લગ્નજીવનની અગિયારમી વર્ષગાંઠ પર…


(અમારું ‘અમે’નું ઘર….           …સોજા, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)
(૨૬-૦૧-૧૯૯૭ ~:~ ૨૬-૦૧-૨૦૦૮)

*

પરિણય  નામ  છે  સંસારયજ્ઞે  ભેળા  તપવાનું,
પ્રણયના સાત  પગલાંથી નવી કેડીઓ રચવાનું;
વફાનું  બાંધી  મંગળસૂત્ર  પોતે પણ  બંધાવાનું,
વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના  ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર
(૨૦-૧૨-૨૦૦૭)

31 thoughts on “લગ્નજીવનની અગિયારમી વર્ષગાંઠ પર…

  1. બહુજ સરસ.ગણતત્રદસે ગુલામીમાથી મુક્ત થયાના દિવસે તમે બન્ને બન્ધનમા બન્ધાયા.ચાલો આજનો દિવસ સહુકોઇ ઉજવશે.મારો પણ આજે જન્મદિવસ તેથી પરસ્પર અભિનન્દની આપલે કરીશુ

  2. વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
    ‘અહમ્’ને દૂર મૂકીને,’આવામ્’ના ધામે વસવાનું !
    ખૂબ સરસ મુક્તક બન્યું છે.

  3. સુંદર મુક્તક.
    વધુ સુંદર ભાવના.
    અિત સુંદર કર્તવ્યપરાયણતાનો ખ્યાલ.
    ગયે વર્ષે ઉજવાયલી અમારી લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે
    િચ.ભાઈ સુરેશ જાનીએ(તેઓ મને મોટી બેન કહે છે) મોકલેલ શુભેચ્છાઓ યાદ આવી
    પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ
    તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
    શાર્દુલ વીક્રીડીત
    કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
    જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
    ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
    પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
    તમને પણ ફ્ળો,
    હાં, હમેં ના ભૂલાના…

  4. સોના જેમ તપેીને શુધ્હ થજો..ખુબ ફરજો અને ખુબ પ્રેમ કરજો.
    એકાંત મા કઈ મલાજો નહેી ને સમુહમા પુરો વેી વેક !!્.
    અભિનન્ંદન.

  5. વિવેકભાઈ અને શ્રીમતી વેવેકભાઈ (નામ ખબર નથી)
    સુખમય લગ્નજીવન ની પરમાત્માને પ્રાર્થના
    અભિનંદન
    સરસ મુક્તક

  6. Happy Anniversary….

    વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું

    ખુબ સરસ વાત ,

  7. વ્હાલા વિવેક-વૈશાલી, તમને બંનેને લગ્નજીવનની અગિયારમી વર્ષગાંઠ ખૂબ ખૂબ મુબારક… અમારા હાર્દિક અભિનંદન… અને જોડે જોડે સજોડાનાં આવતાં અનેક વર્ષો ખૂબ જ પ્રેમમય, સુખમય અને આનંદમય બની રહે, એ માટે અંતરની મબલખ મબલખ શુભેચ્છાઓ પાઠવીએ છીએ… અને એ પણ સજોડે જ હોં!

    સસ્નેહ- ઊર્મિ, સાગર અને જબરદસ્ત ભરતી… 😀

  8. પ્રિય વિવેકભાઇ,
    આપનુઁ સરસ મુકતક આપના દાન્પત્યજીવનની ખુશી અને ચહેરાની પ્રસન્નતાથી સ્પષ્ટ થાય ચ્હે.
    અભિનન્દન
    પઁકજ ત્રિવેદી

  9. Dear Vivekbhai n bhabhi,
    wishng a very Happy Wedding Anniversary…

    વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
    very very nice…. nice muktak..

  10. Dear Vivekbhai and Vaishalee ben,

    I send you my best wishes and congratulations to both of you. It is evident
    that you two represent one of the happiest couples! Otherwise, I do not believe Vivekbhai could continue his poetry along with his demanding medical practice!

    You will be pleased to know that I am sending this email from DD University, Nadiad, Gujarat. I came last week from Florida as a Visiting Professor to establish a Center for Surface Science and Nanotechnology at DDU. I plan to come to Nadiad for twice a year, each time for six weeks. Sometimes, I may come for three times a year. I am assisting younber faculty members to do research in Surface Science and Nanotechnology.

    Please plan to visit me in Nadiad if your travel brings you. With best wishes and warmest personal regards,

    Dinesh O. Shah, Visiting Professor of Surface Science and Nanotechnology, DDU, Nadiad, India

  11. અભીનંદન..બંન્નેને..બસ, આમ જ હસતા રહો, ખીલતા રહો..એવી અંતરની શુભેચ્છાઓ.

  12. ‘અમે’ ના ઘરમા વસતા બન્ને ‘વી’ નુ હાસ્ય ખરેખરે ‘વી’ પણુ સાર્થક કરે છે. આવતા તમામ વર્ષો આવી રીતેજ કાવ્યાત્મક હસતા રહો તેવી પ્રભુ પ્રાર્થના અને શુભેચ્છાઓ.

  13. બહુ મોડું નથી થયું એટલે વાંધો નહી. આપની 11મી લગ્નની વર્ષગાંઠની શુભેચ્છાઓ.
    એક વાત કહું?
    મારા દીકરાની સમાંતર તમે પણ જાઓ છો. એની જન્મ તારીખ અને આપની જન્મ તારીખ પ્રમાણે 10 દિવસનો ફરક છે તેમજ લગ્નતારીખમાં જોકે 1 વર્ષનો ફરક છે. એની તા. 22/1/1996 છે. છેને યોગાનુ યોગ !!!!!!!!!!

  14. વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું ; ખુબ જ સરસ રચના……
    લગ્નની અગ્યારર્મી વરસગાંઠ બદ્દ્લ ખુબ અભિન્ંદન્…….
    Hope you live a longgggggg life with your wife ( સજોડે ),
    & we live your creations!!!
    Heartly congratulation once again to both of you…
    May all આyour dreams come true… !

  15. ૧૧મી લગ્નજયંતિનીહાર્દિક શુભેચ્છાઓ.
    હંમેશ મુજબ હું મોડો….

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  16. વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !
    સુંદર…. !!!

    અગિયારમી વર્ષગાંઠ એટલે,
    સહજીવનનો એક દાયકો પૂરો …., ખરું ને ?!!

    વિવેકભાઈ અને વૈશાલીબેન,
    સહજીવનના દાયકા આમ જ હસતાં હસતાં વીતાવે તેવી શુભેચ્છા….. !!

    હેતલ, પીન્કી, ઑમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *