વિશ્વપ્રવાસી! વિશ્વપ્રવાસી!!

(વિશ્વપ્રવાસી…. …પેલિકન, ભરતપુર ૨૦૨૫)

વિશ્વપ્રવાસી! વિશ્વપ્રવાસી!!
તારા જ ઘરમાં તેં જ ન જોઈ હો, છે એવીય એક અગાસી.

જંગલ-બંગલ, પર્વત-બર્વત, દરિયા-બરિયા શું ન જોયું!
કિલ્લા-મહેલો, નદિયું-સરવર, ગામ-શહેર મન ક્યાં ન મોહ્યું!
દેશ-વિદેશની ગલીએ ગલીએ ફર્યો જાણે રસનું ઘોયું!
પણ તારા પગમાં તારા જ ઘરના નામની કદીયે થઈ કપાસી?

આગે-આગે કરતાં કરતાં થતું ગયું કંઈક આઘે આઘે.
હા, જીવનભર સાથે-સાથે પણ શું સાચ્ચે સાથે-સાથે?
એ પ્લેન તો તેં પકડ્યું જ નહિ જે બે અંતરનું અંતર કાપે!
જ્યાં ઊભો એ દીવા તળ છે, કાશ! એ લીધું હોત ચકાસી…

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮/૦૪/૨૦૨૫)

(ધુઁઆ ધુઁઆ સા હૈ સમા…. …કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર – ફેબ્રુઆરી, ૨૦૨૫)

16 thoughts on “વિશ્વપ્રવાસી! વિશ્વપ્રવાસી!!

  1. કાશ! એ લીધું હોત ચકાસી.. વાહ.. ખૂબ સરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *