-૦૨-૨૦૦૭)
(કયું સર્ટીફિકેટ સાચું? … ….ચિનુ મોદી સાથે)
(ડાબેથી: AMA પ્રમુખ, હું, ચિનુ મોદી, કૃષ્ણ દવે, હર્ષ બ્રહ્મભટ્ટ, નિરંજન ભગત)
(ફોટોગ્રાફની ગુણવત્તા બદલ ક્ષમાયાચના)
અમદાવાદથી એક ફોન આવ્યો, ડૉ. અશોક પટેલનો… ‘અમદાવાદ મેડીકલ એસોસીએશનના ઉપક્રમે ગુજરાતભરના તબીબ-કવિઓનું એક કવિ સંમેલન યોજીએ છીએ. આપ આવશો?’ મારાથી સહજ પૂછાઈ ગયું: ‘ પણ આપને મારું નામ અને નંબર ક્યાંથી મળ્યા?’ ‘ડૉ. ઉર્વીશ વસાવડાએ તમારા માટે ભલામણ કરી છે’, જવાબ મળ્યો. પત્યું. 25 ફેબ્રુઆરી-રવિવારની સાંજે હું અમદાવાદના મેડીકલ એસોસીએશનના હૉલમાં હતો. છવ્વીસ તબીબ કવિઓ. તેર-તેરના બે સમૂહ. પહેલા સમૂહનો અંતિમ કવિ હું. સામે શ્રોતાગણમાં ચિનુ મોદી, નિરંજન ભગત, કૃષ્ણ દવે અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા નીવડેલા કવિઓ અને ખીચોખીચ સભાગૃહ. વચ્ચેના ગાળામાં લગભગ દોઢ દાયકો કવિતા છૂટી ગઈ હતી એટલે હંમેશા મંચની બીજી બાજુએ બેસીને તાળી પાડવાનું જ નસીબમાં રહેતું. તેર વર્ષ પહેલા આખરી મુશાયરામાં ભાગ લીધો હતો. આજે દોઢ દાયકા બાદ મંચની ઈચ્છેલી બાજુએ બેસવા મળ્યું હતું અને એ ય સુરતની બહાર… મંચ અને માઈકનો ડર સદનસીબે અગિયારમા ધોરણ પછી કદી લાગ્યો નથી… એટલે મારા સ્વપ્નને વાસ્તવની ભોંય પર પગ મૂકવાના મળેલા મોકાને પૂરતી સજાગતાથી ઝડપી લીધો… કૃતિઓમાં ખોવાઈને પછી હું ક્યારે જાગ્યો, ખબર જ ન પડી… એક અવિસ્મરણીય અનુભવથી જાણે માહ્યલો ભરાઈ ગયો. અંદર કોઈક ટકોરતું હતું, હજી તો પંથ ઘણો લાંબો અને વિકટ છે અને બહારથી કોઈ આશ્વસતું હતું, ભલે! શરૂઆત તો થઈ ને !
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ,
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો!
– કવિસંમેલનમાં રજૂ કરેલી કૃતિઓને ક્રમસર રજૂ કરું છું:
(જે તે કૃતિ પર ક્લિક્ કરવાથી આખી રચના સુધી જઈ શકાશે)
સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો
(શરૂઆતથી મારી શબ્દયાત્રાના સાક્ષી રહેલા મિત્રોને મારા રસ્તાના કિનારે ઊગતા જતા પથ્થરોનોય સાક્ષી ન બનાવું તો ન જ ગમે.)
Congratulations!!!!
Best Wishes for the achievements waiting your way.
Hiral
અરે વાહ તબીબ-કવિ-મિત્ર!!
ખુબ ખુબ અભિનંદન!!
ખુબ જ મઝા આવી ગઇ…
તમારી સાથે સાથે કવિ સંમેલનમાં અમે પણ ભાગ લઇ લીધો હોય એમ લાગ્યું…
‘મંચ’ની આ બાજુ બેસીને મેં પણ તાળી પાડી છે હોં… તમને સંભળાય કે નઇં?!!
Khub Khub Abhinandan.
Kavi Vivek ne amari anek Subhkamnao.
congratulations vivekbhai!!
અભિનંદન ! કદાચ મારી બહેન તમારા શ્રોતાઓમાં હોય.
એક મૈત્રી એ સમયે અંદર અને બહાર બંને સ્થાને હતી.
Dear Vivek,
Congratulations…
I was away for a while actually I was in India for my sister’s marriage. I thought I would meet you and other interested people who pioneered Gujarati on net but time flew so quickly and I am back here in USA.
Today, browsed to your website and I am so glad that you attended this conference. I wish you all the best for the future. On this new computer I still have to install Gujarati fonts so I am writing in English.
Siddharth
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
અભિનંદન… ………………………..
sir …tame je kavita tya samelan ma boli hoye te kavita apone pls
પ્રિય પરેશભાઈ,
કવિસંમેલનમાં રજૂ કરેલી કૃતિઓના શીર્ષક પોસ્ટમાં લખ્યા જ છે અને જે તે કૃતિ પર ક્લિક્ કરવાથી આખી રચના સુધી જઈ શકાશે…
સુરતમાં આવેલા પૂર ઉપર બે મુક્તકો
બગડેલા સંબંધનું શું?
પથ્થર
શરૂઆત કરી જો
માફ કરજો, મિત્ર! આવી ન શકાયું, પણ હૃદયથી શુભેચ્છાઓ તમારી સાથે હતી … હરીશ દવે અમદાવાદ
thx u very much sir
Dear Vivek,
If you get an opportunity, record such a show or gazals & put it on youtube/google video, so that we can hear you as well 🙂
I am glad to see the work that you do. It helps generate & rejuvenate interest in our “matrubhasha”
Sorry, I dont have gujarati support on this machine. I would have written it in Gujarati otherwise.
અભિનંદન !! (copied from post above, but feelings are mine)
congratulations dr. poet, તમે આમ જ પ્રગતિ કરતાં રહો તેવી શુભકામનાઓ….
congratulations …………… ! !
આ તેર વર્ષનો ગાળો ?!!
બધાંને નડે છે કે શું ?
પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.
soooooooooooo nice…………………….. ! !
again all best wishes for ur great future ……….. ! !
ગમ્યુ.