*
દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દ્રષ્ટિ તું ભીંજવતી રહે.
છોડ નશ્વર યાદ, ઘર, ગલીઓ, નગર…
શબ્દના રસ્તે મને મળતી રહે.
હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.
તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.
છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
-વિવેક મનહર ટેલર
આ ગઝલ અગાઉ આ બ્લૉગ પર પ્રકાશિત થઈ ચૂકી છે. જૂની ગઝલમાં મત્લાનો શેર મને નબળો લાગતા એ બદલ્યો છે અને નવો જ મત્લો ઉમેર્યો છે. સામાન્યરીતે વાચકના હાથમાં કવિનો સંગ્રહ આવે ત્યારે તે કવિતાના આખરી સ્વરૂપમાં હોય છે. ઈન્ટરનેટનો આજે મને એક બીજો ફાયદો દેખાય છે તે એ કે મારી ગઝલમાં મને લાગેલી નબળાઈઓ મારી ક્ષમતા મુજબ સુધારીને હું ફરીથી વિશ્વની આગળ મૂકી શકીશ અને વાચક પણ કાવ્યના અંતિમ સ્વરૂપના બદલે પ્રારંભ અને અંત, એમ બંને રૂપો માણી શક્શે. અન્ય એક ફાયદો જે મને દેખાય છે તે એ કે હું મારા મિત્રો પાસેથી જૂના અને નવા સ્વરૂપની સરખામણી અને એ બંને વચ્ચેના તફાવત અને યોગ્યાયોગ્યતા વિશે યથાર્થ ટિપ્પણી પણ મેળવી શકીશ.
As such ur ghazals are too good,but is it possible for u to keep old and new ghazal sise by side? Because if any one wants to comment on it,they have to open and search old one which will be bit tought or difficult for lazy persons like me.
I think this is the ghazals kept on 29th december 2005.
This is just a suggestion,please donot mind it.
આમ તો પહેલા વાંચેલી… પણ આજે ફરીથી….. અને એ પણ થોડા નવા શેર અને ફેરફાર સાથે આ ગઝલ વાંચવાની મજા આવી… !!
Dear Puja,
Keeping old & new gazals side by side is a good idea. But I don’t know whether this wordpress formats allow comments or not. As far as searching the old Gazal, I have already given link in the foot-note. When you click on the Phrase “જૂની ગઝલ”, it takes you directly to the old post…
Take care…
very good changes….
હું ઘણીવાર તમારી આગળની જૂની ગઝલો પણ ક્યારેક વાંચુ છું…
પરંતુ હવે તમે જ એને તાજી કરાવતા રહેશો એટલે વધુ મજા આવશે…
ખુબ આનંદ થયો ! આભાર…
Vivekbhai
છું સમયની છીપમાં મોતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.
Enjoyed you ghazal.
I find myself tweaking my ghazals too over time. You are right, Internet does make it easier to do this.
ખરી વાત છે કે નવો મત્લાનો શેર આ ગઝલના ‘મૂડ’ને વધુ વફાદાર છે. પણ, મને તો ‘અડફેડ’ વાળો શેર પણ ગમતો’તો… એનાથી થોડી બરછટ-અલ્લડ જાતની અસર આવતી’તી.
જોકે ફરી વાર ‘રંદો’ ફરવાથી ગઝલ વધુ સુંવાળી અને સુગ્રથિત બની છે એમાં શંકા નથી. હજુ ય ગઝલનો શિરમોર શેર તો ‘છું સમયની છીપમાં…’ જ છે !
Very nice pictures with the poems on this site. I would like to know the author of the pictures? are they taken by Dr. Vivek?
Great combination of Picture and poem!!
Congratulations….
-Vinay Khatri
Dear Vinaybhai,
The one word answer to your question is, ‘yes’.
Thanks for being with me on this road of words….
Pingback: site
beautiful ghazal….
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
bahu saras ritae vaat ne gunthi chhe… Hu samay ni paar ne tu anagat … Bhavishy ma aavnari bani ja…
ઘણૂ સરસ
i cant write in guju mane type karata nathi aavadatu but its wondarfull…
છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે…
મોતી થૈ જશે તો યે સાચવીશ હું છીપમાં,
ઝીલીશ મારા પાશમાં તું વળગતી રહે..
વિવેકભાઈ અહીં પ્રયાસ કરું છું અડપલૂ ના માનતા…!!
હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને વહતી રહે.
બન્ને શેરો ખૂબ જ સુંદર વિવેકભાઈ.
ઉપરની કોમેન્ટ વાંચીને…..
લોક સમજે કાંકરો ડૂબી ગયો….
અંકમાં રાખી મને શ્વસતી રહે