ખપમાં લેવા લાયક ન રહેલી
જૂની ઇચ્છાઓને
ટેવના ટેભા ભરી
દરવખતની જેમ એક ગોદડી સીવી કાઢી.
જ્યારે જ્યારે
ઠંડી જોર પકડે છે
ત્યારે ત્યારે
ગરમાટો મેળવવા
એ સરસ કામ આવે છે.
બાકીનો સમય
બેડ તળેના
ચોરખાનાંમાં
એને ઢબૂરી રાખું છું.
ઉપર બેડ પર હું સૂઉં છું
ત્યારે ભાગ્યે જ યાદ રહે છે કે
મારી બરાબર નીચે જ એ દબાયેલી પડી છે.
પણ શિયાળામાં
ઠંડી પડે ત્યારે
એને ખપમાં લેવાનું કદી ચૂકાતું નથી.
– વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૨૨)
કયા બાત..!
આભાર સુનીલભાઈ
Wah..wah..
આભાર રચના
અભિવ્યક્તિની તાજપ ગમી. 👌
આભાર કિશોરભાઈ
ટેવના ટેભા ભરી
દરવખતની જેમ એક ગોદડી સીવી કાઢી… 👌🏻 swajano ni Hufh !
– વિવેક મનહર ટેલર
(૧૫-૧૦-૨૦૨૨)
@પૂનમ:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ
@આસિફખાન:
ખૂબ ખૂબ આભાર