એક એક કરતાં ઓગણીસ ગયાં…

હાથમાં કલમ લઈને કાગળ પર છેલ્લી કવિતા ક્યારે લખી હશે એ યાદ નથી… ટેકનોલોજી એ હદે સદી ગઈ છે કે કવિતા હવે સીધેસીધી મોબાઇલમાં કે કમ્પ્યુટરના કી-બૉર્ડ પર જ લખાય છે. વરસે-બે વરસે એકાદવાર કવિતા છપાવવા માટે સામયિકોને મોકલતો હોઈશ… સામયિકોના રસ્તે થઈ આપ સહુ સુધી પહોંચવાના બદલે જે ટેકનોલોજી કાવ્યસર્જનનું ઉપાદાન બની છે, એનો જ હાથ ઝાલીને આપના સુધી પહોંચવું મને વધારે પસંદ પડે છે… અને આ પસંદગીને આજે એક એક કરતાં ઓગણીસ વરસ પૂરાં થયાં… જાણું છું કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…

આપનો આ સ્નેહ અને સંગાથ કદમ કદમ પર બનાવી રાખજો…

૧૯ વર્ષ…
૭૦૦થી વધુ રચનાઓ..
૧૬૦૦૦ થી વધુ પ્રતિભાવો…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
વેબસાઇટની લિન્ક આપના મિત્રમંડળોમાં પણ મોકલજો. આભાર…

અસ્તુ!

4 thoughts on “એક એક કરતાં ઓગણીસ ગયાં…

  1. હમેશા તમારા શ્બ્દોનો અને સરસ મજાનેી કવિતાનો લાભ મલતો રહે એવેીઆશા સાથેૅ નવા ઈન્ગલેીશ વર્શના ખુબ ખુબ અભિનન્દન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *