ફૂલો પર

Flowers
(આ ઓસ છે કે છે…                                                ….૨૦૦૩)

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૯-૨૦૦૮)

(છંદ વિધાન: લગાલગા લલ ગાગા લગાલગા ગાગા[લલગા] )

40 thoughts on “ફૂલો પર

  1. રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
    આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

    દરેક શેર એકબીજાની આંગળી પકડીને આવ્યા છે ને છતાંય બધાનું પોતાનું આગવું સ્થાન. દરેકની સ્વતંત્ર વાત… ક્યાંક કટાક્ષ તો ક્યાંક વેદના..

  2. અરે વાહ દોસ્ત… ઘણા વખતે ગઝલદેવી પધાર્યા ! 🙂

    રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
    આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

    તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
    તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

    સુંદર ગઝલ.. પણ આ બે શેર વધુ ગમી ગયા… અભિનંદન.

    ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…. 🙂

  3. Dear Vivek Bhai

    બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
    તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

    I like this….

  4. વાહ..સરસ ગઝલ..ફૂલ જેવી કોમળતા તમારા શબ્દોમાં છે.
    વિવેકભાઈ..‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ..’ એ જ છંદ છે ને..?

  5. ટેરવાં સળવળી ઉઠે એવી ગઝલ તમે આપી છે, વિવેકભાઈ !
    આમ જ વરસતા રહો.

  6. પ્રિય વિવેકભાઇ,
    હૂં કવિયત્રી મનોરમા ઠાર નો ભાઇ છું અને હું હજી આ કવિતા બાબતે નવો નિશાળયો છું. જોકે મને થોડો રસ પડવા માંડ્યો છે તમારી કવિતાઓ વાંચીને. ખરેખરતો હું પણ એ ‘ ડાયબીટીસના એ અસાધ્ય મુસીબતોથી બચી ગયો છું એથી લખી છું હું કે જો તુટ્યો હું હોત તો આવી સરસ કવિતાઓ તમારી વાંચી શક્યો હું હોત રાજા ?’

    લી. પ્રફુલ ઠાર

  7. અહીં તો સ્નોના થર વચ્ચે છીએ ત્યારે
    બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
    તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?
    આ કલ્પના પણ પ્રફુલ્લીત કરી દે છે!
    તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
    તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.
    વાહ્
    અમે તો
    છૂપાવીને તમારી યાદનો મકરંદ રાખીશું
    હૃદયના પુષ્પમાં એને સદા અકબંધ રાખીશું
    સુનિલભાઈના છંદે ચઢી…ફ્રીઝીંગ ચીલમાં સ્નો કાઢતા પ્રસ્વેદ પણ બરફ થઈ જાય ત્યારે
    ‘કભી કભી મેરે દિલ’ના ઢાળમા ગાતાં ખરજના સુર નીકળ્યા!

  8. ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…

    બહુજ નજાકતથી નસીબના બળિયાની વાત જહેર કરી દીધી ચ્હે.
    બાકી ઝિંદગી ત ક્ણ્ટકો થીજ ભરેલી છ્હે.

  9. ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર…

    ઘા છે ફૂલોના કોને કહેશો તમે?
    કંટકો પર દોષ એનો નાખજો.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  10. ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

    વાહ ! વિવેકભાઈ, સું દર ગઝલ !
    આ શેર ખૂબ ગમ્યો.
    અભિનંદન !

    http://www.aasvad.wordpress.com

  11. આ હા હા… ઘણા વખતે ગઝલ લઇને આવ્યા ને કંઇ…

    દરેક શેર ગમી ગયા… સાચ્ચે જ.. અને એમાં પહેલા ૨ તો ખૂબ જ ગમી ગયા…
    કોઇ સંગીતકારને કહો કે આને compose કરે… મને તો ગાવાનું મન થઇ રહ્યું છે..!!

    અને મક્તાના શેરમાં પણ તમે કમાલ કરી છે કવિ..

    મઝા આવી ગઇ..!

  12. superb !!

    અલ્લડ ગઝલ !!

    ફિર છેડી બાત ….બાત ફૂલોકી……( છંદ ? )
    તલત અઝીઝ વાળી ના રાગ પર મજા આવે એમ ગાઈ શકાય છે.

  13. મને લાગે છે કે આ ગઝલનો છંદ વધારે પ્રમાણમાં ગેય હોવાથી છંદને અનુરૂપ ગીતોની વાત વારંવાર થઈ રહી છે. આ ગઝલના છંદ પર આધારિત કેટલાક જાણીતા ગીત-ગઝલ આ રહ્યા:

    * कभी कभी मेरे दिल में खयाल आता है
    * कभी किसी को मुकम्मिल जहाँ नहीं मिलता
    * करोगे याद तो हर बात याद आयेगी
    * किसी नज़र को तेरा इंतज़ार आज भी है
    * हमें तो लूट लिया मिल के हुस्नवालों ने
    * खिज़ाँ के फूल पे आती कभी बहार नहीं
    * रुके रुके से कदम रुक के बार-बार चले
    * तु इस तरह से मेरी जिंदगी में सामिल है

    જ્યારે “ફિર છિડી રાત બાત ફૂલોંકી” ગીતમાં “ગાલગા ગાલગા લગાગાગા” છંદ છે જે આ ગઝલના છંદથી સાવ વિપરીત છે. આ છંદમાં લખાયેલી મારી એક ગઝલ અહીં જોઈ શકાશે:

    https://vmtailor.com/archives/157

  14. વિવેકભાઈ,
    સુંદર માહિતી માટે આભાર…..

    ખરેખર તો ગઝલનો મૂડ તે ગીતનાં મૂડ સાથે બરાબર મૅચ કરે છે.
    બાકી તો – કભી કભી પ્રમાણે જ બરાબર બેસે …

    તુ ઇસ તરહ સે … અને ફિર છિડી પણ સંગીતની દૃષ્ટિએ પાછા થોડા મૅચ કરે છે
    છંદ અલગ અલગ હોવા છતાં…… અલગ રીતે સામ્યતા !!

  15. વાહ , ફુલો આમ પણ ગર્વીલા હોય છે.
    આજે તમે તો તેમા ચાર ચાંદ લગાવી દીધા.
    ફૂલ ગર્વ શામાટે ન કરે. પ્રભુએ તેને ખુલ્લે હાથે રંગ,રુપ અને ગંધની લહાણ કરી છે.
    માત્ર કમનસિબ એટલુંજ કે જીવનની ક્ષણો અલ્પ બક્ષી છે.

  16. તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
    તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

    સુંદર વાત… સુંદર ગઝલ…!

  17. ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

    વાહ, શું સુંદર વાત કહી દીધી …

  18. સરસ ગઝલ્ ડો વિવેક્ભાઇ, ફુલોનિ વાત કરિ ઘણુ બધુ કહિ દિધુ,
    આભાર

  19. ઘણી જ સુન્દર રચના..
    રડી રડી ને વિખેરાઈ રાત ફુલો પર.
    આ ઓસ છે કે,છે મારી જ જાત ફુલો પર,
    મન ને અને વેદના ને કેટલી સરસ રિતે શબ્દો મા મુકી શક્યા છો.
    અભિનન્દન્..
    કદાચ અમારે ત્યાઁ ઇન્ટરનેટ નહોતુ ચાલી રહ્યુ તેથી મને બહુ મોડી આ રચના
    વાન્ચવા મળી…
    ખુબ સરસ …આમ જ લખતા રહો..

  20. રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
    આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

    એકે એક શેર ખુબ જ સુંદર..પુલકિત..ઓસ ને ફુલના સંબંધની રચના ઑ
    મને ખૂબ ગમે છે..

    સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
    નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

    વાહ..આખરમાં તો પરાકાષ્ટા..
    આભિનંદન..

  21. વિવેકભાઇ, આજે ૫હેલી વાર ગઝલ વાચી ૫ણ મજા ૫ડી આભાર્

  22. ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
    ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

  23. Pingback: અડધી રમતથી… (એક ઝલક) | ટહુકો.કોમ

  24. પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
    ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

    ખુબ સરસ વિવેકભાઈ 🙂

  25. @ ચેતના ભટ્ટ:

    મારી કવિતાઓના ઑડિયો આલ્બમ “અડધી રમતથી”માં ચોથા નંબરે આ ટ્રેક છે, જે અનિકેત ખાંડેકરે સરસ રીતે ગાયો છે…

  26. તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
    તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર….
    વિવેકભાઈ ખુબજ સુંદર શબ્દ ની માળા
    ગુથીછે તમે ફૂલો પર નહિતર ભાવ કોણ
    પૂછત આ ફલો નો
    ખુબ સુંદર આપણી કલમ છે અને માં
    સરસ્વતી નો તમારી પર હાથછે
    કે બી સોપારીવાલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *