
જુગ જુગ જીઓ, બતરડી!
આંખ મીંચીને, હોઠ ભીંચીને લાંબા નખની ધાર કાઢીને એણે કેવી છણકાભઈની ત્વચા લીધી ઊતરડી!
વગર કામનું ફૂગ્ગા જેવું મોંઢું લઈને
જીવ લેતો હો સાજન તો એ જીવતરનો શો અર્થ?
બધી જ વાતને કાયમ માટે સંઘરી રાખી
ફોટા માફક ડિલિટ કરો નહીં તો આ હોવું વ્યર્થ!
મૂંછ મરડી, નજર કરડી કરતો એ તો બેઠો ઊંધો સ્થિર થઈ, પણ અહીં તો ચક્કર ચક્કર ફરે ભમરડી.
જુગ જુગ જીઓ, બતરડી!
છણકાભઈ તો ભારે છે ભઈ! જરી પડ્યો ઘસરકો એમાં
જનમ જનમના સણકાભઈ તેડાવ્યા,
કાચા ક્યાં છે બતરડીબઈ પણ, આંખ મીંચકતા, બાંહોમાં લેતા,
ચુમ્મીબઈના ઇમોજી રેલાવ્યા,
ખાધું, પીધું ને રાજ કીધું એમ આખી વાતનો અંત આવ્યો જ્યાં બેઉ જણાએ એકમેકને ભેટવા મૂકી ગબરડી.
જુગ જુગ જીઓ, બતરડી!
– વિવેક મનહર ટેલર
(૨૮-૦૩-૨૦૨૫)
*બતરડી= શબ્દકોશના દરવાજે ‘બતરડી’ના અર્થ માટે ટકોરા મારશો તો. ‘ઝાંઝ નામનું વાદ્ય’ એવો અર્થ દરવાજો ઉઘાડશે, પણ દક્ષિણ ગુજરાતના તળપ્રદેશમાં ‘બતરડી’ શબ્દનો અર્થ “કોઈની ઉપર (મોટાભાગે નાના બાળક ઉપર) અચાનક ખૂબ જ વહાલ ઉભરાવું’ એવો થાય… નાના બાળકો કે પ્રિયપાત્ર પર આકસ્મિક વહાલનો ઉભરો આવતાં મીઠું બચકું ભરી લેવું, ચૂંટિયો ખણવો કે આલિંગનમાં લએ દબાવી દેવું એને બતરડી આવી ગઈ એમ કહેવાય છે. ગુણવંત શાહના લઘુકાવ્યનો એક અંશ: ‘સાધના એ કંઈ હોઠ પીસીને/કે બતરડી કાઢીને/બૂહાની માફક મંડી પડવાની/કસરત નથી.’

ક્લોઝ અપ…. …ગ્રેટર રોડરનર, મુઆબ, અમેરિકા, 2024
વાહ બતરડી!!
આભાર @શૈલેષ ગઢવી
વાહ.. ખૂબ સરસ
@દીના છેલાવડા:
ખૂબ ખૂબ આભાર
એકમેકને ભેટવા મૂકી ગબરડી.
જુગ જુગ જીઓ, બતરડી!
– વિવેક મનહર ટેલર – Aaha !
Batradi naya shab jaan ne mila sir ji 🙏🏻😊
@પૂનમ:
બહોત બહોત શુક્રિયા
વાહ વાહ.. સણકાભઇ.. બતરડીબઈ
@વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
મજા આવી ગઈ! ‘બતરડી’થી લથબથ થઈ ગયા!
@હરીન:
પ્રતિભાવ ગમ્યો
ખૂબ ખૂબ આભાર
આ તો માત્ર શબ્દોનું નહીં પણ મજાના સંવેદનોનું પણ સંરક્ષણ અને સંવર્ધન! ઘણું જીવો આ જવાબદારી અને એનો આનંદ!💐🙏🏻
@પૃથા મહેતા:
સરસ મજાના પ્રોત્સાહક પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
Saras
@શિલ્પા ભાવસાર:
ખૂબ ખૂબ આભાર
એક નવા શબ્દ ની સાથે મળેલું અદ્ભુત ગીત
@હીરેન મુંગડા:
ખૂબ ખૂબ આભાર…
વાહ…બતરડી
@ભાવના સોનૈયા:
ખૂબ ખૂબ આભાર…
વાહ!બતરડી શબ્દ પહેલીવાર સાંભળ્યો અને એનો અર્થ કાવ્યના સંદર્ભમાં સરસ સમજાવ્યો.
@પારુલ નાયક:
સરસ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર…
નવો શબ્દ નવા અર્થ અને ઈમોજી અને ફોટા ડિલીટ ના ઓપ્શન વાળા કાવ્ય સંદર્ભો ! જય હો વિવેક સાહેબ બતરડી કા જવાબ નહીં !
@ બારીન દીક્ષિતઃ
ખૂબ ખૂબ આભાર…
વાહ, ખૂબ સરસ
આભાર
વાહ્, ખૂબ સરસ
@નિખીતા ઘાડિયાઃ
ખૂબ ખૂબ આભાર
બતરડી શબ્દ સાવ અજાણ્યો હતો તેને અમારા માટે જાણીતો કરવા બદલ અને અમને પણ આવા નવા શબ્દો ગીતમાં ગૂંફી શકીએ તેવું પ્રોત્સાહન આપવા બદલ ખુબ ખુબ આભાર ગીત ગુરુનો🙏🙏
@ નિરાલી શાહ:
બધાથી નિરાળો પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
વાહ ભાઈ વાહ 👌👌💖 મઝા આવી ગઈ 💖 નાના બાળક પર કે વ્હાલી વ્યક્તિ પર આમ એકદમ, કચકચાવીને ઊભરાઈ આવતા વ્હાલ માટેનો નવો અને સુંદર શબ્દ જાણવા મળ્યો…. ખૂબ સુંદર ગીત.. સાચવી રાખવા જેવું.. જેથી ક્યારેક છણકાભાઈને મોકલીને એમના ગુસ્સાનો ફૂગ્ગો ફોડી શકાય 🤪 ખૂબ જ સુંદર ગીત 💐 જીવો, કવિ, જીવો ! તમારા સંવેદનોને અને શબ્દોને ઘણી ખમ્મા 🙏👏👏👏
@ રશ્મિ અગ્નિહોત્રીઃ
અરે વાહ! કેવો મજાનો પ્રતિભાવ! આવો પ્રતિભાવ સાંપડે ત્યારે કવિને કવિત્વ સાર્થક થયું હોવાનું અનુભવાય…
ખૂબ ખૂબ આભાર…
વાહ વાહ ને વાહ જ…છણકાભઇ ને ભારે પડી બતરડીબઇ. ખૂબ સરસ કાવ્ય અને એક સાવ નવા શબ્દ વિશે જાણ્યાનો વધુ આનંદ.
@ફાલ્ગુની પંડ્યા ભટ્ટ:
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
Always deep knowledge of Gujarati ….like it!!
@રચના શાહ:
હૃદયપૂર્વક આભાર
વાહ… ડીલીટ કા જવાબ નહી!
ખૂબ ખૂબ આભાર @વ્રજેશ મિસ્ત્રી
wonderful
@ જ્યોતિ પટેલ:
ખૂબ ખૂબ આભાર
આ હા હા.. બતરડી આવે એવી મઝા આવી ગઈ…
@જયશ્રી ભક્તઃ
તારી મોજ એ મારી મોજ..
ખૂબ ખૂબ આભાર દોસ્ત
Unusual
@મીતા મેવાડાઃ
ખૂબ ખૂબ આભાર