![]()
(અમારું ‘અમે’નું ઘર…. …સોજા, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)
(૨૬-૦૧-૧૯૯૭ ~:~ ૨૬-૦૧-૨૦૦૮)
*
પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,
પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૦૭)