
(જીવંત કવિતા….. …જુન 2026)
અડધી રાત્રે
અચાનક
એક કવિતાએ મારી પાંપણ ખટખટાવી
‘May I come in?’ પૂછયું.
બંધ આંખોના
કાળા કાગળ પર
આખી કવિતા સાફ સાફ વંચાતી હતી.
કેવી સરસ કવિતા!
– મેં અડધા સૂતેલા વિચારોની પીઠ થાબડતા કહ્યું.
‘મોબાઈલ અનલૉક કરીને
મને શબ્દશઃ ટપકાવી લે,’ એમ પણ એણે મને કહ્યું.
મોટાભાગે હું એની વાત માની લેતો હોઉં છું,
પણ એ રાતે આંખ ખૂલી જ નહીં.
‘સવારે લખી લઈશ’ – મેં કહ્યું.
‘સવારે યાદ નહીં રહે તો?’ – કવિતા કંઈ આસાનીથી નેડો મેલે?
‘સારું, બાપા! લખી લઉં છું,’ કહીને મેં પડખું ફેરવ્યું.
મોબાઇલને હાથ લગાડ્યો પણ હાથમાં ન લીધો.
‘કાલે સવારે’ -હું બડબડ્યો.
એ મૂંગી રહી.
બે દિવસથી
હું મગજ કસી રહ્યો છું.
ક્યાંકથી કોઈ એક વાક્ય,
એકાદ બે શબ્દ,
કે કેન્દ્રવર્તી વિચાર
-જરા પણ યાદ આવી જાય
તો આખી રચના આપોઆપ લખાઈ જશે.
પણ મેળ પડતો નથી.
લાગે છે
બંધ આંખોનો એ કાળો કાગળ
ક્યાંક કાયમ માટે ખોવાઈ ગયો છે.
મને એટલું બરાબર યાદ છે કે
એ કવિતા અદભુત હતી
અને મારે સરસ્વતી ચાંલ્લો કરવા આવી ત્યારે…
હવે એ યાદ આવે એમ લાગતું નથી.
અને આ વાત કેવળ કવિતાની નથી
– વિવેક મનહર ટેલર
(૧૪-૦૫-૨૦૨૬)

પડે જેમ ખુશબૂનાં પગલાં હવામાં…. …જુન 2026
Never, never, procrastinate. Who knows, when?
Aaj aaj bhai, atyare….
@ સુરેશ:
સત્યવચન
વાહ વાહ કયાબાત
@ આસિફખાન આસિર:
આભાર મિત્ર
ક્યાં ખુબ…
Best
Meaningful
તમે ખૂબ સારું લખો છો,really
@ દમયંતિ બારોટ:
પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર…
વાહહહહ…
@ ગૌરાંગ ઠાકર:
ખૂબ ખૂબ આભાર
હવે એ યાદ આવે એમ લાગતું નથી.
અને આ વાત કેવળ કવિતાની નથી
એક અછાંદસ વાંચતા હોઈએ અને એવી અનુભૂતિ થાય કે સારું છે, સામાન્ય છે… પણ જ્યાં છેલ્લી લાઇન વાંચીએ ને જે ચમકારો થાય … આખાય અછાંદસની કાયાપલટ… ના.. ના.. વાચકના વિચારોની ન થાય તો નવાઈ!
બહુ જ ગમ્યું
@ મીના છેડા:
રચનાના હાર્દને બખૂબી પકડવા બદલ આનંદ… પ્રતિભાવ આવો સવિસ્તર હોય તો સર્જન સાર્થક થયું અનુભવાય
ખૂબ ખૂબ આભાર
છે ને? ખોટું લાગી ગયું ને કવિતાને?
હવે ફરી, અચાનક કોઈક રાતે ફરી ઊંઘ ઉડશે,
ફરી કંઈક પ્રસાવપીડા જેવું અનુભવાશે ,
may I come in ? કહીને કોઈક બંધ પોપચાંના દ્વાર ખખડાવશે ,
ત્યારે ફરી મોં ધોવા ન જતા…
સીધું જ ટપકાવી લેજો મોબાઇલના ચળકતા સ્ક્રીન પર..નહીં તો..?
रूठी हुई माशूका और कविता बड़ी मुश्किल से माना करती है ।
અસ્તુ
નીરજા
@ નીરજા પારેખ:
સત્યવચન… કાન પકડ્યા… હવે તો ટપકાવી જ લઈશ..
સરસ ટિપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર
रूठी हुई माशूका और कविता बड़ी मुश्किल से माना करती है ।
– હાહાહાહાહા
ખૂબ સરસ!
માર્મિક ને હૃદયસ્પર્શી!
@ રીના પરીખ:
સંતર્પક પ્રતિભાવ બદલ આભારી છું…
Wow! what an amazing ability to imply the deep, bitter reality of missed opportunities and lost moments of life in such a casual, light, conversational way. 👏👏
@ Jyoti Patel:
This is indeed incredible… Amongst all, perhaps you are the first one to decipher the real crux of the poem… Indeed this poem is not about only a poem, it’s basically about missed opportunities and lost moments… I am glad that you liked the light conversational way…
Thanks a ton dost
Wah. Wah
સુંદર રચના,ને વળી વાત તો સાચી જ ને , કવિતા એની મેળે જ અંદર થી અચાનક સ્ફૂરે …એજ તો ખૂબી છે એની..