
કર્ણિકાર! કર્ણિકાર! ક્યાં ગયા એ ઠાઠમાઠ?
કોણ સંગ બાંધી ગાંઠ?
ચીપવો શું કામ આમ મોસમોનો ગંજીપો?
ડાળ પર ખીલે છે, ફરફરે છે ફક્ત ખાલીપો,
સેંકડો હતાં, બચ્યાં ત્યાં પાન માંડ સાત-આઠ.
ક્યાં ગયા એ ઠાઠમાઠ?
પીળી પીળી સેરનાં એ ઝુમ્મરો બુઝાઈ ગ્યાં?
શીળી શીળી છાંય પ્રગટાવનાર દીપ ક્યાં?
હાય ત્યાગ! આ વિરાગ! શા ભણાવવા છે પાઠ?
કોણ સંગ બાંધી ગાંઠ?
– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૨૬)
વાહ વાહ ક્યા બાત
@ આસિફખાન પઠાણ:
ખૂબ ખૂબ આભાર
વાહ… દીપ
@વ્રજેશ મિસ્ત્રી:
ખૂબ ખૂબ આભાર
વાહ ગરમાળા માં ત્યાગ વિરાગની ની સાવ જૂદી વિભાવના રોપી
@દક્ષા સંઘવી:
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
Wah…
Your favourite ગરમાળો…વાહ ભાઈ વાહ!!
@રચના શાહઃ
ખૂબ ખૂબ આભાર
વાહ
@ ભારતી વોરાઃ
ખૂબ ખૂબ આભાર
Super
@અમીઃ
ખૂબ ખૂબ આભાર
Super!
@અમીઃ
આભાર
વાહ..
ક્યાં ગયા એ ઠાઠમાઠ? આ શબ્દો ખૂબ ગમ્યા.
@ મયૂરિકા લેઉઆઃ
ખૂબ ખૂબ આભાર
વાહ.. ખૂબ સરસ 👌
@રશ્મિ અગ્નિહોત્રી:
ખૂબ ખૂબ આભાર
Wahhh…
@Megha Fichadiya :
ખૂબ ખૂબ આભાર
જીવનની આ જ તો વાત છે… જો સમજવું સરળ હોત તો એ તરફ નજર પણ ના કરી હોત અને સવાલ પણ ન થાત કે કોણ સંગ બાંધી ગાંઠ?
અચંબો થયો તો ગીત પ્રાગટ્ય થયું
@ મીના છેડા:
સાચી વાત છે… અચંબો થયો તો ગીત જન્મ્યું…
સરસ મજાનો પ્રતિભાવ આપવા બદલ દિલથી આભારી છું…
Pingback: ૦૨. ખાલી ગરમાળાનો જવાબ | શબ્દો છે શ્વાસ મારા