ત્રીજા વર્ષમાં પ્રવેશતી વેળાએ…

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

 1. Jayshree’s avatar

  અહીં સૌ પ્રથમ વધાઇ આપવાનો લાભ લઇ લઉં ને ?? 🙂

  Happy Birthday to ‘શબ્દો છે શ્વાસ મારા’ ..!!

  ગઝલો અને કવિતાની સાથે સાથે ઘણું આપ્યું છે આ બ્લોગે… જેને શબ્દો આપવાની મારી કાબેલિયત નથી.. અને કદાચ જરૂર પણ નથી.

  આજે ફરી એક વાર, તમારી કલમને.. ( એટલે કે કી-બોર્ડ ને પણ 😀 ) એક સલામ..

  Reply

 2. Prashant Pandya’s avatar

  ભાઇશ્રી વિવેક,

  શબ્દો છે શ્વાસ મારા…..ના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન. ગુજરાતી કાવ્યો ને વિશ્વ સ્તરે પહોંચાડવાનો પુરૂર્ષાથ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે. આજ રીતે ઉત્તરોત્તર પ્રગતી માટે શુભેચ્છાઓ.

  પ્રશાંત પંડ્યા અને પરિવાર

  Reply

 3. Himanshu’s avatar

  I admire your consistency. Best wishes for many more lovely creations.

  Reply

 4. sanjaypandya’s avatar

  સર્વોત્તમ શુભેચ્છાઓ.. Sanjay Pandya

  Reply

 5. kalpesh raja’s avatar

  હાર્દિક શુભેચ્છા….તમારો બ્લોગ ખુબ પ્રગતી કરે….વધુ ને વધુ….એવી ઇચ્છા સહ….કલ્પેશ્

  Reply

 6. ડૉ.મહેશ રાવલ’s avatar

  નમસ્કાર,
  વિવેકભાઈ !
  શબ્દો છે શ્વાસ મારા……..ને
  હાર્દિક અભિન્ંદન સાથે-સાથે
  “શતાયુ ભવ”- ની મનોકામના

  Reply

 7. Nikhil’s avatar

  સૌ પ્રથમ તો Happy Birthday to ‘શબ્દો છે શ્વાસ મારા’
  હાર્દિક શુભેચ્છા આપને અને આપણી શબ્દો છે શ્વાસ મારા… ને.

  Reply

 8. hemantpunekar’s avatar

  ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઈ!

  Reply

 9. Niraj’s avatar

  ત્રિજા વર્ષમાં પ્રવેશ માટે હાર્દિક અભિનંદન..

  Reply

 10. Pragna’s avatar

  ‘શબ્દો છે શ્વાસ મારા’ નાં ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ ખૂબ ખૂબ અભિનંદન… તેમજ આવનાર સમયમાં પણ આવું જ સુંદર કાર્ય કરતાં રહો તેવી હાર્દિક શુભેચ્છા .

  Reply

 11. Pinki’s avatar

  Happy B’day to u ………….

  &

  Many Many Happy Returns of the ‘days’

  with lots of best wishes

  Hetal, Pinki & Om

  Reply

 12. nilam doshi’s avatar

  ખૂબ ખૂબ વધાઇ,વિવેકભાઇ… શબ્દોની દુનિયામાં તમારી કવિતાઓ હમેશા ગૂંજતી રહે…આભની ઊંચાઇને આંબતા રહો..હાર્દિક શુભેચ્છાઓ…. (હાર્દિક મારા દીકરાનું નામ છે. અને તમારા જ વ્યસાયમાં છે..તેથી શુભેચ્છાઓ સફળ થશે જ..એ વિશ્વાસ છે. )
  સુન્દર ગઝલો આપતા રહો અને આપણી કાવ્ય સમૃધ્ધિને વધુ સમૃધ્ધ બનાવતા રહો…
  અભિનન્દન…

  Reply

 13. સુનીલ શાહ’s avatar

  અભીનંદન…અભીનંદન..વિવેકભાઈ. બસ, આમ જ માતૃભાષાની સેવા કરતા રહેજો.

  Reply

 14. Dilipkumar K. Bhatt’s avatar

  તમારો નવા વરસનો સરસ મજનો પત્ર વાન્ચિ અનન્દ થયો.ર્થિ તમારા સહસ ને ખુબજ સફલત મલે અવિ મારિ હર્દિક શુભચ્હા સ્વિકારજો.DILIPKUMAR bhatt.

  Reply

 15. Harnish Jani’s avatar

  VivekKumar- Congratulations–Wish you many more-Keep it up–I always enjoy your Poetry- Thanks you.

  Reply

 16. Pragnaju Prafull Vyas’s avatar

  મારે કહેવાનું બધું કહેવાઈ ગયું-તો બીજું ક્યાંથી લાવું ?
  આ દવા વગર હતાશા જેવી માનસીક વ્યાધી દૂર કરે છે તે સ્વાનુભવ અગે પણ જણાવેલું-
  નવા મિત્રો થયાં તે પણ જણાવેલું.
  હાં અમારા કુટુંબી જનો પણ મેળવ્યા..
  અરે,મારા દિકરાને તો થોડા વખત પછી ખબર પડી કે આ મમ્મીનો પ્રતિભાવ છે!
  મારું વલણ કોઈકવાર કડક કે ભૂલ કાઢવાનું રહ્યું છે.હવે તમે ઉંચા સોપાન પર છો તો થૉડું વધુ કડક વલણ હશે!તેમાની ઘણીખરી ભૂલ તો સુધારી છે.નવા વર્ષમાં એક પ્રશ્નનો ઉતર નથી આપ્યો…તેમા મારી સમજવામાં ભૂલ હોય તો જણાવો કે તમે સૂધારો અને જે તે વ્યક્તીની માફી માંગો.તે પ્રતિભાવ ફરીથી જણાવું છૂં
  “જો હાથ કરતાલ” -રાજેન્દ્ર શુક્લને માટે કોમેંટ આપેલી તે પ્રમાણે ભૂલ હોય તો સુધારવા વિનંતી.
  “સંપ્રદાયોના તાત્વિક નીચોડ જેવી રાજેન્દ્ર શુક્લની ગઝલ એક આધ્યાત્મિક અનુભૂતિ છે.
  �અશબોરોઝ એની મહેકનો મુસલસલ
  અજબ હાલ હોને અનલહક હો આનક !�
  સુફી સંતોની ફીલસુફી આમાં �અનલહક� તો મુખ્ય શબ્દ!સુફીની મંઝીલ!!આને મરોડી અનહલક = ?હલક(કંઠ, સૂર) વગરનું-ઠીક નથી લાગતું.કોઈ જાણકારનો અભિપ્રાય લેવા વિનંતી”

  Reply

 17. Bhavna Shukla’s avatar

  સુંદર રચનાઓ સાથે સાચા હૃદયની શુભકામનાઓ ભાઈ!

  Reply

 18. Nilesh Vyas’s avatar

  શબ્દો છે શ્વાસ મારા…..ના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન

  Reply

 19. Harshad Jangla’s avatar

  વિવેકભાઈ
  સેંકડો શુભેચ્છાઓ
  આપની હરેક કામના સફળ થાય એવી પ્રાર્થના

  હર્ષદ જાંગલા
  એટલાન્ટા યુએસએ

  Reply

 20. pradip Brahmbhatt’s avatar

  શ્રી વિવેકભાઇ,
  જય જલારામ,જય શ્રી કૃષ્ણ.
  તમે આટલો વિવેક ના રાખશો,ત્રણ વર્ષ તો આંગણીએ ગણી શકાય.આપે તો તેર કે ત્રેવીસ નહીં ત્રીસ,તેત્રીસની મંઝીલ કાપવાની છે. અમે શબ્દોનો ઉપયોગ કરીયે પણ તમારે તો શ્વાસનો સંબંધ છે. આપની રચના વાંચવામાં ખરેખર આનંદ તો આવે છે પણ સાથે સાથે મને તો પ્રેરણા પણ મળે છે જે માટે અંતઃકરણથી આભાર.

  લી.પ્રદીપ બ્રહ્મભટ્ટના
  જય જલારામ.

  Reply

 21. Jugalkishor’s avatar

  પ્રિય વિવેક,
  તમારું ત્રીજું વર્ષ ફક્ત મુબારક જ નહીં પણ અનેકાનેક શુભેચ્છાઓથી મઢ્યું અને અનેકાનેક સફળતાઓથી પુલકિત રહે. તમારા પર માતા શારદાની આશિષો અનવરત વરસતી રહે.
  –જુ.

  Reply

 22. Bimal’s avatar

  શબ્દો છે શ્વાસ મારા…..ના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન.

  Reply

 23. Chirag Patel’s avatar

  વિવેકભાઈ ખુબ ખુબ અભીનન્દન. આમ જ તમારા શબ્દ-શ્વાસની મહેંક પ્રસરાવતાં રહો.

  Reply

 24. Uttam Gajjar’s avatar

  વહાલા વીવેકભાઈ,

  ૨૦૦૮ના નવા વર્ષની અને તમારી કવીતાયાત્રાના ત્રીજાવર્ષની શરુઆત ટાણે અમ બન્નેની તમને ઢગલો શુભેચ્છાઓ…

  તમારે હાથે ગુજરાતી કવીતા સદા સમૃદ્ધ થતી રહો…

  ..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com

  Reply

 25. B K RATHOD’s avatar

  ખુબ ખુબ અભિનંદન…નવા વર્ષની શુભકામનાઓ સહ…
  આપની બન્ને રચનાઓ વાંચી હતી.
  ફરી મળીશુઁ…આવજો…

  દર્દ જેવું ત્યાં કશું દેખાય છે.
  આંગળી મારા તરફ ચીંધાય છે.

  બાબુ રાઠોડ

  Reply

 26. પંચમ શુક્લ’s avatar

  અભિન્ંદન અને અનેક શુભેછાઓ.

  Reply

 27. Gunjan Gandhi’s avatar

  દોસ્ત વિવેક,

  ખૂબ ખૂબ અભિનંદન!! નવા વર્ષમાં આ કી-બોર્ડની ઉપરની ટેરવાની છાપ જે સીધી વાંચકોના હૃદય સુધી પહોંચે છે..તે વધુ અને વધુ ગહેરી થતી જાય એવી શુભેચ્છાઓ…

  Reply

 28. ઊર્મિ’s avatar

  પ્રિય વિવેક, ઘણા વખતથી હું મારા નાનકા સાથે અહીંના હોલી-ડેઝનાં મૂડમાં હોવાથી બર્થ-ડે વિશ કરવામાં થોડું મોડું થઈ ગયું, પણ ‘દેરસે આયે, દુરસ્ત આયે’ની જેમ… બ્લોગની બીજી વર્ષગાંઠ માટે ખૂબ ખૂબ અભિનંદન અને આ નવા વર્ષ માટે હાર્દિક શુભકામનાઓ…

  અને દોસ્ત, હું તો તારી અને તારા કાવ્યોની આંગળી પકડીને જ આગળ ચાલું છું… એટલે તારા કાવ્યો વધુ ને વધુ સમૃદ્ધ થતા રહે એવી અંતરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે… આજે આ નિમિત્તે દિલથી તારો આભાર માનવાની ગુસ્તાખી પણ કરી જ લઉં છું!

  મિત્ર આ શુભ અવસરે, શું લખું? શું ન લખું?
  જૂજ મૂબારક લખું, શુભેચ્છા મબલખ લખું…
  શ્વાસમાં ધબક્યા કરે, શબ્દો તારા ‘શ્રી’ બને,
  યશ મળે, પુષ્કળ મળે…આટલું હાર્દિક લખું !

  Reply

 29. Chetan Framewala’s avatar

  વિવેકભાઈ,
  શબ્દોમાં શ્વાસો ભરી આપે શરૂ કરેલ આ સફર ૩…..૩૦…. ૩૦૦ નવવર્ષ માણે અને સૌ ગુર્જરી ચાહકોને સાહિત્ય-રસમાં ભીંજવતી રહે એજ શુભકામના.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 30. Neela’s avatar

  ત્રીજા વર્ષના પ્રવેશની ખૂબ ખૂબ વધાઈ.

  Reply

 31. વિવેક’s avatar

  શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

  Reply

 32. Dhwani Joshi’s avatar

  અભિનંદન વિવેકભાઈ..

  Reply

 33. kruti’s avatar

  ખુબ ખુબ અભિનન્દ અને અનેક સુભકમ્નઆઓ..

  ક્રુતિ

  Reply

 34. kruti’s avatar

  ખુબ ખુબ અભિનન્દ અને અનેક શુભકમ્નઆઓ..

  ક્રુતિ

  Reply

 35. DR. CHANDRAVADAN MISTRY’s avatar

  Dear Vivekbhai…First time to your website & you have the inspirations from God to make your poetic creations..CONGRATS..We have some similarity..bothare DOCTORS & both having interest for Gujarati Kavyo..I do not know very good Gujarati Bhasha but I try to expres my radaybhavo..PLEASE visit CHANDRAPUKAR & your comments will be really appreciated..Dr Chandravadan Mistry Lancaster CA USA

  Reply

 36. HIMANSHU GAJJAR’s avatar

  ભાઇશ્રી વિવેક,

  Happy B’day to u.. &
  Many Many Happy Returns of the DAYS
  with lots of best wishes……….

  શબ્દો છે શ્વાસ મારા…..ના ત્રીજા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન. ગુજરાતી કાવ્યો ને વિશ્વ સ્તરે પહોંચાડવાનો પુરૂર્ષાથ ખુબ ખુબ અભિનંદન ને પાત્ર છે. આજ રીતે ઉત્તરોત્તર પ્રગતી માટે શુભેચ્છાઓ……

  ……………..અભિન્ંદન અને અનેક શુભેછાઓ. ……………

  HIMANSHU GAJJAR

  Reply

 37. સુજિત’s avatar

  અભિનદન.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *