
(વિશ્વપ્રવાસી…. …પેલિકન, ભરતપુર ૨૦૨૫)
વિશ્વપ્રવાસી! વિશ્વપ્રવાસી!!
તારા જ ઘરમાં તેં જ ન જોઈ હો, છે એવીય એક અગાસી.
જંગલ-બંગલ, પર્વત-બર્વત, દરિયા-બરિયા શું ન જોયું!
કિલ્લા-મહેલો, નદિયું-સરવર, ગામ-શહેર મન ક્યાં ન મોહ્યું!
દેશ-વિદેશની ગલીએ ગલીએ ફર્યો જાણે રસનું ઘોયું!
પણ તારા પગમાં તારા જ ઘરના નામની કદીયે થઈ કપાસી?
આગે-આગે કરતાં કરતાં થતું ગયું કંઈક આઘે આઘે.
હા, જીવનભર સાથે-સાથે પણ શું સાચ્ચે સાથે-સાથે?
એ પ્લેન તો તેં પકડ્યું જ નહિ જે બે અંતરનું અંતર કાપે!
જ્યાં ઊભો એ દીવા તળ છે, કાશ! એ લીધું હોત ચકાસી…
– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮/૦૪/૨૦૨૫)

(ધુઁઆ ધુઁઆ સા હૈ સમા…. …કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર – ફેબ્રુઆરી, ૨૦૨૫)
ખૂબ સુંદર
ખૂબ ખૂબ આભાર અનામી મિત્ર
વાહ . . અદભૂત . . બહુજ સરસ . . 👌👌👌
@ મયંક ઓઝા
ખૂબ ખૂબ આભાર
વાહહ
કાશ! એ લીધું હોત ચકાસી.. વાહ.. ખૂબ સરસ
@ દીના છેલાવડાઃ
ખૂબ ખૂબ આભાર્…
Jordar
@ Jigisha Desai
ખૂબ ખૂબ આભાર્…
વાહ…. અતિ સુંદર… 👌👌❤😊
@અનામી મિત્ર:
ખૂબ ખૂબ આભાર
વાહહ
@અનામી મિત્ર:
આભાર
@નિખીતા ઘાડિયા:
ખૂબ ખૂબ આભાર
Nice heart touching & very deep.
@અનામી મિત્ર:
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર