![]()
કોઈ આપને સ્મરે છે પળપળ… આપને શું એ ખ્યાલ છે?
ખ્યાલ નથી તો દાવો શીદ કે અમ પર અઢળક વહાલ છે?
આખેઆખી જાત બિછાવી દીધી અમે તો ઓરતા સાથે,
મેહ તમારી નેહનજરના તોય કેમ ન વરસ્યા માથે,
વિગત વખત પર નજર કરો તો,
દિલ પર હાથ મૂકીને કહો તો,
બે હૈયાં વચ્ચે જે કંઈ છે – ખુશહાલ છે? બેહાલ છે?
અમે તમારા થઈ રહેવાને પરહર્યાં ખુદનાં સૌ સપનાં,
પણ ના લાગે પોતીકાં તમને તો એ સપનાં શા ખપનાં?
સઘળું વિસરી જઈને પળભર,
સાચેસાચું કહો તો દિલબર,
અમારા જેવા અહીંયા છે, શું ત્યાં પણ એવા જ હાલ છે?
– વિવેક મનહર ટેલર
(૨૦-૨૪/૦૬/૨૦૨૫- ૦૪/૧૧/૨૦૨૫)
![]()
Nice
આભાર @અમી….
વાહ્!
@રશ્મિ ઝા:
ખૂબ ખૂબ આભાર
વાહ
@મિત્ર રાઠોડ:
ખૂબ ખૂબ આભાર
elegant & honest highlight of hypocricy of verbal love without emotional presence, beautiful deep resonance for anyone who has ever felt that they are loving “more” than they are being loved.
👌👌
@Jyoti Patel:
Now this indeed is heart-touching feedback… Thanks a ton, my dear dost…
વાહહહહ
@ગૌરાંગ ઠાકર:
ખૂબ ખૂબ આભાર
પ્રીયજન સામે પ્રેમની સુંદર ટકોર સાથેનો વાર્તાલાપ વાહ! અને આહ!
@અસ્મિતા શાહ:
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર…
વાહ! હળવાશે કરેલી હળવી ટકોરનું ગીત !
સરસ થયું છે.
@નેહા:
સ-રસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@રમેશ મારુ:
ખૂબ ખૂબ આભાર
વાહ ખૂબ સરસ ગીત
@આસિફખાન:
ખૂબ ખૂબ આભાર
સાચ્ચે લાગણી અને વિરહવેદના બંને તરફ સમાન હોય ત્યં જ પ્રેમછે।
@મમતા:
સાચી વાત…
આભાર બહેના
ખૂબ સરસ, હાલ અચ્છા હે
@નિકી:
પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર