એક તાંતણે જોડે

યે શામ મસ્તાની… નક્કી તળાવ, આબુ, જુલાઈ ૨૦૨૬

અલગ અલગ રહે કાંઠા છતાં સતત જોડે,
નદીને રાહ ચીંધે, છેક મંઝિલે છોડે.

વિચાર હોય બધાના અલગ-અલગ છોને,
કશુંક સૌને છતાં એક તાંતણે જોડે.

જીવન ન હોય સો મીટરની રેસ એ રીતે,
મૂકીને શ્વાસને હોડે, બધા સતત દોડે.

સમગ્ર સૃષ્ટિની સંવેદના થીજી ગઈ છે,
બધાને એ જ પ્રતીક્ષા છે- કોઈ ઝંઝોડે.

હશે શું એ જ સબંધોનું બીજું નામ જીવન?
રહી શકાય ન જોડે, છતાંય ના તોડે

કલાને નામે નકી છળ કશું કર્યું જ હશે,
કવિ! કવિતા કલમ અન્યથા ન તરછોડે.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૬)

 

સ્થિતપ્રજ્ઞ…. Toad rock, આબુ, જુલાઈ ૨૦૨૬

42 thoughts on “એક તાંતણે જોડે

      • જીવનને ચીવટપૂર્વક વ્યક્ત કરવાની કળા એટલે કવિ કર્મ. અદ્ભુત છતાં વાત સહજતાથી વ્યક્ત થઈ છે.
        વારંવાર પઠન કરી માણવાનું મન થાય એવી સુંદર અભિવ્યક્તિ.

  1. વાહ.. દરેક શેરની પોતાની આગવી વિશેષતા.. આંખ વાંચીને આગળ વધી જાય એવું શક્ય જ ન થયું.. વાંચો અને વાહ સાથે જ…

  2. 🙏🙏 પ્રભુ, સરસ, આભાર, પ્રણામ, ધન્યવાદ, આભાર, પ્રણામ.🙏🙏

  3. વાહ, સાદ્યંત સુંદર ગઝલ,
    અંતિમ શેર થોડો વધુ ગમી ગયો.

  4. વાહ વિવેકભાઈ ખૂબ સુંદર ગઝલ, ચોથો શેર હાંસિલ એ ગઝલ . અભિનંદન મિત્ર.

  5. आप की कविता बहुत ही सुंदर होती है…. मैं साइंस स्टूडेंट होने की वजह से, कोई कोई शब्द समझ नहीं पाता हूं, तो वाइफ को पुछ लेता हूं … मेरी वाइफ आप की एकदम फैन है…और उस को कविता में बहुत रस है…खुद भी कभी कुछ लिखती है…आप की कविता पढ़ के मुझे टैगोर कुछ याद आया शेयर करता हूं… पता नहीं रेलेवेंट है कि नहीं…
    💃🏻
    रवींद्रनाथ टागोर के एक उपन्यास में एक युवती अपने प्रेमी से कहती है कि मैं विवाह करने को तो राजी हूं, लेकिन तुम झील के उस तरफ रहोगे और मैं झील के इस तरफ।
    💃🏻
    प्रेमी कहता है: तू पागल हो गई है?
    विवाह करने के बाद लोग एक ही घर में रहते हैं।
    💃🏻
    युवती कहती है….
    विवाह करने के बाद एक घर में रहना ठीक नहीं, खतरे से खाली नहीं। एक-दूसरे के आकाश में बाधाएं पड़नी शुरू हो जाती हैं। मैं झील के उस पार, तुम झील के इस पार। यह शर्त है तो विवाह होगा।
    💃🏻
    हां, कभी तुम निमंत्रण भेज देना तो मैं आऊंगी। या मैं निमंत्रण भेजूंगी तो तुम आना। या कभी झील पर नौका-विहार करते अचानक मिलना हो जाएगा। या झील के पास खड़े वृक्षों के पास सुबह के भ्रमण के लिए निकले हुए अचानक हम मिल जाएंगे, चौंक कर, तो प्रीतिकर होगा।
    💃🏻
    लेकिन परतंत्रता नहीं होगी। तुम्हारे बिना बुलाए मैं न आऊंगी, मेरे बिना बुलाए तुम न आना। तुम आना चाहो तो ही आना, मेरे बुलाने से मत आना। मैं आना चाहूं तो ही आऊंगी, तुम्हारे बुलाने भर से न आऊंगी। इतनी स्वतंत्रता हमारे बीच रहे, तो स्वतंत्रता के इस आकाश में ही प्रेम का फूल खिल सकता है।
    💃🏻

    • @ Jeetu & Nayanaઃ

      नमस्कार|

      विस्तृत प्रतिभाव देने के लिए आप का तहे दिल से शुक्रगुजार हूँ | टेगोर की कहानी यहां पर बिलकुल यथार्थ है\ गझल के पहले शेर मे यही बात काही है| फिर से शुक्रिया|

      नयनाजी को याद कहिएगा|

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *