બેટા! શાને તું કરતો ફિકર?
બસ, રમવાની તૈયારી કર..
દાદીએ દીદીને એના જમાનાના જૂનવાણી પાઠ છો ભણાવ્યા,
ડૉન્ટ વરી, બેટા! મેં દાદીને પણ આજે વિજ્ઞાનનાં લેસન શીખવાડ્યાં,
‘માસિકમાં ‘sick’ નહીં, ‘મા’નો છે મહિમા,’ કહી દાદીને પણ મેં સમજાવ્યાં,
ન પાપ-ન બગાડ, આ તો કુદરતની દેણ કહી સદીઓના જાળાં હટાવ્યાં.
દીદી તૈયાર છે, જા! સમજણના સથવારે ભાગી છૂટ્યો છે એનો ડર.
રમશે એ તારી સંગ, મંદિર પણ આવશે, વિતાડીશ ના એને તું ઝાઝું,
કમ્મર દુઃખે ને જરા કમજોરી લાગે, બાકી રાખવાનું કાંઈ નથી છાનું;
મૂડ સ્વિંગ છો ચાલે થોડા દિ’ દીદીને, તારે સીધા જ ચાલવાનું,
સાચું છે જે એને સમજીને ચાલશું તો જીવન પણ બનશે મજાનું.
સહિયારી શકશે નહીં દીદીનું દુઃખ ભલે, પાસે જઈ ખભો તું ધર.
– વિવેક મનહર ટેલર
(૧૭-૧૯/૦૫/૨૦૨૨)
ખૂબ સરસ 👌
આભાર અનામી મિત્ર
ખૂબ જ અર્થસભર રચના
આભાર યોગેશભાઈ..
ખૂબ જ અર્થસભર રચના…
સરળ શબ્દોમાં સ્ત્રીની મનોવાચા..👌
આભાર સાવલિયા સાહેબ
વાહ
આભાર વારિજભાઈ
વાહ કવિ
આભાર અનામી મિત્ર
ગુડ વન
આભાર બારિનભાઈ
Wahhhh
Ketali saral sahaj vat kari didhi
આભાર અનામી મિત્ર
Wah…very good answer..!! Indeed very perfect 👌
આભાર રચના
માતાની ફરજ યોગ્ય રીતે બજાવી.દરેક માતાએ આવી સમજ પોતાના દીકરા-દીકરી બંનેને આપવી જોઈએ. સરસ.
માતાની ફરજ યોગ્ય રીતે બજાવી. દરેક માતાએ પોતાના દીકરા-દીકરી બંનેને આ વાત સમજાવવી જોઈએ. સરસ.
આભાર નીલાબેન
ખૂબ જ સરસ માસિક ને સમજાવતું કાવ્ય..
દરેક સ્કૂલ મા આ કાવ્યો નું પઠન થવું જોઈએ.
હું તો મારી શાળામાં કરીશ જ
આભાર દિલીપભાઈ
બહુ સુંદર આ કાવ્યો દરેક પીઢી માટે સમજણ ના સેતુ બનશે 👌🏻👌🏻👌🏻👌🏻
ખૂબ ખૂબ આભાર, @કાજલ શાહ
ખુબ સરસ..જુની માનસીકતા માંથી બહાર નીકળે તેવી રચના..
@પ્રવીણભાઈ
ખૂબ ખૂબ આભાર
વિવેક,
ખૂબ જ ઓછા છતાં અસરકારક શબ્દોમાં માસિક બાબતે જે કંઈ કરવા જેવું છે તેનું સરસ નિરૂપણ કર્યું છે.
આ અઠવાડિયે જ મુંબઈમાં એક ૧૪ વર્ષ ની દીકરી એ પહેલી વાર માસિક આવ્યા બાદ અણસમજ અને સ્ટ્રેસને લઈને આત્મહત્યા કરી. ૨૧મી સદીમાં આવી ઘટના બને ત્યારે આપણે સહુએ આપણો ભાગ ભજવવો જ રહ્યો!
@અમી યાજ્ઞિક
ખૂબ ખૂબ આભાર અમીબેન… મુંબઈવાળી ઘટના હચમચાવી ગઈ… આપણા સમાજમાં આવી શરમજક ઘટનાઓ હજી બને છે એ જાણવું દર્દનાક છે
ખુબ સુંદર ઃ)
@દિપલ:
ખૂબ ખૂબ આભાર