કર્ણિકાર*

કર્ણિકાર….

કર્ણિકાર! ઓ કર્ણિકાર!*
ઘણા વખતથી ગીત જ લખ્યું નથી, તું કંઈક વિચાર…

ભરી વસંતે તારી જેમ જ થઈ ગયો છું ખાલી,
કાગળ પાડે આંસુ કોરાં, તોયે કલમ ના ચાલી;
તારે તો શું? ગ્રીષ્મ આવતાં નવા વાઘા તૈયાર,
મારું તો કંઈક વિચાર…

કેટકેટલાં ગીત મેં, પ્યારે! તારા નામનાં ગાયાં,
તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;
યાદ કરી એ દિવસો જૂના, સહેજ તો ઋણ ઉતાર,
કોઈક તો દે વિચાર…

વિવેક મનહર ટેલર
(૦૨-૦૨-૨૦૨૬)

(*કર્ણિકાર = ગરમાળો)

સોળે કળાએ…. કર્ણિકાર

23 thoughts on “કર્ણિકાર*

  1. તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;

    આ એક પંક્તિ આખા ખાલીપણાંને ઊભું કરવા સમર્થ છે… અદ્ભુત

  2. વાહ! હરહંમેશની જેમ સુંદર ગીત, ગરમાળાના સાપેક્ષમાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *