શબ્દો કેવળ શબ્દો ઠાલા

એકટક…. પોન્ડ હેરોન, અષ્ટમુડી, કેરળ, માર્ચ 2024

શબ્દો કેવળ શબ્દો ઠાલા,
વાણીમાં ધાણી જેમ ફૂટ્યા, વર્તનમાં ક્યાં ઉતર્યા, વહાલા !

જીવન આખું વીતવા આવ્યું,
થોથાઓના ટેકેટેકે;
અંડરલાઈન કર્યે રાખી બસ,
અંદર લાઈન થઈ ના એકે,
અંધારાં અક્ષરનાં પીધાં, सबद कहाँ भया उजियाला?

લંકાનું સોનું છે શબ્દો,
દૂર રહો તો કામ ન આવે;
સમદરજલ મેં સ્વર્ણદ્વારિકા
ભીતર ઉતરે વો હી પાવે
જે છે હલ, છે એ જ ઉખાણું, सबद ही कूची, सबद ही ताला.

– વિવેક મનહર ટેલર
(૨૨/૦૨- ૦૬/૦૪/૨૦૨૪)

(પુણ્યસ્મરણ: ગુરુ ગોરખનાથ – ॐ सबदहि ताला सबदहि कूची सबदहि सबद भया उजियाला)

સ્થિતપ્રજ્ઞ… …ઓરિએન્ટલ મેગપાઈ, મુન્નાર, કેરળ, માર્ચ 2024

38 thoughts on “શબ્દો કેવળ શબ્દો ઠાલા

  1. શબ્દો કેવળ શબ્દો ઠાલા,
    વાણીમાં ધાણી જેમ ફૂટ્યા, વર્તનમાં ક્યાં ઉતર્યા, વહાલા !
    – વિવેક મનહર ટેલર –
    Je baat sir ji 👍🏻

  2. વાહ, મિશ્ર ભાષામાં સુંદર લય ધરાવતું ગીત. અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *