કર્ણિકાર*

કર્ણિકાર….

કર્ણિકાર! ઓ કર્ણિકાર!*
ઘણા વખતથી કંઈ જ નથી લખ્યું, તું કંઈક વિચાર…
નિષ્પ્રાણ કલમમાં શી વિધ કરવો પ્રાણ તણો સંચાર?

ભરી વસંતે તારી જેમ જ થઈ ગયો છું ખાલી,
કાગળ પાડે આંસુ કોરાં, તોયે કલમ ના ચાલી;
તારે તો શું? ગ્રીષ્મ આવતાં વસ્ત્ર નવાં તૈયાર,
મારું તો કંઈક વિચાર…

તારા એક એક પાન સંગ હું ‘લાસ્ટ લિફ’ જીવ્યો છું,
તારે એક એક સેર ફૂટે તે સાથે હું ફૂટ્યો છું;
તેં સૂરજનો, મેં જીવનનો સરખો ખાધો માર,
વિચાર, કંઈક વિચાર…

કેટકેટલાં ગીત મેં, પ્યારે! તારા નામનાં ગાયાં,
તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;
યાદ કરી એ દિવસો જૂના, સહેજ તો ઋણ ઉતાર,
કોઈક તો દે વિચાર…

વિવેક મનહર ટેલર
(૦૨-૦૨/૨૬-૦૩-૨૦૨૬)

(*કર્ણિકાર = ગરમાળો)

સોળે કળાએ…. કર્ણિકાર

27 thoughts on “કર્ણિકાર*

  1. તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;

    આ એક પંક્તિ આખા ખાલીપણાંને ઊભું કરવા સમર્થ છે… અદ્ભુત

  2. વાહ! હરહંમેશની જેમ સુંદર ગીત, ગરમાળાના સાપેક્ષમાં.

  3. તારા એક એક પાન સંગ હું ‘લાસ્ટ લિફ’ જીવ્યો છું,
    તારે એક એક સેર ફૂટે તે સાથે હું ફૂટ્યો છું;
    તેં સૂરજનો, મેં જીવનનો સરખો ખાધો માર,
    વિચાર, કંઈક વિચાર… kyaa baat sir ji !
    – વિવેક મનહર ટેલર – ( G(h)ar (Ne) Malo )
    (૦૨-૦૨/૨૬-૦૩-૨૦૨૬)

  4. ખૂબ જ સરસ રચના , , ઉનાળામાં ગરમાળાનો ઠાઠ કેવો સરસ , લીલા લીલા પાન અને પીળા ફૂલોની લટકતી શેર વાહ તન ,મન હદય પણ તરોતાજા લીલા લીલાં થઈ ગયાં વાહહહહહ્,સરસ રચના વિવેકભાઈ.

    • @પ્રજ્ઞા વશી:

      કેવો સરસ પ્રતિભાવ! આપ જેવા સર્જક સમય ફાળવીને આવો પ્રતિભાવ આપે ત્યારે લખ્યું સાર્થક થયું અનુભવાય…

      ખૂબ ખૂબ આભાર…

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *