
કર્ણિકાર….
કર્ણિકાર! ઓ કર્ણિકાર!*
ઘણા વખતથી કંઈ જ નથી લખ્યું, તું કંઈક વિચાર…
નિષ્પ્રાણ કલમમાં શી વિધ કરવો પ્રાણ તણો સંચાર?
ભરી વસંતે તારી જેમ જ થઈ ગયો છું ખાલી,
કાગળ પાડે આંસુ કોરાં, તોયે કલમ ના ચાલી;
તારે તો શું? ગ્રીષ્મ આવતાં વસ્ત્ર નવાં તૈયાર,
મારું તો કંઈક વિચાર…
તારા એક એક પાન સંગ હું ‘લાસ્ટ લિફ’ જીવ્યો છું,
તારે એક એક સેર ફૂટે તે સાથે હું ફૂટ્યો છું;
તેં સૂરજનો, મેં જીવનનો સરખો ખાધો માર,
વિચાર, કંઈક વિચાર…
કેટકેટલાં ગીત મેં, પ્યારે! તારા નામનાં ગાયાં,
તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;
યાદ કરી એ દિવસો જૂના, સહેજ તો ઋણ ઉતાર,
કોઈક તો દે વિચાર…
–
વિવેક મનહર ટેલર
(૦૨-૦૨/૨૬-૦૩-૨૦૨૬)
(*કર્ણિકાર = ગરમાળો)

સોળે કળાએ…. કર્ણિકાર
અદ્ભુત
@મીતાઃ
ખૂબ ખૂબ આભાર
વાહ સરસ ગીત.. કલમ ખીલી ઉઠે તેવી શુભકામનાઓ
વાહ સરસ ગીત.. કલમ ખીલી ઉઠે તેવી શુભકામનાઓ
@વારિજ લુહાર:
શુભેચ્છા બદલ દિલથી આભાર
Waah mastt!👌
@અમી:
ખૂબ ખૂબ આભાર
વાહ, સરસ ગીત . ઓગવ્યા પડછાયા . વાહ
@જયેશ ભટ્ટઃ
ખૂબ ખૂબ આભાર
સર્જકના મૂંઝારાની સુંદર અભિવ્યક્તિ. 👌
@કિશોર બારોટઃ
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
Waaahhh…saras geet chhe..
@ગૌરાંગ ઠાકરઃ
ખૂબ ખૂબ આભાર
તારા છાંયે મારા કેટલા ઓગાળ્યા પડછાયા;
આ એક પંક્તિ આખા ખાલીપણાંને ઊભું કરવા સમર્થ છે… અદ્ભુત
@મીના છેડા:
સરસ મજાનો પ્રતિભાવ પાઠવવા બદલ દિલથી આભાર
વાહ સરસ ગીત
@આસિફખાન આસિર:
ખૂબ ખૂબ આભાર
Wah… ગરમાળો..!! અદભૂત..!!
@રચના શાહ:
ખૂબ ખૂબ આભાર
વાહ! હરહંમેશની જેમ સુંદર ગીત, ગરમાળાના સાપેક્ષમાં.
@પ્રેમલ શાહ:
મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…
વાહ સાવ નોખો ભાવ પ્રગટાવ્યો છે
@ દક્ષા બી. સંઘવી:
ખૂબ ખૂબ આભાર
તારા એક એક પાન સંગ હું ‘લાસ્ટ લિફ’ જીવ્યો છું,
તારે એક એક સેર ફૂટે તે સાથે હું ફૂટ્યો છું;
તેં સૂરજનો, મેં જીવનનો સરખો ખાધો માર,
વિચાર, કંઈક વિચાર… kyaa baat sir ji !
– વિવેક મનહર ટેલર – ( G(h)ar (Ne) Malo )
(૦૨-૦૨/૨૬-૦૩-૨૦૨૬)
@ Poonam
ખૂબ ખૂબ આભાર
ખૂબ જ સરસ રચના , , ઉનાળામાં ગરમાળાનો ઠાઠ કેવો સરસ , લીલા લીલા પાન અને પીળા ફૂલોની લટકતી શેર વાહ તન ,મન હદય પણ તરોતાજા લીલા લીલાં થઈ ગયાં વાહહહહહ્,સરસ રચના વિવેકભાઈ.
@પ્રજ્ઞા વશી:
કેવો સરસ પ્રતિભાવ! આપ જેવા સર્જક સમય ફાળવીને આવો પ્રતિભાવ આપે ત્યારે લખ્યું સાર્થક થયું અનુભવાય…
ખૂબ ખૂબ આભાર…