શબ્દો છે શ્વાસ મારા

સંકડાશ
(ગુફ્તેગૂ…                                                                                                                  …ઓક્ટોબર, ૨૦૦૮)

ધીમા મક્કમ પગલે

લગભગ ભરાઈ ચૂકેલી

ડોક્ટર્સ લિફ્ટમાં પ્રવેશું

એ પહેલાં

કોઈ દર્દીના બે’ક સગાં

ઝડપથી અંદર ઘુસી ગયા.

પાંચ માળ ચઢી જાઉં કે થોભું

એ વિમાસણમાં

મારી નજર લિફ્ટમેન સાથે મળી.

એણે તરત જ

એ બંને સગાંને બહાર કાઢ્યા.

રહેવા દે, વાંધો નહીં,

હું દાદર ચઢી જઈશ

- આ બે વાક્ય હૈયેથી હોઠે આવે

એ પહેલાં તો હું લિફ્ટમાં પ્રવેશી ચૂક્યો હતો.

-વિવેક મનહર ટેલર

(૧૯-૦૭-૨૦૦૮)

વધુ ચાર પ્રકાશિત રચનાઓ…
પ્રકાશિત રચનાઓના આલ્બમમાં વધુ ચારનો ઉમેરો…

(”નવનીત સમર્પણ”, ઑક્ટોબર-2008….               …તંત્રી શ્રી દીપક દોશી)

(’દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો’ - આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(’મને શબ્દ જો મળે રાહમાં’ - આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(”શહીદે ગઝલ”, સપ્ટે-નવે. 2008…           …તંત્રી શ્રી શકીલ કાદરી)

(’એક ઘેરો રંગ છે મારી ભીતર’ - આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(’મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ - આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

આવો
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ….                              ….સીગલ, નળ સરોવર, ૨૭-૦૧-૨૦૦૭)

જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,

જગતનો વ્યાપ એ રીતે વધારીએ, આવો.

નવા પ્રકાશ વિશે હાક મારીએ, આવો,

ભીતરની રાતનું પહેલાં વિચારીએ, આવો.

ફરીથી કાળના પ્રારંભબિંદુ પર જઈને,

ફરી જીવન શરૂ કરવાનું ધારીએ, આવો.

થીજી ગયું છે જે આવી સમયની આંખોમાં,

કદી એ આંસુની સૂની અટારીએ આવો.

આ પીળચટ્ટી પ્રતીક્ષાના તોરણો લઈને,

કમાન ખાલી પડેલી સંવારીએ, આવો.

અમારું ભીંતપણું, છતપણું ત્યજીને અમે,

ખુલાપટાક થઈ બેઠાં બારીએ, આવો.

સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,

પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

તમે ન આવો ભલે, જિંદગી જીવી લઈશું,

અસંભવિત કશું આવુંય ધારીએ, આવો.

-વિવેક મનહર ટેલર

(૧૮-૦૯-૨૦૦૮)

છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા લલગા (ગાગા)

આ ગઝલ જે તરહી મુશાયરામાં સર્વપ્રથમ રજૂ કરી હતી એનો સચિત્ર અહેવાલ લયસ્તરો (કડી:૧, કડી:૨) પર આપ માણી શકો છો અને આ ગઝલ ગનીચાચાની જે પંક્તિના આધારે લખાઈ છે એ મૂળ ગઝલ અને આ ગઝલ વિશે રઈશ મનીઆરનો અભિપ્રાય ટહુકો.કોમ પર માણી શકો છો.)

(રવિવારે, તા. 28-09-2008ના રોજ ‘માય એફ.એમ 94.3′ પર પ્રસારિત થયેલા ગનીચાચાવિશેષ સ્વરગુર્જરી કાર્યક્રમમાં આ ગઝલ રજૂ થઈ હતી જે આપ ટહુકો પર સાંભળી શકો છો.)

दस का दम કે દસ કદમ..?…
दस का दम…! ના…આ ટી.વી. પર આવતા સલમાનખાનના બહુચર્ચિત ગેમ-શૉની વાત નથી.. આ વાત છે છેલ્લા થોડા સમયમાં અલગ-અલગ સામયિકોમાં પ્રગટ થયેલી પણ નેટ-ગુર્જરી પર પીરસવાની રહી ગયેલી મારી દસ પ્રકાશિત રચનાઓની. આજે શનિવાર, તા. ૧૩-૦૯-૨૦૦૮થી શરૂ કરીને પ્રતિદિન એક પ્રકાશિત ગઝલ આ જ પૉસ્ટ પર અપલોડ કરતો રહીશ જેથી પ્રતિદિન આ સાઈટની મુલાકાત લેનાર મિત્રને એક જ નવી પ્રકશિત રચના સાથે ભેટો થાય. ટૂંકમાં, આ દસ કા દમ નહીં પણ મારા દસ કદમ છે જેમાં કદમ-કદમ પર આપનો સાથ-સંગાથ અનુભવવાનું મને ગમશે…

(1-2)

(”શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર, 2008….                                                ….તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)

(3)

(”કવિતા”, જુન-જુલાઈ, 2008…..                      …..તંત્રી શ્રી સુરેશ દલાલ)

(4)

(”કવિ” (સુરતના કવિઓનો વિશેષાંક), ઑગસ્ટ,2008…                       …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

(5)

(”પ્રિયજન”, ઑગસ્ટ, 2008…                          …તંત્રી શ્રી: દોસ્ત મેર)

(6)

(”બુદ્ધિપ્રકાશ”, ઑગસ્ટ, 2008……                               ….તંત્રી શ્રી મધુસૂદન પારેખ)

(7)

(”કવિ”, એપ્રિલ-2008….                                                                           …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

(8)

(”કવિ”, એપ્રિલ-2008….                                                           …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

(9-10)

(”કવિલોક”, મે-જૂન-2008….                                                         …તંત્રીશ્રી ધીરુ પરીખ)

થાઈલેન્ડ - કેમેરાની આંખે
‘ફોર અ ચેઈન્જ’ આજે કોઈ કવિતા નહીં કે નહી કોઈ પ્રકાશિત રચના… આજે જરા જુદી જ વાત માંડવી છે અને એ પણ મારે નહીં,મારા કેમેરાએ…. ગયા મહિને પટ્ટાયા, થાઈલેન્ડ ફરી આવેલ મારા કેમેરાનો લેન્સ આપ સહુ સાથે કેટલીક વાતો કરવા તલપાપડ છે… એ આંખોથી કહે છે, આપ આંખોથી સાંભળજો… (૨૦ થી ૨૫ ઑગસ્ટ, ૨૦૦૮)

(પટ્ટાયાનો શ્વેત રેતી અને ભૂરાં પાણી અને છમ્મલીલાં કિનારાવાળો લગભગ મોજાંરહિત સમુદ્ર તટ)

(મારા રૂમની બારીમાંથી રિસોર્ટનું વિહંગાવલોકન)

(આ જાળાં યાદ અપાવે મને હિંદુસ્તાનની…)

(વોટર સ્પૉર્ટ્સ… પટ્ટાયાની મુખ્ય લાક્ષણિક્તા)

(કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો…)

(ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…)

(લેડી-બૉય દ્વારા થતો વિશ્વવિખ્યાત અલ્કાઝાર શૉ)

(રોયલ ક્લબ બીચ રિસૉર્ટનો એક ભાગ અને મારી જિંદગીનો બીજો હિસ્સો)

(ના…ના… હવે ઘરે પાછાં તો નથી જ જવું…)

પટ્ટાયા, બેંગકોક અને અલ્કાઝાર શૉના બાકીના ઘણાબધા ભાતીગળ ફોટોગ્રાફ્સ જોવા ઈચ્છતા મિત્રોનું અહીં સ્વાગત છે:

http://vmtailor.spaces.live.com/photos/

દુર્ભેદ્ય ગઢનો પહેલો કાંગરો…
(શ્વેત સમુદ્ર….               ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…

(’પરબ’, ઑગસ્ટ, 2008…..                                             ….તંત્રી: શ્રી યોગેશ જોષી)

(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

કવિતા
(કોરતું ને કોરાતું એકાંત….                                                                    …..જુલાઈ, ૨૦૦૮)

તારા જવાથી

હું ઉદાસ તો હતો જ.

દુઃખીય ખરો.

અચાનક જ

ઉંમરનો થાક પણ વર્તાવા માંડ્યો.

માથા પર સ્થિર થઈ ગયેલા

પ્લાસ્ટર ઑફ પેરિસના આકાશમાં

આંખ

રાત આખી તારાઓ ગણતી થઈ ગઈ

અને કદી સ્વીચ-ઑફ ન કરી શકાય

એવી ટ્યુબલાઇટ સમી તારી યાદ ત્યાં સળગ્યા કરે છે….

આવામાં

વિરહવ્યાકુળ કવિ

કવિતા ન કરે તે કેમ ચાલે ?

હુંય બઠો એક કાગળ લઈને.

કોરા કાગળમાં થઈને

કેલેંડરના પાનાંના પાનાં

પસાર થઈ ગયા

પણ

તારા નામથી આગળ

કદી વધી જ નહીં મારી કવિતા…!

-વિવેક મનહર ટેલર

(૧૮-૦૮-૨૦૦૮)

तू न हो तो क्या हुआ ? (तस्बी गज़ल)
(જરા જરા ઉજાસ…                                                  …શોજા, હિ.પ્ર. નવે.-2007)

[See post to listen to audio]

લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

છે તું જ તુંનો ભાસ, તું નથી તો શું થયું ?

ચરણ, દિશા કે માર્ગ, ધ્યેય - કંઈ નથી રહ્યું…

…અને છે આ પ્રવાસ, તું નથી તો શું થયું ?

તું છે-નથીની વાતમાં યુગો છે અંધિયાર,

છતાં જરા ઉજાસ, તું નથી તો શું થયું ?

કોઈ નથી, કશે નથીની રણને ખાતરી

થઈ ત્યાં ઉગ્યું ઘાસ, તું નથી તો શું થયું ?

મેં રાત આખી રાત કાપવામાં કાઢી પણ

ટૂંકો પડ્યો પ્રયાસ, તું નથી તો શું થયું ?

તું ભૂલી ગઈ જે લઈ જવું હું એ જ વાપરી,

ગઝલ લખું છું ખાસ, તું નથી તો શું થયું ?

આ મેળે એકલું હજીય લાગતું નથી,

હશે તું આસપાસ ? તું નથી તો શું થયું ?

હશે તું આસપાસ, તું નથી તો શું થયું ?

લઈ રહ્યો છું શ્વાસ, તું નથી તો શું થયું ?

- વિવેક મનહર ટેલર

(૧૫-૦૮-૨૦૦૮)

हिंदी में गज़ल लिखने का ना ही मुझे कौशल्य हाँसिल है, ना ही मुहावरा । इक प्रयोग के तौर पर फ़िर भी ये कोशिश की है । और फ़िर ये हिन्दी गज़ल भी तो नहीं, ये तो है महज़ इक अनुवाद । गौर फ़रमाईयेगा ।

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

है तू ही तू का भास, तू न हो तो क्या हुआ ?

चरण, दिशा या मार्ग, ध्येय- कुछ नहीं रहा…

…और उस पे ये प्रवास, तू न हो तो क्या हुआ ?

तू है-नहीं की बात में युगों है अंधियार,

है फ़िर भी कुछ प्रकाश, तू न हो तो क्या हुआ ?

कोई कहीं नहीं का जब यकीं हुआ तभी,

उगी मरु में घास, तू न हो तो क्या हुआ ?

यूँ रात पूरी रात काटने में काटी पर,

कम ही पडा प्रयास, तू न हो तो क्या हुआ ?

तू भूल गई जो उसी को कर के इस्तमाल

ग़ज़ल लिखी है खास, तू न हो तो क्या हुआ ?

ये मैले में अकेला लगता क्युं नहीं अभी,

क्या तू है आसपास ? तू न हो तो क्या हुआ ?

क्या तू आसपास ? तू न हो तो क्या हुआ ?

मैं ले रहा हूँ साँस, तू न हो तो क्या हुआ ?

-विवेक मनहर टेलर

(१५-०८-२००८)

તારા રંગે રંગાઈ હું તો આખી
(આઈનો….                                 ….સેરોલસર તળાવ, શોજા, હિ.પ્ર., નવે.-૦૭)

શ્યામ ! તારા રંગે રંગાઈ હું તો આખી,

પોતીકા રૂપની આયને ઊભીને હવે કઈ રીતે કરું હું ઝાંખી ?

કમખામાં, ઘાઘરીમાં, ઓઢણીમાં, આંખડીમાં,

આયખામાં જેટલાં યે સળ છે;

તારા જ દીધા સૌ વળ છે.

કિયા છેડેથી બાકી તેં રાખી ?

મુને અંગ-અંગ રોમ-રોમ ચારે તરફથી તેં દોમ-દોમ દોથ-દોથ ચાખી.

શીકાંઓ તોડ, મારાં વસ્તર તું ચોર,

મારી હેલ્યુંની હેલ્યું દે ભાંગી;

કુણ મુંથી તે મોટું બડભાગી ?

વરણાગી, મુંને  બ્હાવરી કરીને તેં રાખી,

દરવાજા દીવાલો ઓગાળી બેઠી હું, બારી ય એકે ન વાખી.

-વિવેક મનહર ટેલર

(૧૭-૦૭-૨૦૦૮)

જીવતો જાગતો માણસ ફૂટ્યો…
જીવતો જાગતો માણસ ફૂટ્યો,

શ્વાસ છૂટ્યો વિશ્વાસ જ્યાં ખૂટ્યો.

ફૂટ્યા એ સૌ બોમ્બ હતા, બસ ?

મર્યા જે એ સૌ શું માત્ર માણસ ?

પાંપણમાં જે ધ્વસ્ત થયાં તે

ખાલી સપનાંઓ, આઠ-નવ-દસ?

માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છા કંઈ કંઈ

ઢળતો સૂરજ આવતો’તો લઈ;

નાના કલરવ, છાનાં પગરવ,

રાહ જુએ સૌ દરવાજા થઈ

એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !

થશે પૂરી શું માંગ તમારી,

નિર્દોષોને જાનથી મારી ?

મોત છે શું ઈલાજ જીવનનો?

છે નાદાની કે બિમારી ?

ઈચ્છા બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.

આતતાયીને ફાંસી આપો,

પણ પહેલાં ભીતર તો ઝાંકો;

છે શરીર તો એક જ સૌના,

અલગ-અલગ શાને પડછાયો?

એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?

જીવતો જાગતો માણસ ફૂટ્યો.

- વિવેક મનહર ટેલર

(૧૧-૦૭-૨૦૦૬, ૩૦-૦૭-૨૦૦૮)

૧૧ જુલાઈ, ૨૦૦૬ના રોજ મુંબઈમાં ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ વખતે લખેલું આ ગીત આ બ્લૉગને માત્ર ગઝલના બ્લૉગમાંથી કવિતાઓના ગુલદસ્તામાં ફેરવતી પહેલી રચના હતી. એ વખતે લયની દૃષ્ટિએ આ ગીત ઘણી જગ્યાએ ખોડંગાતું હતું. આજે પણ મારી સમજ પ્રમાણે લયમાં કરેલા ફેરફાર બાદ પણ અહીં લય પાક્કો ન થયો હોય એ બનવાજોગ છે. બેંગ્લોર અને બાદમાં અમદાવાદમાં ઉપરાછાપરી થયેલા ઢગલાબંધ બૉમ્બ વિસ્ફોટ અને સુરતમાંથી જડી આવેલ અઢી ડઝનથી પણ વધુ મોતના જીવતા સામાન સમા બૉમ્બના કારણે અસ્તવ્યસ્ત થયેલા માનસને પ્રસ્તુત કરતું આ ગીત કોઈ એકને પણ સ્પર્શી શકે તો ઘણું…