૦૧. ખાલી ગરમાળાને સંબોધન..

કર્ણિકાર! કર્ણિકાર! ક્યાં ગયા એ ઠાઠમાઠ?
કોણ સંગ બાંધી ગાંઠ?

ચીપવો શું કામ આમ મોસમોનો ગંજીપો?
ડાળ પર ખીલે છે, ફરફરે છે ફક્ત ખાલીપો,
સેંકડો હતાં, બચ્યાં ત્યાં પાન માંડ સાત-આઠ.
ક્યાં ગયા એ ઠાઠમાઠ?

પીળી પીળી સેરનાં એ ઝુમ્મરો બુઝાઈ ગ્યાં?
શીળી શીળી છાંય પ્રગટાવનાર દીપ ક્યાં?
હાય ત્યાગ! આ વિરાગ! શા ભણાવવા છે પાઠ?
કોણ સંગ બાંધી ગાંઠ?

– વિવેક મનહર ટેલર
(૧૧-૦૪-૨૦૨૬)

23 thoughts on “૦૧. ખાલી ગરમાળાને સંબોધન..

  1. વાહ ગરમાળા માં ત્યાગ વિરાગની ની સાવ જૂદી વિભાવના રોપી

  2. વાહ..
    ક્યાં ગયા એ ઠાઠમાઠ? આ શબ્દો ખૂબ ગમ્યા.

  3. જીવનની આ જ તો વાત છે… જો સમજવું સરળ હોત તો એ તરફ નજર પણ ના કરી હોત અને સવાલ પણ ન થાત કે કોણ સંગ બાંધી ગાંઠ?
    અચંબો થયો તો ગીત પ્રાગટ્ય થયું

    • @ મીના છેડા:

      સાચી વાત છે… અચંબો થયો તો ગીત જન્મ્યું…

      સરસ મજાનો પ્રતિભાવ આપવા બદલ દિલથી આભારી છું…

  4. Pingback: ૦૨. ખાલી ગરમાળાનો જવાબ | શબ્દો છે શ્વાસ મારા

Leave a Reply to Aasifkhan Pathan Cancel reply

Your email address will not be published. Required fields are marked *