
તું નાસીપાસ રહે એ મને નથી ગમતું…. ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫
૧૧-૧૧-૨૦૨૨ના દિવસે અડધી લખેલી ગઝલ ત્રણ વરસ પછી ૨૪-૧૦-૨૦૨૫ના રોજ પૂરી કરી – તમે ઉદાસ રહો એ મને નથી ગમતું… પણ ‘રહો’ રદીફ રહી રહીને ‘રહે’ પોકારતી હતી, એટલે એ ગઝલ રદ કરીને એકાદ-બે નવા શેર સાથે આ નવી ગઝલ. આપને કઈ ગઝલ ગમી? મૂળ ગઝલ કે આ નવ્યસંસ્કરણ? કમેન્ટમાં અવશ્ય જણાવજો…
તું નાસીપાસ રહે એ મને નથી ગમતું,
સતત ઉદાસ રહે એ મને નથી ગમતું.
ઉદાસ રહે ભલે, કિંતુ ઉદાસ હાલતમાં
તું આસપાસ રહે એ મને નથી ગમતું.
મને ગમે જ છે તું આસપાસ હો એ, પણ
હા, બારેમાસ રહે એ મને નથી ગમતું.
અમાસ છે તો આ સૌ તારલા બુઝાવી દો…
લગીર ઉજાસ રહે એ મને નથી ગમતું.
તરત પરત જવા દેવાનું રુચે કેમ ભલા?
તું થઈને શ્વાસ રહે એ મને નથી ગમતું.
હો ફક્ત આવજા ગંતવ્ય એવો શ્વાસ સમો
અદિશ પ્રવાસ રહે એ મને નથી ગમતું
ગઝલમાં આવે છે તો આવ અર્થ થઈ, કેવળ
બનીને પ્રાસ રહે એ મને નથી ગમતું.
– વિવેક મનહર ટેલર
(૨૦-૧૧-૨૦૨૫)
ભલેને તેં મને દિલની નજીક રાખ્યો નથી,
બીજાની ખાસ રહે એ મને નથી ગમતું.
– આ શેર તો બિલકુલ અનાયાસ ને આપોઆપ જ સ્ફૂરી આવ્યો… પણ લખ્યા પછી ખ્યાલ આવ્યો કે ‘તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી’ ગીતના દૃઢીભૂત સંસ્કારનું જ એ ફરજંદ હોવાની શક્યતા નકારી ન શકાય. એટલે ગઝલના નવોન્મેષ સમયે એ શેર ગઝલમાંથી દૂર કર્યો છે.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને… ….સામાન્ય કલકલિયો, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫
તું થઈને શ્વાસ રહે એ મને નથી ગમતું. ??
reflects negative feeling ..
@શરદ શેઠઃ
પહેલા મિસરામાં એનો જવાબ છે જ… શ્વાસ ગમે એટલા કિંમતી અને અનિવાર્ય કેમ ન હોય, લઈએ એટલે તરત પરત છોડવા જ પડે… પ્રિયજન આવીને તરત પરત ચાલ્યા જાય એ ન ગમતું હોવાની વાત છે. નકારાત્મક લાગણી નથી…
આશા છે કે હું વાતને સ્પષ્ટ કરી શક્યો હોઈશ…
ખૂબ ખૂબ આભાર
બહુ સરસ ગઝલ…!!
@ શૈલેષ ગઢવી:
ખૂબ ખૂબ આભાર
વાહ.. સરસ ગઝલ છે. બીજો શેર વાંચીને કવિ ભાવેશ.ભટ્ટનો એક શેર યાદ આવ્યો
કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.
@ગૌરાંગ ઠાકરઃ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર ગઝલ…..
@ નેહા પટેલ:
ખૂબ ખૂબ આભાર
વાહ, બહુ સરસ.
@ કિશોર બારોટ:
ખૂબ ખૂબ આભાર
છેલ્લો શેર ઉત્તમ છે.પણ રદ કર્યો એ પણ સારો જ છે
કોઇક ગીત ગઝલ ની છાયા દેખાય તેથી મહત્વ ઓછું
થતું નથી.
@Jaypee
આપનેી વાત સાચી… વિચાર કરીશ..
ખૂબ ખૂબ આભાર…
વાહ
@જયેશ ભટ્ટ:
ખૂબ ખૂબ આભાર
Wah bahu saras
@કાજલ શાહ:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ
@ગિરીશ શર્મા:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ ગઝલ….👌
@સુનીલ વ્યાસ:
ખૂબ ખૂબ આભાર
ઉદાસ રહે ભલે, કિંતુ ઉદાસ હાલતમાં
તું આસપાસ રહે એ મને નથી ગમતું. Uff ! ( virodhabhas pan ketalo ? Mane nathi gamtu )
– વિવેક મનહર ટેલર
(૨૦-૧૧-૨૦૨૫)
@પૂનમ:
સાહી પકડે હૈં….
ખૂબ ખૂબ આભાર