(મધદરિયે રમત… …કારવાર, કર્ણાટક, નવે. 2008)
*
ધર્મ
સામાજિક એક્તાની જનેતા બની રહશે
એમ વિચારીને
ટિળકે ગણેશોત્સવ શરૂ કર્યો.
આજે
દરેક શેરીમાં
ઓછામાં ઓછા ત્રણ ગણેશ સ્થપાય છે…
હોળીનું પણ એવું જ થયું-
મહોલ્લે મહોલ્લે આગ-
-જેટલી ભીતર એટલી બહાર…?
પહેલાં
આખા શહેરમાં એક જ રાવણ બળાતો
અને કીડિયારાંની જેમ લોક ઊભરાતું.
હવે
રાવણદહન પણ ઠેકઠેકાણે થવા માંડ્યું છે.
માણસની તહેવારપ્રિયતા વધી રહી છે
એમ તમે માનતા હો
તો રહેવા દો…
તો તો મારે તમને કશું કહેવાનું રહેતું જ નથી !
કારણ કે
મને તો લાગે છે કે
આ બધું
આપણી અંદર કશાકને
inversely proportionate છે…
-વિવેક મનહર ટેલર
(૦૯-૧૦-૨૦૦૮)
ઇનવર્સ પ્રપોર્શન માટે વાહ વાહ તો કહેવું જ પડે !
મને તો લાગે છે કે…
ામને લાગે છે કે-
સંતોનો આ કરુણાભાવ જ ધરાતલ પર ધબકી રહેલા માનવજીવોના ધબકારમાં સુગંધ ભરવાનું કામ કરશે. તેમણે યોજેલ ઉપાયો inversely proportionate નથી-આવા ઉપાયો ન હોત તો સ્થિતી વધુ ખરાબ હોત. કહેવાતા ધર્મોએ માનવ માનવ વચ્ચે સર્વનાશથીય ભૂંડી એવી પરસ્પર-દ્વેષ-ઘૃણાની નારકીય દીવાલો ઊભી કરી દીધી છે.ત્યારે શ્રેય-પ્રેય-વિવેક કેળવી જાણે તેવા સમગ્ર આકલન માટે સમૂહ અને વ્યૂહ એમ બેઉ દર્શનની જરૂર છે જ્…
Exactly…u got the nerve.All like wise incidents u mentioned,”inversely proportionate” …changing mood of society…rather i should say individual..Everybody wants 2 indulge in a unhealthy race of being different,wants 2 show thier understanding of materialistic subjects..aggresively…but we still have a Hope…Individual hope…4 better world tomorrow…
સરસ !
ધર્મ એ ભાષા જેવી છે.
જે એક જ વાતને કે સત્યને પોતાની રીતે પોતાની ભાષા એટલે કે પોતાના ધર્મ મુજબ કહે છે.
પણ દરેકને બધી ભાષા ના આવડતી હોયને – ??!!! well said naa……. !!
શાહરૂખખાનને આ મતલબનું કઈક કહેતાં ક્યાંક સાંભળેલો ……
અને મને એની ‘ભાષા’માં આવી કઈક સમજ પડી !!!
હવે વિવેકભાઈ એક જ ભાષામાં સાર્થ અને ઉંઝા જેવી વાત લાવ્યા ??!!!
but like it……..!!
મહોલ્લે મહોલ્લે આગ-
-જેટલી ભીતર એટલી બહાર…?
ખૂબ સરસ…માર્મિક વાત.
GANESHUTSAV, HOLIKADAHAN & RAVANDHAN is rightly inversely proponate to feelings of all of us Dr. Vivkbhai, you gave the correct picture of all of us.
‘I am the first man in the history to say that religions are a barrier in religiousness.’
– Osho
ૅAwesome….