ફૂલો પર

Flowers
(આ ઓસ છે કે છે…                                                ….૨૦૦૩)

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૯-૨૦૦૮)

(છંદ વિધાન: લગાલગા લલ ગાગા લગાલગા ગાગા[લલગા] )

 1. Meena Chheda’s avatar

  રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
  આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

  દરેક શેર એકબીજાની આંગળી પકડીને આવ્યા છે ને છતાંય બધાનું પોતાનું આગવું સ્થાન. દરેકની સ્વતંત્ર વાત… ક્યાંક કટાક્ષ તો ક્યાંક વેદના..

  Reply

 2. Urmi’s avatar

  અરે વાહ દોસ્ત… ઘણા વખતે ગઝલદેવી પધાર્યા ! 🙂

  રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
  આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

  તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
  તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

  સુંદર ગઝલ.. પણ આ બે શેર વધુ ગમી ગયા… અભિનંદન.

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…. 🙂

  Reply

 3. Ajay Nayak

  Dear Vivek Bhai

  બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
  તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

  I like this….

  Reply

 4. સુનિલ શાહ’s avatar

  વાહ..સરસ ગઝલ..ફૂલ જેવી કોમળતા તમારા શબ્દોમાં છે.
  વિવેકભાઈ..‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ..’ એ જ છંદ છે ને..?

  Reply

 5. વિવેક’s avatar

  હા, સુનિલભાઈ… એજ છંદ છે…

  Reply

 6. jugalkishor’s avatar

  ટેરવાં સળવળી ઉઠે એવી ગઝલ તમે આપી છે, વિવેકભાઈ !
  આમ જ વરસતા રહો.

  Reply

 7. Praful Thar’s avatar

  પ્રિય વિવેકભાઇ,
  હૂં કવિયત્રી મનોરમા ઠાર નો ભાઇ છું અને હું હજી આ કવિતા બાબતે નવો નિશાળયો છું. જોકે મને થોડો રસ પડવા માંડ્યો છે તમારી કવિતાઓ વાંચીને. ખરેખરતો હું પણ એ ‘ ડાયબીટીસના એ અસાધ્ય મુસીબતોથી બચી ગયો છું એથી લખી છું હું કે જો તુટ્યો હું હોત તો આવી સરસ કવિતાઓ તમારી વાંચી શક્યો હું હોત રાજા ?’

  લી. પ્રફુલ ઠાર

  Reply

 8. pragnaju’s avatar

  અહીં તો સ્નોના થર વચ્ચે છીએ ત્યારે
  બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
  તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?
  આ કલ્પના પણ પ્રફુલ્લીત કરી દે છે!
  તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
  તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.
  વાહ્
  અમે તો
  છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
  હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
  સુનિલભાઈના છંદે ચઢી…ફ્રીઝીંગ ચીલમાં સ્નો કાઢતા પ્રસ્વેદ પણ બરફ થઈ જાય ત્યારે
  ‘કભી કભી મેરે દિલ’ના ઢાળમા ગાતાં ખરજના સુર નીકળ્યા!

  Reply

 9. Bharat’s avatar

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…

  બહુજ નજાકતથી નસીબના બળિયાની વાત જહેર કરી દીધી ચ્હે.
  બાકી ઝિંદગી ત ક્ણ્ટકો થીજ ભરેલી છ્હે.

  Reply

 10. Chetan framewala’s avatar

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…

  ઘા છે ફૂલોના કોને કહેશો તમે?
  કંટકો પર દોષ એનો નાખજો.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 11. mannvantpatel’s avatar

  SAMAYSAR AAAvi cHADi …bAAGMAA Tu ::::
  SARu THAYu !!!!!!!!!!!!!!!!!!!!!! SARu J THAYu !

  Reply

 12. P Shah’s avatar

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

  વાહ ! વિવેકભાઈ, સું દર ગઝલ !
  આ શેર ખૂબ ગમ્યો.
  અભિનંદન !

  http://www.aasvad.wordpress.com

  Reply

 13. જયશ્રી’s avatar

  આ હા હા… ઘણા વખતે ગઝલ લઇને આવ્યા ને કંઇ…

  દરેક શેર ગમી ગયા… સાચ્ચે જ.. અને એમાં પહેલા ૨ તો ખૂબ જ ગમી ગયા…
  કોઇ સંગીતકારને કહો કે આને compose કરે… મને તો ગાવાનું મન થઇ રહ્યું છે..!!

  અને મક્તાના શેરમાં પણ તમે કમાલ કરી છે કવિ..

  મઝા આવી ગઇ..!

  Reply

 14. Pinki’s avatar

  superb !!

  અલ્લડ ગઝલ !!

  ફિર છેડી બાત ….બાત ફૂલોકી……( છંદ ? )
  તલત અઝીઝ વાળી ના રાગ પર મજા આવે એમ ગાઈ શકાય છે.

  Reply

 15. વિવેક’s avatar

  મને લાગે છે કે આ ગઝલનો છંદ વધારે પ્રમાણમાં ગેય હોવાથી છંદને અનુરૂપ ગીતોની વાત વારંવાર થઈ રહી છે. આ ગઝલના છંદ પર આધારિત કેટલાક જાણીતા ગીત-ગઝલ આ રહ્યા:

  * कभी कभी मेरे दिल में खयाल आता है
  * कभी किसी को मुकम्मिल जहाँ नहीं मिलता
  * करोगे याद तो हर बात याद आयेगी
  * किसी नज़र को तेरा इंतज़ार आज भी है
  * हमें तो लूट लिया मिल के हुस्नवालों ने
  * खिज़ाँ के फूल पे आती कभी बहार नहीं
  * रुके रुके से कदम रुक के बार-बार चले
  * तु इस तरह से मेरी जिंदगी में सामिल है

  જ્યારે “ફિર છિડી રાત બાત ફૂલોંકી” ગીતમાં “ગાલગા ગાલગા લગાગાગા” છંદ છે જે આ ગઝલના છંદથી સાવ વિપરીત છે. આ છંદમાં લખાયેલી મારી એક ગઝલ અહીં જોઈ શકાશે:

  http://vmtailor.com/archives/157

  Reply

 16. Pinki’s avatar

  વિવેકભાઈ,
  સુંદર માહિતી માટે આભાર…..

  ખરેખર તો ગઝલનો મૂડ તે ગીતનાં મૂડ સાથે બરાબર મૅચ કરે છે.
  બાકી તો – કભી કભી પ્રમાણે જ બરાબર બેસે …

  તુ ઇસ તરહ સે … અને ફિર છિડી પણ સંગીતની દૃષ્ટિએ પાછા થોડા મૅચ કરે છે
  છંદ અલગ અલગ હોવા છતાં…… અલગ રીતે સામ્યતા !!

  Reply

 17. vijaybhai’s avatar

  what a Ghazal for new Ghazal send this mail id

  THANKS,

  VIJAYBHHAI

  Reply

 18. chandrika’s avatar

  very nice

  Reply

 19. pravina Kadakia’s avatar

  વાહ , ફુલો આમ પણ ગર્વીલા હોય છે.
  આજે તમે તો તેમા ચાર ચાંદ લગાવી દીધા.
  ફૂલ ગર્વ શામાટે ન કરે. પ્રભુએ તેને ખુલ્લે હાથે રંગ,રુપ અને ગંધની લહાણ કરી છે.
  માત્ર કમનસિબ એટલુંજ કે જીવનની ક્ષણો અલ્પ બક્ષી છે.

  Reply

 20. Rajiv’s avatar

  તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
  તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

  સુંદર વાત… સુંદર ગઝલ…!

  Reply

 21. daxesh’s avatar

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

  વાહ, શું સુંદર વાત કહી દીધી …

  Reply

 22. Nilesh Bhalani’s avatar

  supperb

  એક દમ મસ્ત કવિતા

  Reply

 23. indravadan gvyas’s avatar

  મને ખુબ ગમી આ ગઝલ.

  Reply

 24. Gaurang Thaker’s avatar

  સરસ ગઝલ…મઝા આવી…દરેક શેર મઝાના થયા….

  Reply

 25. Maheshchandra Naik’s avatar

  સરસ ગઝલ્ ડો વિવેક્ભાઇ, ફુલોનિ વાત કરિ ઘણુ બધુ કહિ દિધુ,
  આભાર

  Reply

 26. urvashi parekh’s avatar

  ઘણી જ સુન્દર રચના..
  રડી રડી ને વિખેરાઈ રાત ફુલો પર.
  આ ઓસ છે કે,છે મારી જ જાત ફુલો પર,
  મન ને અને વેદના ને કેટલી સરસ રિતે શબ્દો મા મુકી શક્યા છો.
  અભિનન્દન્..
  કદાચ અમારે ત્યાઁ ઇન્ટરનેટ નહોતુ ચાલી રહ્યુ તેથી મને બહુ મોડી આ રચના
  વાન્ચવા મળી…
  ખુબ સરસ …આમ જ લખતા રહો..

  Reply

 27. GURUDATT’s avatar

  રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
  આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

  એકે એક શેર ખુબ જ સુંદર..પુલકિત..ઓસ ને ફુલના સંબંધની રચના ઑ
  મને ખૂબ ગમે છે..

  સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
  નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

  વાહ..આખરમાં તો પરાકાષ્ટા..
  આભિનંદન..

  Reply

 28. Nirlep Bhatt’s avatar

  bahu j saras..

  Reply

 29. Bharat Sukhparia’s avatar

  વાહ, મજા પડેી ગઈ..

  Reply

 30. kanaiya patel’s avatar

  વિવેકભાઇ, આજે ૫હેલી વાર ગઝલ વાચી ૫ણ મજા ૫ડી આભાર્

  Reply

 31. DAMINI’s avatar

  hi
  nice . like it.

  Reply

 32. મીના છેડા’s avatar

  ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
  ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

  Reply

 33. deepak’s avatar

  પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
  ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

  ખુબ સરસ વિવેકભાઈ 🙂

  Reply

 34. Rina’s avatar

  heard this one in your album…..beautiful ghazal and beautiful composition too..

  Reply

 35. Chetna Bhatt’s avatar

  Superb..

  shu koi e aa gazal gai chhe..?

  mane km evu lage chhe k me sambhdi chhe..

  Reply

 36. વિવેક’s avatar

  @ ચેતના ભટ્ટ:

  મારી કવિતાઓના ઑડિયો આલ્બમ “અડધી રમતથી”માં ચોથા નંબરે આ ટ્રેક છે, જે અનિકેત ખાંડેકરે સરસ રીતે ગાયો છે…

  Reply

 37. Chetna Bhatt’s avatar

  હા બહુ જ સરસ રિતે ગવાઈ ચે આ ગઝલ્..

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *